Adhik maas amas 2023 date, puja vidhi, muhurt : હિન્દુ પંચાગ અનુસાર દરેક મહિનામાં પૂનમ અને અમાસ આવે છે. પરંતુ અધિક માસમાં આવનારી અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. કારણ કે આ અમાસ ત્રણ વર્ષ બાદ આવે છે. અધિક માસ ત્રણ વર્ષ બાદ આવે છે. આને મલમાલ અને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. મંગળવારના દિવસે આવવાના કારણે આને દર્શ અમાસ કહેવાય છે. અધિક માસની અમાસ તિથિએ સ્નાન દાન કરવાની સાથે પિતૃ તર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ સાથે જ ભગવાન વિષ્ણુ, શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. રાહુ-કેતુના દોષોથી છુટકારો મળે છે. જાણો અધિક અમાસની તિથિ, મુહૂર્ત અને મહત્વ..
Adhik maas amas date : અધિક માસ અમાસ તિથિ
- અધિક માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ પ્રારંભઃ- 15 ઓગસ્ટ, મંગળવાર બપોરે 12.42 વાગ્યે
- અધિક માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ સમાપ્તઃ- 16 ઓગસ્ટ, બુધવાર બપોરે 3.7 વાગ્યે
- અધિક માસ અમાસ તિથિ – ઉદય તિથિ અનુસાર અધિક માસની અમાસ 16 ઓગસ્ટ 2023એ થશે
Adhik maas Amas puja muhurat : અધિક માસ અમાસ પૂજા મુહૂર્ત
- સ્નાન દાનનું મુહૂર્ત – સવારે 5.51 વાગ્યાથી સવારે 9.8 વાગ્યા સુધી
- પૂજાનું શુભ મુહૂર્ત – સવારે 10.47 વાગ્યાથી બપોરે 12.25 વાગ્યા સુધી
- પિતૃ તર્પણનો સાચો સમય – સવારે 11.30 વાગ્યથી બપોરે 2.30 વાગ્યા સુધી
- શિવવાસનો સમય – સવારે 4.24 મિનટથી બપોરે 3.7 મિનિટ
- પિતૃ દોષ મુક્તિનો ઉપાય કરવાનું મુહૂર્ત – સવારે 11.30 મિનિટથી બપોરે 2.30 વાગ્યા વચ્ચે
અધિક માસ અમાસનું મહત્વ
હિન્દુ ધર્મમાં મલમાસ અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે જ પોતાની જરૂરિયાત અનુસાર અનાજ, વસ્ત્ર વગેરે દાન કરવાથી પુણ્ય મળે છે. આ ઉપરાંત પીપળના ઝાડને જળ અર્પણ કરવાથી પિતૃ અને દેવી દેવતા પ્રસન્ન થાય છે.
અધિક માસની અમાસની તિથિના દિવસે પિતૃનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવું ખુબ જ ફળદાયી મનાય છે. આ દિવસે ખાસ જ્યોતિષી ઉપાય કરીને વ્યક્તિ પિતૃ દોષથી છૂટકારો મેળવી શકે છે.
ડિસક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી જાણકારીની સટીકતા અથવા વિશ્વસનીયતાની કોઇ ગેરન્ટી નથી. વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષિયો,પંચાંગ, માન્યતાઓ અથવા ધર્મગ્રંથોથી સંગ્રહિત કરીને આ જાણકારીઓ તમારા સુધી પહોંચાડી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. આને સાચી અને સિદ્ધ હોવાનું પ્રામાણિકતા આપી શકીએ નહીં. કોઇપણ પ્રકારના ઉપાયો કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ ચોક્કસ લો..