scorecardresearch
Premium

UPSC Notification 2025 : સિવિલ સર્વિસિસ પરીક્ષા 2025 માટે આ દિવસે જાહેર થશે નોટિફિકેશન, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

UPSC Notification 2025 : યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે રજિસ્ટર કરાવવા માટે ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો આવશ્યક છે. આ વર્ષે યુપીએસસી પ્રિલિમ્સ પરીક્ષા 25 મે 2025ના રોજ યોજાશે.

UPSC Notification 2025, UPSC Notification, UPSC
UPSC Notification 2025 : ગત વર્ષના મુકાબલે પંચ આ પરીક્ષાનું જાહેરનામું વહેલું બહાર પાડી રહ્યું છે

UPSC Notification 2025, યુપીએસસી નોટિફિકેશન 2025 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન (સીએસઈ) 2025નું નોટિફિકેશન 22 જાન્યુઆરી 2025 એટલે કે આવતીકાલે જાહેર કરવામાં આવશે. સૂચના જાહેર થતાની સાથે જ તેની અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માંગતા હોય તેઓ આવતીકાલથી કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઇને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી 2025 છે.

આ વર્ષે જલદી જાહેર થઇ રહ્યું છે નોટિફિકેશન

ગત વર્ષના મુકાબલે પંચ આ પરીક્ષાનું જાહેરનામું વહેલું બહાર પાડી રહ્યું છે. 2024માં આ પરીક્ષા માટે ફેબ્રુઆરીમાં નોટિસ જારી કરવામાં આવી હતી. આયોગ દ્વારા જાહેરનામું બહાર પાડવાનો સમય જારી કરવામાં આવ્યો નથી. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવતીકાલે સમયાંતરે આયોગની વેબસાઇટ તપાસે. આ વર્ષે યુપીએસસી પ્રિલિમ્સ પરીક્ષા 25 મે 2025ના રોજ યોજાશે.

અગાઉની ભરતીનો ઇન્ટરવ્યૂ રાઉન્ડ હાલમાં ચાલી રહ્યો છે

યુપીએસસીએ ગયા વર્ષે સિવિલ સર્વિસિસ પરીક્ષા માટે કુલ 1056 અને આઈએફઓએસ માટે 150 ખાલી જગ્યાઓનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. તે નોટિફિકેશનનો ઇન્ટરવ્યૂ રાઉન્ડ હાલ ચાલી રહ્યો છે, જે એપ્રિલમાં પૂરો થશે. પ્રિલિમ્સ આ વર્ષે 25 મેના રોજ યોજાશે. જે ઉમેદવારો તેને પાસ કરે છે તે મેઇન્સ માટે પાત્ર રહેશે. આ વર્ષે સીસીઈ મેઈન્સ પરીક્ષા 22 ઓગસ્ટે યોજાશે. આ પછી મેઇન્સ પાસ થનારા ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે પાત્ર બનશે.

આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટમાં ભરતી, મહિને 80 હજાર રૂપિયા પગાર, કુલ જગ્યા સહિત જાણો બધી જ માહિતી

યુપીએસસી સીસીઇ પરીક્ષા 2025 માટે કોણ અરજી કરી શકે છે?

યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે રજિસ્ટર કરાવવા માટે ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો આવશ્યક છે. આ સિવાય ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ. અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે અલગ-અલગ વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ પરીક્ષા માટે કોણ કેટલી વખત અરજી કરી શકે છે?

યુપીએસસી સીસીઇ પરીક્ષા માટે સામાન્ય વર્ગના ઉમેદવારો 6 પ્રયત્નો માટે પાત્ર છે. જ્યારે ઓબીસી અને પીડબલ્યુબીડી કેટેગરીના ઉમેદવારોને 9 પ્રયત્નો મળે છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટેના પ્રયત્નોની સંખ્યામાં પણ છૂટછાટ છે.

Web Title: Upsc civil services exam 2025 notification updates application process starts on january 22 ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×