scorecardresearch
Premium

Work in Abroad : કામ કરવા માટે અમેરિકાથી અનેક ગણો સારો આ દેશ છે, જાણો રિપોર્ટમાં શું કહે છે?

America and Canada work life report : માઈક્રોસોફ્ટે વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ 2025 નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં અમેરિકા અને કેનેડા દેશોમાં નોકરી કે કાર્યકારી પરિસ્થિતિઓ વેશ જણાવ્યું છે.

USA canada work life balance remote report
અમેરિકા અને કેનેડા દેશોમાં નોકરી કે કાર્યકારી પરિસ્થિતિઓ- photo- freepik

Canada Working Condition: મોટાભાગના ભારતીયો કામની શોધમાં વિદેશ તરફ દોટ લગાવે છે. જોકે, ભારતીયોની પહેલી પસંદ અમેરિકા અને કેનેડા જેવા દેશો છે. ત્યારે નોકરી માટે અમેરિકા સારો કે કેનેડા એ પ્રશ્ન પણ થતો હોય છે. માઈક્રોસોફ્ટે વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ 2025 નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં અમેરિકા અને કેનેડા દેશોમાં નોકરી કે કાર્યકારી પરિસ્થિતિઓ વેશ જણાવ્યું છે. રેપોર્ટ પ્રમાણે અમેરિકામાં કાર્ય-જીવન સંતુલન ખૂબ જ ખરાબ છે. અહીંની પરિસ્થિતિ ભારત કરતાં પણ ખરાબ લાગે છે. તે જણાવે છે કે કામદારો કેવી રીતે કામ કરી રહ્યા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકામાં 40% લોકોએ સ્વીકાર્યું છે કે તેમને સવારે 6 વાગ્યાથી કામ શરૂ કરવું પડે છે. આમાંથી મોટાભાગના લોકો રાત્રે 10 વાગ્યા પછી જ લોગ આઉટ કરી શકે છે. એટલું જ નહીં, પરંતુ તેમને રજાઓ અથવા સપ્તાહના અંતે મીટિંગમાં પણ હાજરી આપવી પડે છે.

અમેરિકા ખૂબ ખરાબ સ્થિતિમાં છે, પરંતુ તેના પડોશી દેશ કેનેડાની સ્થિતિ શું છે. ગ્લોબલ એચઆર સોલ્યુશન પ્રોવાઇડર રિમોટે ગ્લોબલ લાઇફ-વર્ક બેલેન્સ ઇન્ડેક્સ 2025 બહાર પાડ્યો છે, જે કેનેડામાં નોકરી અને જીવનની સ્થિતિનું વર્ણન કરે છે.

વર્ક-જીવન સંતુલનના સંદર્ભમાં કેનેડાની સ્થિતિ શું છે?

‘ગ્લોબલ લાઇફ-વર્ક ઇન્ડેક્સ’ માં કેનેડાને કામ કરવા અને જીવનનો આનંદ માણવા માટે વિશ્વના શ્રેષ્ઠ દેશોમાંનો એક ગણવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ તૈયાર કરવા માટે 60 દેશોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં કેનેડાને 7મું સ્થાન મળ્યું છે.

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

કેનેડા ઉત્તર અમેરિકા ખંડનો એકમાત્ર દેશ છે જે વર્ક-લાઇફ બેલેન્સની દ્રષ્ટિએ ટોચના 10 દેશોમાં સામેલ છે. તેને 100 માંથી 73.46 સ્કોર મળ્યો છે. આ યાદીમાં અમેરિકા 59મા ક્રમે છે, જ્યારે વર્ક-લાઇફ બેલેન્સ સ્કોર 31.17 છે. યાદી તૈયાર કરવા માટે દરેક દેશનું મૂલ્યાંકન 10 પરિમાણો પર કરવામાં આવ્યું હતું.

Web Title: Work life in abroad canada is much better than america for jobs microsoft work trend index ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×