VMC Recruitment 2023, VMC CNCD bharti 2023, notification : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મહાનગરપાલિકા હઠેળ પશુ ઉપદ્રવ નિયંત્ર વિભાગે તાજેતરમાં વેટરનરી ઓફિસર, ઇન્સ્પેક્ટર (પશુપાલન), કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર, કેટલ કેચર સુપરવાઇઝરની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે સંસ્થા દ્વારા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે આમંત્રીત કર્યા છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 19 અને 20 ડિસેમ્બર 2023ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે.
વડોદરામાં રહેતા ઉમેદવારો માટે નોકરીની સારી તક છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરત અંગે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા
VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, મહત્વની માહિતી
| સંસ્થા | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC CNCD) | 
| પોસ્ટ | વિવિધ | 
| કુલ જગ્યા | 52 | 
| એપ્લિકેશન મોડ | વોક-ઇન-ઇન્ટરવ્યૂ | 
| અનુભવ | 2 વર્ષ | 
| ઇન્ટરવ્યૂ તારીખ | 19 અને 20 ડિસેમ્બર 2023 | 
VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગતો
| પોસ્ટ | કુલ જગ્યા | 
| વેટરનરી ઓફિસર | 05 | 
| નિરીક્ષક (પશુપાલન) | 21 | 
| પશુ પક્ષ નિરીક્ષક | 04 | 
| ઢોર પકડનાર સુપરવાઈઝર | 22 | 
VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, શૈક્ષણિક લાયકાત
વેટરનરી ઓફિસર:
- B.V.Sc અને પશુપાલન / રીમાઉન્ટ વેટરનરી પાક (ભારતીય આર્મી).
 - 3 વર્ષનો અનુભવ.
 
નિરીક્ષક (પશુપાલન):
- ડિપ્લોમા એનિમલ હસબન્ડરી/લાઈવસ્ટોક ઈન્સ્પેક્ટર કોર્સ.
 - 2 વર્ષનો અનુભવ.
 
પશુ પક્ષ નિરીક્ષક:
- ભૂતપૂર્વ આર્મી મેન
 
ઢોર પકડનાર સુપરવાઈઝર:
- ભૂતપૂર્વ આર્મી મેન
 
VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, પગાર
| પોસ્ટ | પગાર | 
| વેટરનરી ઓફિસર | ₹ 50,000/- | 
| નિરીક્ષક (પશુપાલન) | ₹ 19,950/- | 
| પશુ પક્ષ નિરીક્ષક | ₹ 19,950/- | 
| ઢોર પકડનાર સુપરવાઈઝર | ₹16,500/- | 
VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, નોટિફિકેશન
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આપેલી અધિકૃત જાહેરાત વાંચો.
VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ શું છે?
| પોસ્ટ | ઇન્ટરવ્યૂ તારીખ | 
| વેટરનરી ઓફિસર | 19-12-2023 | 
| નિરીક્ષક (પશુપાલન) | 19-12-2023 | 
| પશુ પક્ષ નિરીક્ષક | 20-12-2023 | 
| ઢોર પકડનાર સુપરવાઈઝર | 20-12-2023 | 
આ પણ વાંચોઃ- GSRTC Recruitment 2023 | ગુજરાત એસટી ભરતી, મહેસાણામાં નોકરી માટે કરો અરજી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખે જાહેરાતમાં આપેલા સરનામાં પર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.