અમરનાથ યાત્રા શરુ થઈ ગઈ છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમરનાથ તીર્થયાત્રીઓનું પહેલું જૂથ જમ્મુથી રવાના થયું છે. ઉધમપુર જિલ્લાના ટિકરીમાંથી કાલીમાતા મંદિરમાં જિલ્લા તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. જમ્મુથી બાબા બર્ફાનીની પવિત્ર ગુફા તરફ અમરનાથ યાત્રીઓનું પહેલું ગ્રૂપ ટિકરી પહોંચી ગયું છે. શુક્રવારે સવારે આશરે સવા ચાર વાગ્યે પૂજા અર્ચના બાદ ઉપ રાજ્યપાલ અને અમરનાથ શ્રાઇન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ પહેલા ગ્રૂપને પહલગામ અને બાલટાલ માટે પ્રસથાન કરાવ્યું હતું.
સીઆરપીએફ કમાંડેન્ટ રમેશ કુમારે જણાવ્યું હતું કે યાત્રા હજી કાલી માતા મંદિર પહોંચી છે. યાત્રા સુરક્ષિત ચાલી રહી છે. બધા યાત્રીઓ અને લોકો ઉત્સાહિત છે. સ્થાનિક લોકોને પણ અમરનાથ તિર્થયાત્રીઓનું સ્વાગત કર્યું છે. ઉધમપુર જિલ્લાના ટિકરીમાં એનએચ-44 પર અમરનાથ યાત્રા પહેલા કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.
અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા કડક
કડક સુરક્ષા વચ્ચે કાશ્મીર માટે વાહનોનો કાફલો રવાના કરવામાં આવ્યો છે. ગુરુવારે શ્રદ્ધાળુઓનું પહેલું ગ્રૂપ જમ્મુના આધાર શિવિર ભગવતી નગર પહોંચ્યું હતું. પહેલીવાર યાત્રા દરમિયાન ભૂસ્ખલનવાળી જગ્યાએ પસાર થતાં સમયે પથ્થરોથી બચવા માટે હેલમેટ આપવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાળુ શનિવારે પારંપરિક બાલટાલ અને પહલગામ રૂટથી પવિત્ર ગુફા તરફ આગળ વધશે. બાલટાલ રૂટથી જનાર ગ્રૂપ શનિવારે હિમલિંગના દર્શન કરીને પરત ફર્યું હતું.
આ પણ વાંચોઃ- Vastu Tips : પૂજા કરતી વખતે આ વસ્તુઓ જમીન પર મૂકવી નહીં, દેવી-દેવતા થશે નારાજ
શ્રદ્ધાળુઓને હેલમેટ પહેરવું ફરજિયાત
શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના સીઈઓ મનદીપ કુમાર ભંડારીએ જણાવ્યું કે યાત્રા માર્ગ પર લેંડસ્લાઇડ અને પથ્થર પડવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેટલાક ભાગોને સંવેદનશીલ માનવામાં આવે છે. અહીંથી પસાર થનારા યાત્રીઓને હેલમેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ખચ્ચરનો ઉપયોગ કરીનાર શ્રદ્ધાળુઓ માટે પણ હેલમેટ જરૂરી છે. અહીં હેલમેટ શ્રાઈન બોર્ડ તરફથી ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે.
જમ્મુમાં તીર્થયાત્રીઓનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન શરુ
બીજી તરફ અમરનાથ યાત્રા માટે જમ્મુમાં તીર્થયાત્રીઓનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. પ્રશાસને કાશ્મીર સ્થિત અમરનાથ ગુફા મંદિરની તીર્થયાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓ માટે ગુરુવારે સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શરુ કરી હતી. શાલીમાર ક્ષેત્રમાં અપંજીકૃત તીર્થયાત્રીઓ માટે ઘટના માટે એક વિશેષ શિબિર સ્થાપિત કરવામાં આવી છે.
હિમ શિવલિંગના દર્શન કરવા માટે 1 જુલાઇ 2023એ શરુ થનારી યાત્રા માટે સાધુઓ સહિત 1500થી વધારે તીર્થયાત્રી આગળની યાત્રા માટે અહીં ભઘવતી નગર આધાર શિબિર પહોંચી ચુક્યા છે. તીર્થયાત્રા 48 કિલોમિટર લાંબી નુનવાન પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટર લાંબી બાલટાલ માર્ગથી શરુ થાય છે.