VMC Recruitment 2025, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે વડોદરામાં જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સેવામાં સબ ઓફિસર અને સ્ટેશન ઓફિસની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ બંને મળીને કુલ 15 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, નોકરી પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતીની મહત્વની વિગતો
સંસ્થા | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
વિભાગ | ફાયર વિભાગ |
પોસ્ટ | સ્ટેશન ઓફિસર અને સબ ઓફિસર |
જગ્યા | 15 અંદાજીત |
વયમર્યાદા | વિવિધ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14-2-2025 |
ક્યાં અરજી કરવી | www.vmc.gov.in |
વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
વડોદરા મહાનગરપાલિકાએ ફાયર વિભાગમાં સબ ઓફિસર અને સ્ટેશન ઓફિસરની અંદાજીત કુલ 15 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરી છે.
પોસ્ટ | જગ્યા |
સબ ઓફિસર | 10 |
સ્ટેશન ઓફિસર | 5 |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
સબ ઓફિસર
- સરકાર માન્ય સંસ્થામાંથી સબ ઓફિસર કોર્ષ અથવા તેની સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ
સ્ટેશન ઓફિસર
- ઉમેદવાર સ્નાતક પાસ હોવો જોઈએ
- નેશનલ ફાયર સર્વિસ કોલેજની સબ ઓફિસર અથવા સ્ટેશન ઓફિસરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
- સબ ઓફિસરનો કોર્સ સફળતા પૂર્વક પાસ કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ.
- હેવી ડ્રાયવિંગ લાઈસન્સ હોવું જરુરી.
- ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા -વાંચવા અંગેનું જ્ઞાન હોવું જરૂરી.
વય મર્યાદા
- સબ ઓફિસર – વધુમાં વધુ ઉંમર 30 વર્ષ
- સ્ટેશન ઓફિસર – વધુમાં વધુ ઉંમર 35 વર્ષ
સબ ઓફિસર માટે પગાર ધોરણ
- પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 40,800 માસિક ફિક્સ વેતન
- ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ 6 (પે મેટ્રીક્સ ₹ 35,400-₹ 1,12,400)થી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
સબ ઓફિસરનું નોટિફિકેશન
સ્ટેશન ઓફિસર માટે પગાર ધોરણ
- પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 49,600 માસિક ફિક્સ વેતન
- ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યાથી નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ 7 (પે મેટ્રીક્સ ₹ 39,900-₹1,26,600)થી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
સ્ટેશન ઓફિસરનું નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની www.vmc.gov.in વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજથી ગણવામાં આવશે. અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.