scorecardresearch
Premium

અક્ષય તૃતીયા પર ધન અને સમૃદ્ધિ માટે કરો આ સિદ્ધ ઉપાય, માતા લક્ષ્મી થશે પ્રશન્ન

Akshaya Tritiya 2025 Upay: શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે

akshay tritiya 2025, akshay tritiya
Akshaya Tritiya 2025 Upay: શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે

Akshaya Tritiya 2025 Upay : શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્તુની ખરીદી કોઈપણ મુહૂર્ત વગર કરી શકાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે.

અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. અહીં અમે તમને એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે કરવાથી ધન-સમૃદ્ધિમાં અનેકગણો વધારો થઈ શકે છે. સાથે જ કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ સિદ્ધ થયેલા ઉપાયો વિશે.

ધનમાં વૃદ્ધિનો યોગ બનશે

આ દિવસે ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યને વધારવા માટે પીળા કપડામાં સાત પીળી કોડીને બાંધી દેવી લક્ષ્મીની સામે મુકો. સાથે તેમને હળદર, અક્ષત અને ફૂલો પણ અર્પણ કરો. ત્યારબાદ “ઓમ શ્રી મહાલક્ષ્મી નમ:” મંત્રનો 108 વખત જાપ કરો. આ પછી કોડીઓને પણ પૈસા રાખવાની જગ્યાએ રાખી દો. આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થવાના યોગ બનશે. તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

આ પદ્ધતિથી દીપ દાન કરો

વૈદિક જ્યોતિષ મુજબ અક્ષય તૃતીયાની સાંજે ઘરના મંદિર, તિજોરી અને મુખ્ય દરવાજા પર શુદ્ધ દેશી ઘી નો દીવો પ્રગટાવો. આ દીવો પ્રગટાવતી વખતે દેવી લક્ષ્મીનું સ્મરણ કરો. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહેશે.

આ પણ વાંચો – ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉભા રહીને બિલકુલ ના કરો આ 5 કામ, આખું ઘર થશે પરેશાન

આ છોડ વાવો

માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તુલસીના છોડમાં નિવાસ કરે છે. આવી સ્થિતિમાં અક્ષય તૃતીયાના દિવસે તમે તમારા ઘરમાં તુલસીનો નવો છોડ લગાવી શકો છો. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ઘરમાં સમૃદ્ધિ બની રહે છે.

ચાંદીનો સિક્કો સ્થાપિત કરો

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યવસાય સ્થળ કે દુકાનમાં દેવી લક્ષ્મીની પૂજા કરો. આ દિવસે ચાંદીનો સિક્કો કે લક્ષ્મીજીની પ્રતિમા પોતાના ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરો. તેમજ આ સિક્કાની રોજ પૂજા કરો. આમ કરવાથી દેવી લક્ષ્મીની અસીમ કૃપા બની રહેશે. સાથે જ પૈસાની આવક રહે છે.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Akshay tritiya 2025 do these upay to get wealth and health ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×