scorecardresearch
Premium

Shravan 2023 : 16 ઓગસ્ટે અનેક વર્ષો પછી બનવા જઈ રહ્યો છે અદભૂત સંયોગ, શિવલિંગ પર ચઢાવો આ ખાસ ચીજ, ધન-વૈભવની થશે પ્રાપ્તિ

Adhik Maas Amas 2023 : શિવ પુરાણ અનુસાર 16 ઓગસ્ટના દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાની સાથે સાથે આ વસ્તુઓના અભિષેકથી શુભ ફળ મળે છે.

Adhik Maas Amas 2023, Adhik Maas amas 2023 date
અધિક માસમાં શિવલિંગ પૂજા

Adhik Maas Amavas 2023 : હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાનું વિધાન છે. હિન્દુ પંચાગ અનુસાર આવું આશરે 19 વર્ષ બાદ થાય છે. શ્રાવણ 30 દિવસના બદલે પુરા 59 દિવસ રહેશે. આ સાથે જ સાવન સોમવાર પુરા 8 રહેશે.

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ બાદ એક અધિક મહિનો આવે છે. આને અધિકમાસ મલમાસ અથવા પુરુષોત્તમ માસના નામથી જાણિતો છે. એક માસ અધિક માસ રહેવાની સાથે 16 અમાસની સાથે સમાપ્ત થઇ રહ્યો છે. શિવ પુરાણ અનુસાર 16 ઓગસ્ટના દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાની સાથે સાથે આ વસ્તુઓના અભિષેકથી શુભ ફળ મળે છે.

16 ઓગસ્ટે બની રહ્યો છે દુર્લભ યોગ

હિન્દુ પંચાગ અનુસાર 15 ઓગસ્ટ, મંગળવારે બપોરે 12.42 મિનિટથી અમાસ તિથિ આરંભ થઈ રહી છે. જે ઓગસ્ટ બુધવાર બપોરે 3.7 મિનિટે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં માસની અમાસ 16 ઓગસ્ટે આવી રહી છે. અધિક માસની અમાસ સમાપ્ત થવાની સાથે જ શ્રાવણ માસ આરંભનો સંજોગ બની રહ્યો છે. બંને તિથિ એક સાથે થવાની સાથે જ ખુબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.

શિવ પુરાણ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર નિવાસ કરે છે એટલા માટે આ માસમાં પૂજા કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. આ સાથે અધિક અમાસ તિથિ પડવાના કારણે પિતૃઓના આશીર્વાદ મળે છે.

16 ઓગસ્ટે શિવજીને ચઢાવવામાં આવે છે ખાસ ચીજ

16 ઓગસ્ટ એટલે કે અધિક માસની અમાસ તિથિના દિવસે શિવજી અને પિતૃઓના આશિર્વાદ મેળવવા માટે શિવલિંગમાં એક લોટો જળની સાથે જ એક પીળા કનેરના ફૂલ જરૂર ચઢાવો.

Web Title: Adhik amas shravan maas offer this special item on shivlinga ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×