scorecardresearch
Premium

UPSC Recruitment 2024: CBIમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામરની પોસ્ટ પર સરકારી નોકરી મેળવવાની શાનદાર તક, અહીં વાંચો બધી માહિતી

UPSC Recruitment 2024 : યુપીએસસીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં સહાયક પ્રોગ્રામરની ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

UPSC Recruitment 2024
યુપીએસસી ભરતી 2024 – photo – Social media

UPSC Recruitment 2024, યુપીએસસી ભરતી : દેશની પ્રતિષ્ઠિત એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે CBIમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. યુપીએસસીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં સહાયક પ્રોગ્રામરની ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

યુપીએસસી ભરતીની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા.

UPSC ભરતી 2024 અંગે મહત્વની માહિતી

સંસ્થાયુનિયન પબ્લિક સર્વિસ કમિશન
વિભાગસેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન
પોસ્ટસહાયક પ્રોગ્રામર
જગ્યા27
અરજી કરવાની છેલ્લી તારીખ28-11-2024
ક્યાં અરજી કરવીhttps://upsc.gov.in/

UPSC ભરતી 2024 પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
UR8
EWS4
OBC9
SC4
ST2
કુલ27

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર પાસે કમ્પ્યુટર એપ્લિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા માસ્ટર ઑફ ટેક્નોલોજી (કોમ્પ્યુટર એપ્લિકેશનમાં વિશેષતા સાથે) અથવા બેચલર ઑફ એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર તકનીકમાં બેચલર ઑફ ટેક્નોલોજીની ડિગ્રી હોવી આવશ્યક છે.

અથવા કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી અથવા કમ્પ્યુટર એપ્લિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી.

વય મર્યાદા

ભરતીમાં અરજી કરનર ઉમેદવારની મહત્તમ ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગમાંથી આવતા ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવી છે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ થયેલા ઉમેદવારોને પે મેટ્રીક્સ સ્કેલ 7 સીપીસીના આધારે પગાર આપવામાં આવશે

અરજી ફી

આ ભરતીમાં અરજી ફોર્મ ભરવાની સાથે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 25 રૂપિયાની અરજી ફી જમા કરવાની રહેશે. ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે. SC, ST, PH અને વિકલાંગ ઉમેદવારો આ ભરતી માટે મફતમાં અરજી કરી શકે છે.

અરજી પ્રક્રિયા

  • આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જવું પડશે.
  • આ પછી તમારે એપ્લાય ઓનલાઈન પર જઈને ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે નવા પેજ પર Apply/Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી ઉમેદવારોએ પ્રથમ નવી નોંધણી લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવવી જોઈએ.
  • નોંધણી પછી ઉમેદવારોએ અન્ય વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.
  • છેલ્લે ઉમેદવારોએ નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરવું જોઈએ.
  • સબમિટ ફોર્મની પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

આ પણ વાંચોઃ- GMDC ભરતી 2024 : ITI થી લઈને એન્જીનિયર ઉમેદવારો માટે નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી

નોટિફિકેશન

યુપીએસસી ભરતીની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, કેવી રીતે અરજી કરવી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવોએ આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

ઉમેદવારોને સૂચન છે કે સીબીઆઈમાં મદદનીશ પ્રોગ્રામરની ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Web Title: Upsc recruitment 2024 great opportunity to get govt jobs on the post of assistant programmer in cbi how to apply all information here ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×