scorecardresearch
Premium

Abu Dhabi Temple PM Modi Visit: પીએમ નરેન્દ્ર મોદીએ અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, ખાસ પૂજા કરી

PM Modi UAE Visit, Abu Dhabi Temple Highlights: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, પીએમ મોદી સાથે મહંત સ્વામી મહારાજ અને સંતો હાજર રહ્યા

pm modi, baps, Abu Dhabi Temple
પીએમ મોદી અને મહંત સ્વામી મહારાજ (તસવીર – એએનઆઈ)

Abu Dhabi Temple Inauguration Highlights : અબુધાબી મંદિર ઉદ્ઘાટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારને 14 ફેબ્રુઆરીએ અબુ ધાબી બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી સાથે મહંત સ્વામી મહારાજ અને સંતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે સંયુક્ત આરબ અમીરાતની ધરતીએ માનવીય ઈતિહાસનો એક નવો સોનેરી અધ્યાય લખ્યો છે. આજે અબુધાબીમાં અને દિવ્ય મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ક્ષણ પાછળ વર્ષોની મહેનત લાગી છે. આમાં વર્ષો જૂનું સ્વપ્ન સામેલ છે. આમાં ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ જોડાયેલા છે. આજે, પ્રમુખ સ્વામીજી જે દિવ્ય લોકમાં હશે, તેમનો આત્મા જ્યાં હશે ત્યાં પ્રશન્નતાનો અનુભવ કરી રહ

BAPS સ્વામિનારાયણ મંદિર એ UAE માં પ્રથમ હિન્દુ મંદિર છે. આ મંદિર 900 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમાં 7 ગોપુરમ અને અનેક શિલ્પો કલાત્મકતાથી કોતરેલા છે. તે માત્ર દેશમાં સાંસ્કૃતિક વિવિધતાને જ પ્રતિબિંબિત કરતું નથી પરંતુ ભારત અને UAE વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આશરે 2000-5000 ભક્તો આ મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે.

pm narendra modi visit uae, PM Modi UAE Visit, pm modi uae visit schedule
પીએમ મોદી યુએઈ પ્રવાસ કાર્યક્રમ, photo – ANI

આ પણ વાંચોઃ- BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?

આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે.

પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે આ મંદિર પણ માનવતા માટે સારા ભવિષ્યની વસંતનું સ્વાગત કરશે. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે.

Live Updates
21:47 (IST) 14 Feb 2024
અબુધાબી મંદિરમાં પીએમ મોદી

20:51 (IST) 14 Feb 2024
પીએમ નરેન્દ્ર મોદી અબુધાબીમાં સંબોધિત કરી રહ્યા છે

20:19 (IST) 14 Feb 2024
પીએમ મોદીએ અબુધાબીમાં વોલિએન્ટર સાથે મુલાકાત કરી હતી

20:06 (IST) 14 Feb 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રી નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર ખાતે સંયુક્ત આરબ અમિરાતના મંત્રી નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા હતા.

19:23 (IST) 14 Feb 2024
પીએમ મોદી અબુધાબી મંદિરનું નિરીક્ષણ કરતા

19:14 (IST) 14 Feb 2024
પીએમ મોદીએ અબુધાબી મંદિરમાં દર્શન કર્યા

19:08 (IST) 14 Feb 2024
અબુધાબી મંદિરમાં પૂજા કરતા પીએમ મોદી

19:01 (IST) 14 Feb 2024
પીએમ નરેન્દ્ર મોદીએ અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું

11:00 (IST) 14 Feb 2024
Abu dhabi temple live : હિંદુ મંદિરનો અભિષેક સમારોહ

અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરનો અભિષેક સમારોહ આજે PM મોદી દ્વારા તેના ઉદ્ઘાટન પહેલા શરૂ થશે.

10:59 (IST) 14 Feb 2024
PM modi UAE visit : ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે ચર્ચા થઈ

વિદેશ મંત્રાલયના સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું- PM મોદી અને રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે 13 જાન્યુઆરીએ દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. આ સમયગાળા દરમિયાન 10 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું- આ ચર્ચામાં ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણી તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ વિકાસને આવરી લેવામાં આવ્યો હતો.

10:01 (IST) 14 Feb 2024
Abu Dhabi Temple, અબુ ધાબી મંદિર : UAE ના પહેલા BAPS હિન્દુ મંદિરની A to Z માહિતી

Lazy Load Placeholder Image

Abu Dhabi Temple, અબુ ધાબી મંદિર : BAPS દ્વારા યુએઈમાં પહેલું હિંદુ મંદિર બનાવવામાં આવ્યું છે. અબુ ધાબીમાં વસંત પંચમીના રોજ સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને સાંજે લોકાર્પણ થશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

પ્રમુખસ્વામી મહારાજે 27 વર્ષ પહેલાં અબુધાબીમાં મંદિર બનાવવાનો કરેલો મહાન સંકલ્પ મહંત સ્વામી મહારાજે સાકાર કર્યો છે. અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. ત્યારે અહીં આપણે યુએઈન આ હિન્દુ મંદિરની A to Z માહિતી આપવામાં આવી છે. વધુ વાંચો

09:09 (IST) 14 Feb 2024
Abu Dhabi Temple Live : મોદી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધશે

પીએમ મોદી બપોરે 1.30 વાગ્યાની આસપાસ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાગ લેશે. તેઓ દુબઈમાં યોજાનારી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે. આ સાથે તેઓ સમિટમાં વિશેષ સંબોધન પણ કરશે.

09:09 (IST) 14 Feb 2024
Abu Dhabi Temple Live : મંદિરની વિશેષતાઓ
  • મંદિર ઉપરાંત અન્ય સુવિધાઓમાં મંદિરમાં 3000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો સભાગૃહ, કોમ્યુનિટી સેન્ટર, પ્રદર્શની, ક્લાસરૂમ અને મજલિસ હશે.
  • મંદિરનું મોડેલ બનાવવા માટે 10 દેશોના, 30 પ્રોફેશનલ્સના 5000 માનવ કલાકો લાગ્યા
  • સૌ પ્રથમ વાર મંદિરનું ડિજિટલ મોડેલ બનાવી સિસ્મિક એનાલીસીસ કરવામાં આવ્યું
  • ગીન બિલ્ડિંગ – ફાઉન્ડેશનમાં 55% ફલાય એશ નો ઉપયોગ કરવામાં આવ્યો
  • 09:08 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : મંદિરની વિશેષતાઓ

    પ્રાચીન સ્થાપત્ય શાસ્ત્રોથી લઈને આધુનિકતમ ટેકનોલોજીના વિનિયોગથી નિર્મિત અબુધાબી BAPS હિન્દુ મંદિરનું સર્જન આ મંદિરનું સર્જન અસંખ્ય અદભુત મહિતીઓ અને અનુભવોથી રોચક બન્યું છે.

  • વિસ્તાર: 27 એકર
  • મંદિરની ભૂમિનું દાન: UAE ના શાસકો દ્વારા
  • 13.5 એકરમાં મંદિર પરિસર, 13.5 એકરમાં પાર્કિંગ
  • પાર્કિંગમાં આશરે 1400 કાર અને 50 બસોનો સમાવેશ કરવાની ક્ષમતા છે.
  • ટેક્સી સ્ટેન્ડ અને બે હેલીપેડની વ્યવસ્થા
  • ઊંચાઈ: 108 ફૂટ, પહોળાઈ: 180 ફૂટ, લંબાઈ: 262 ફૂટ
  • UAE ના સાત દેશોનું પ્રતિનિધિત્વ કરતાં 7 શિખર
  • 2 મુખ્ય ડોમ, ‘ડોમ ઓફ હાર્મની’ અને ‘ડોમ ઓફ પીસ’
  • 12 સામરણ શિખર
  • 402 સ્તંભ
  • 25,000 જેટલાં પત્થરો દ્વારા મંદિર એક વિશાળ 3 D જિગ-સૉ પઝલની જેમ આકાર પામ્યું
  • વિશ્વનું સર્વ પ્રથમ મંદિર, જ્યાં 300 જેટલાં સેન્સર્સ મૂકવામાં આવ્યા છે, જે દબાણ, તાપમાન, ભૂકંપ સંબંધી લાઈવ ડેટા પૂરો પાડતા રહેશે.
  • વપરાયેલ માર્બલ: 50, 000 ઘન ફૂટ
  • વપરાયેલ ગુલાબી પત્થર : 1, 80, 000 ઘન ફૂટ
  • વપરાયેલ ઈંટો: 18, 00, 000
  • માનવ કલાકો – 6, 89, 512
  • 09:04 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : આ ત્રણ નદીઓના ‘ત્રિવેણી સંગમ’ આગળ ‘દિવ્ય ચક્ષુ’ પ્રદર્શિત

    UAE સામાન્ય રીતે તેના વિશાળ રણ માટે જાણીતું છે, જ્યારે ભારત વિશ્વની અનેક મહાન અને પવિત્ર નદીઓની ભૂમિ છે. મંદિરમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ ભારત અને UAE વચ્ચે એક આધ્યાત્મિક, સાંસ્કૃતિક સેતુ પ્રસ્થાપિત કરે છે. આ ત્રણ નદીઓના ‘ત્રિવેણી સંગમ’ આગળ ‘દિવ્ય ચક્ષુ’ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

    09:02 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : વૉલ ઓફ હાર્મનીની વિશેષતા

    પૂર્વમાં અંગકોરવાટના અદભુત મંદિરથી લઈને પશ્ચિમમાં ટોરન્ટોના CN ટાવર સુધી, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી, વિશ્વમાં શ્રેષ્ઠ સ્થાપત્યોની રચના હોય કે અનેકવિધ સભ્યતાઓ અને સંસ્કૃતિઓની પ્રગતિ હોય, તેની પ્રગતિનો આધાર સંવાદિતા છે. હાર્મની શબ્દ વિશ્વની પ્રાચીન અને અર્વાચીન એમ 30 ભાષાઓમાં કંડારવામાં આવ્યો છે.

    09:02 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : વૉલ ઓફ હાર્મનીની વિશેષતા
  • UAEની સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ દિવાલોમાંની એક.
  • 45 મીટર લાંબી, 4.5 મીટર ઊંચી
  • છેક નીચેથી લઈને ઉપર સુધી, આ દિવાલમાં 225 લેયર્સ છે.
  • વિશ્વના મહાન સ્થાપત્યોને અહીં દર્શાવવામાં આવ્યા છે.
  • દીવાલની અંદર રહેલાં વળાંકો રણની રેતીને દર્શાવે છે.
  • 08:48 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : શું છે મંદિરની વિશેષતા?

    સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે અબુધાબીમાં બનેલું હિન્દુ મંદિર 108 ફૂટનું છે. તેમાં 40,000 ક્યુબિક ફૂટ માર્બલ, 1,80,000 ક્યુબિક ફૂટ ગુલામી પથ્થર, 18,00,000 ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં 300 સેન્સર લગાવવામાં આવ્યા છે.

    08:16 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : અહલાન મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

    પીએમ મોદીએ કહ્યું કે, આજે યુએઇ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. આજે યુએઇ સાતમું સૌથી મોટું રોકાણકાર છે. ઇઝી ઓફ લિવિંગ અને ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસમાં બંને દેશો ઘણો સહયોગ કરી રહ્યા છે. આજે પણ અમારી વચ્ચે જે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે તે આ પ્રતિબદ્ધતાને આગળ ધપાવી રહ્યા છે.

    08:16 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : અહલાન મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

    અલહાન મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, અમે અમારી નાણાકીય વ્યવસ્થાને એકીકૃત કરી રહ્યા છીએ. ટેક્નોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં ભારત અને યુએઇ વચ્ચેની ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. સમુદાયન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં, ભારત-યુએઈ એ જે હાંસલ કર્યું છે તે વિશ્વ માટે એક મોડેલ છે.

    08:15 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : અહલાન મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

    વડાપ્રધાને મોદીએ સંબોધનમાં કહ્યું કે, 1.5 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુઇએની શાળાઓમાં અભ્યાસ કરે છે. પાછલા મહિને અહીં આઇઆઈટી દિલ્હી કેમ્પસમાં એક માસ્ટર કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં દુબઈમાં નવી સીબીએસઇ ઓફિસ ખોલવામાં આવશે. આ સંસ્થાઓ અહીંના ભારતીય સમુદાયને શ્રેષ્ઠત્તમ શિક્ષણ આપવામાં મદદરૂપ થશે.

    08:15 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : અહલાન મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

    અહાલાન મોદી કાર્યક્રમના સંબોધનમાં અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મોદીએ ગેરંટી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી.

    08:14 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : અહલાન મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

    અહલાન મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, 2015માં મારા માટે કૂટનીતિની દુનિયા નવી હતી. તે સમયે, એરપોર્ટ પર તત્કાલીન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિએ તેમના પાંચ ભાઈઓ સાથે મારું સ્વાગત કર્યું હતું. તે સ્વાગત મારા એકલા માટે નહીં, પરંતુ 140 કરોડ ભારતીયો માટે હતું.

    08:13 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : અહલાન મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

    વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે, હું મારા પરિવારજનોને મળવા આવ્યો છું. જ્યાં તમે જન્મ્યા હતા ત્યાંની માટીની સુગંધ લાવ્યો છું અને 140 કરોડ લોકોનો સંદેશ લઈને આવ્યો છું. સંદેશ એ છે કે ભારતને તમારા પર ગર્વ છે.” મને 2015 માં યુએઈની મારી પ્રથમ મુલાકાત યાદ છે, જ્યારે તમને કેન્દ્રમાં પહોંચ્યાના થોડાંક જ દિવસ થયા હતા. ત્રણ દાયકામાં ભારતીય વડાપ્રધાનની યુએઈની આ પ્રથમ મુલાકાત હતી.”

    08:13 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : અહલાન મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

    પીએમ મોદીએ અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું, “આજે અબુ ધાબીમાં તમે એક નવો ઈતિહાસ રચ્યો છે. તમે બધા યુએઇના ખૂણે-ખૂણેથી અને ભારતના અલગ – અલગ રાજ્યોમાંથી અહીં આવ્યા છો, પરંતુ દરેકના દિલ એક બીજા સાથે જોડાયેલા છે.” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ઐતિહાસિક સ્ટેડિયમમાં દરેક દિલની ધડકન, દરેક શ્વાસ, દરેક અવાજ કહે છે – ભારત-યુએઈ દોસ્તી જિંદાબાદ…

    08:12 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને સંબોધિત કરશે

    મોદી યુએઇના રાષ્ટ્રપતિ સાથે પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી UAEના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમને પણ મળશે. પીએમ મોદી બુધવારે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2015માં પીએમ મોદીએ ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો છે.

    08:10 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : પીએમ મોદીનું અબુધાબીમાં ભવ્ય સ્વાગત કરાયું હતું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રવાસે છે. પીએમ મોદીનું અબુધાબીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. બંને વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ સહિત અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ મંગળવારે યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો અબુ ધાબીમાં હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

    07:29 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : આજે અબુ ધાબી બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે UAE પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ અબુ ધાબી બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

    07:29 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : UAEમાં પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે

    UAEમાં પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. પીએમ મોદી પોતાના હાથે તેનું ઉદ્ઘાટન કરશે. BAPS સ્વામિનારાયણ મંદિર એ UAE માં પ્રથમ હિન્દુ મંદિર છે. આ મંદિર 900 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમાં 7 ગોપુરમ અને અનેક શિલ્પો કલાત્મકતાથી કોતરેલા છે.

    07:28 (IST) 14 Feb 2024
    Abu Dhabi Temple Live : PM મોદી સાતમી વખત UAE પહોંચ્યા

    ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસિર અલશાલીએ પીએમ મોદીની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોના મહત્વને કારણે જરૂરી ગણાવી છે. તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે અને પીએમ મોદી પોતાના હાથે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમ મોદીની આ વખતે યુએઈની આ સાતમી મુલાકાત છે.

    Web Title: Abu dhabi temple inauguration live latest updates by pm narendra modi uae visit baps swaminarayan mandir ap

    Best of Express
    અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×