UPSC Bharti 2024, સહાયક પ્રોફેસર ભરતી : યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારીઓ કરનારા ઉમેદવારો માટે નવી ભરતી બહાર પડી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સહાયક પ્રોફેસરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. યુપીએસસીના નોટિફિકેશન પ્રમાણે કુલ 17 પોસ્ટ માટે ભરતી થશે. આ પોસ્ટ માટે યુપીએસસીએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ આગામી 16 મે 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સહાયક પ્રોફેસરની ભરતી માટે શૈક્ષણિક લાયકા, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
UPSC Bharti 2024 : સહાયક પ્રોફેસર ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | યુનિયન પબ્લિક સર્વિસ કમિશન |
| પોસ્ટ | સહાયક પ્રોફેસર |
| કૂલ જગ્યા | 17 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 16 મે 2024 |
| ક્યાં અરજી કરવી | https://upsconline.nic.in/ |
UPSC Bharti 2024 : સહાયક પ્રોફેસર ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર કોઈપણ શાખામાં B.Tech સાથે અથવા B.Sc સાથે રિમોટ સેન્સિંગ અથવા જીઓમેટિક્સ અથવા જીઓઈન્ફોર્મેટિક્સમાં માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ભૌતિકશાસ્ત્ર અથવા ગણિત અથવા ભૂગોળ અથવા કૃષિમાં.
કૃષિવિજ્ઞાન અથવા કૃષિ વિષય તરીકે કૃષિવિજ્ઞાન અથવા
કૃષિ રસાયણશાસ્ત્ર અથવા જમીન વિજ્ઞાન અથવા કૃષિ વિસ્તરણ અથવા કૃષિ અર્થશાસ્ત્ર અથવા કૃષિ વનસ્પતિશાસ્ત્ર અથવા વનશાસ્ત્ર અથવા વનસ્પતિશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કૃષિ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.
માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી માઇનિંગ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઑફ ટેક્નોલોજી.
પોસ્ટ વિવિધ શૈક્ષણિક લાયકાત મુજબ, તેથી અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો.
સહાયક પ્રોફેસર ભરતી માટે ઉંમર મર્યાદા
- ઉમેદવારની વય માર્યદા અંગે વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારો માટે 30થી40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
સહાયક પ્રોફેસર ભરતી માટે અરજી ફી
| કેટેગરી | ફીની રકમ |
| સામાન્ય, ઓબીસી | 25 રૂપિયા |
| સ્ત્રી, SC, ST, PWD ઉમેદવારો | 00 |
આ પણ વાંચોઃ- UGC NET Exam Date: યુજીએસ નેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર, જાણો પરીક્ષાની નવી તારીખ
સહાયક પ્રોફેસર ભરતી માટે નોટિફિકેશન
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આપેલું નોટિફિકેશન વાંચવું.
UPSC Bharti 2024 છ: કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રસ ધરાવતા અરજદારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.