scorecardresearch
Premium

UPSC : જાણો એવા યુવાનની કહાણી જે પરીક્ષામાં નાપાસ થયા બાદ પણ છે ચર્ચામાં

UPSC Exam Motivational Story Of Kunal Virulkar : યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2023 પાસ થનાર ઉમેદવારો વચ્ચે નાપાસ થનાર એક વિદ્યાર્થી કુણાલ વિરુલકરની પણ ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. આ ઉમેદવાર નાપાસ થયા બાદ પણ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.

kunal virulkar | kunal virulkar story | who is kunal virulkar | kunal virulkar upsc exam | UPSC Exam Motivational Story
કુણાલ વિરુલકર એ અત્યાર સુધી 12 વખત યુપીએસસી પરીક્ષા આપી છે, જેમાં 7 વખત મેઈન્સ અને 5 વખત ઈન્ટરવ્યૂ સુધી પહોંચ્યો છે. (Photo – @kunalrv)

UPSC Exam Motivational Story Of Kunal Virulkar : યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું પરિણામ જાહેર થયું છે. યુપીએસસી 2023 પરીક્ષામાં 1016 ઉમેદવાર પાસ થયા છે. યુપીએસસી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓની ચારે બાજુ પ્રશંસા થઇ રહી છે. આ દરમિયાન યુપીએસસીમાં નાપાસ થનાર એક ઉમેદવાર પર ચર્ચામાં છે. આ ઉમેદવાર યુપીએસસી પરીક્ષામાં નાપાસ થયા બાદ પણ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. ચાલો જાણીયે સંઘર્ષની કહાણી

કુણાલ વિરુલકર – 12 વખત યુપીએસસી પરીક્ષા આપી (Who Is Kunal Virulkar)

યુપીએસસી 2023 પરીક્ષામાં નાપાસ થયા બાદ પણ ચારે બાજુ ચર્ચા થઇ રહી છે તેનું નામ છે કુણાલ વિરુલકર, જે મહારાષ્ટ્રના અમરાવતીમાં રહે છે. કુણાલ વિરુલકરે અત્યાર સુધી 12 વખત યુપીએસસી પરીક્ષા આપી છે. જેમાં સાત વખત યુપીએસસી મેઈન્સ અને પાંચ વખત ઈન્ટરવ્યૂહ સુધી પહોંચ્યો છે.

જીંદગીનું બીજું નામ સંઘર્ષ – કુણાલ વિરુલકર

કુણાલ વિરુલકર 12માં અટેમ્પમાં પણ યુપીએસસી પરીક્ષા પાસ કરી શક્યો નથી, તેમ છતાં ઘણા વિદ્યાર્થી માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. કુણાલ વિરુલકરે યુપીએસસી પરીક્ષામાં નાપાસ થયા બાદ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી રહી છે. આ પોસ્ટમાં કુણાલ વિરુલકર યુપીએસસી ભવનનો એક ફોટો પણ શેર કર્યો છે. આ પોસ્ટમાં તેણે લખ્યુ છે – 12 અટેમ્પ્ટ, 7 વખત મેઈન્સ, 5 વખત ઈન્ટરવ્યૂ, નો સિલેક્શન. કદાય જિંદગીનું બીજું નામ જ સંઘર્ષ છે.

કુણાલ વિરુલકરની પોસ્ટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. કુણાલ વિરુલકરના સંઘર્ષના વખાણ કરનાર લોકોનો તેણે આભાર વ્યક્ત કર્યો છે. લોકો તેની ધીરજ અને મહેનતના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો | UPSC : અમદાવાદના સરદારધામમાંથી આઠ પાટીદાર યુવકોએ યુપીએસસીનું સપનું કર્યું સાકાર

કુણાલ વિરુલકરે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુઅટ કર્યું છે. તેણે તેના બાયોમાં લખ્યું છે – સિવિલ પરીક્ષા પાસ માટે મેન્ટર પણ છે. કુણાલ વિરુલકર સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. તેની પોતાની યુટ્યુબ અને ટેલીગ્રામ ચેનલ પણ છે અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ધરાવે છે.

Web Title: Upsc result 2023 kunal virulkar upsc exam social media post viral know story as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×