scorecardresearch
Premium

UPSC Success Story: બાળપણમાં પોલિયો થયો, માતા સાથે શેરીમાં બંગડીઓ વેચી; આજે બની ગયા IAS અધિકારી

UPSC Success Story: આજે આપણે IAS અધિકારી રમેશ ઘોલપ વિશે વાત કરી રહ્યા છીએ, જે યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.

IAS Success Story, Ramesh Gholap IAS,
IAS અધિકારી રમેશ ઘોલપ (તસવીર: સોશિયલ મીડિયા)

UPSC Success Story: એવું કહેવાય છે કે જો તમે પૂરા દિલથી કંઈક મેળવવાની ઈચ્છા રાખો છો અને તેને પામવા માટે સખત મહેનત કરો છો કુદરત પણ તમારી મદદ કરે છે. પરંતુ તેની સાથે તમારે સતત પોતાના પ્રયત્નો પણ કરવા પડશે. આજે આપણે IAS અધિકારી રમેશ ઘોલપ વિશે વાત કરી રહ્યા છીએ, જે યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.

રમેશના પિતાની એક નાની સાયકલની દુકાન હતી. તેમના પરિવારમાં ચાર સભ્યો હતા, પરંતુ તેમના પિતાની દારૂ પીવાની ટેવને કારણે તે રસ્તા પર આવી ગયા હતા. જ્યારે તેમના પિતાને વધુ પડતા દારૂ પીવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે પરિવારની સંપૂર્ણ જવાબદારી તેમની માતા પર આવી ગઈ હતી.

તેમની માતાએ રસ્તા પર બંગડીઓ વેચવાનું શરૂ કર્યું. રમેશના ડાબા પગમાં પોલિયો હતો, પરંતુ પરિસ્થિતિ એવી હતી કે રમેશને પણ તેની માતા અને ભાઈ સાથે બંગડીઓ વેચવી પડી. ગામમાં શિક્ષણ પૂર્ણ કર્યા પછી, રમેશને મોટી શાળામાં પ્રવેશ મેળવવા માટે તેના મામાના ગામ, બરસી જવું પડ્યું. 2005 માં જ્યારે રમેશ 12મા ધોરણમાં હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયું. તેમના કાકાના ગામથી તેના ઘરે બસમાં મુસાફરી કરવા માટે 7 રૂપિયાનો ખર્ચ થતો હતો, પરંતુ તેમની અપંગતાને કારણે રમેશને ભાડા માટે ફક્ત 2 રૂપિયા ચૂકવવા પડ્યા. પરંતુ સમયની ક્રૂરતા જુઓ, તે સમયે રમેશ પાસે 2 રૂપિયા પણ નહોતા.

આ પણ વાંચો: UPSC માં સફળતા ના મળી તો ચાની કીટલી નાંખી; આજે બનાવી દીધી કરોડોની કંપની

રમેશ કોઈક રીતે તેમના પડોશીઓની મદદથી તેના ઘરે પહોંચ્યા. રમેશે 12મા ધોરણની પરીક્ષા 88.5 ટકા માર્ક્સ સાથે પાસ કરી. આ પછી તેમણે શિક્ષણમાં ડિપ્લોમા કર્યો અને ગામડાની શાળામાં શિક્ષક બન્યા. રમેશે ડિપ્લોમાની સાથે બી.એ.ની ડિગ્રી પણ મેળવી. રમેશ શિક્ષક બનીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા, પણ તેમનું લક્ષ્ય કંઈક બીજું જ હતું.

આખરે 2012 માં રમેશની મહેનત રંગ લાવી અને તેણે UPSC પરીક્ષામાં 287મો ક્રમ મેળવ્યો. આમ કોઈપણ કોચિંગની મદદ લીધા વિના અભણ માતા-પિતાનો પુત્ર IAS અધિકારી બન્યો. રમેશે તેના ગામલોકોને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તે વરિષ્ઠ અધિકારી નહીં બને ત્યાં સુધી તે તેમને પોતાનો ચહેરો નહીં બતાવે.

Web Title: Upsc success story ramesh gholap inspiring story rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×