UGVCL Recruitment 2024, UGVCL bharti, Notification : સરકારી નોકરી માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઉત્તર ગુજરાત વિજ કંપની લિ. (UGVCL) દ્વારા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ એકાઉન્ટ્સ (ST)માટે ભરતી બહાર પાડી છે. નોટિફિકેશન પ્રમાણે યુડીવીસી 8 પોસ્ટ પર ભરતી કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 22 જાન્યુઆરી 2024 પહેલા ઓનલાઇન અરજી કરી શકે છે.
યુજીવીસીએલ ભરતી 2024માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વિજ કંપની લિ.માં ભરતી, મહત્વની માહિતી
| સંસ્થા | ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) |
| પોસ્ટ | ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ એકાઉન્ટ્સ (ST) |
| ખાલી જગ્યાઓ | 08 |
| વય મર્યાદા | વધુમાં વધુ 40 વર્ષ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 22-01-2024 |
UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વિજ કંપની લિ.માં ભરતી, શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર CA / CMA / ICWA / M.Com / MBA (ફાઇનાન્સ) માં ન્યૂનતમ 55% ધરાવતા હોવા જોઈએ.આ ઉપરાંત ઉમેદવાર પાસે સારી સંકલન કુશળતા હોવી જોઈએ. – એકાઉન્ટિંગ પદ્ધતિઓનું જ્ઞાન. – સરકાર સાથે સંપર્ક સત્તાવાળાઓ. – અંગ્રેજીમાં સારી કમાન્ડ. – કોમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન હોવું જોઈએ.
અનુભવ: પોસ્ટ માટે જરૂરી ન્યૂનતમ લાયકાત પ્રાપ્ત કર્યા પછી ઓછામાં ઓછો 02 વર્ષનો સંબંધિત અનુભવ હોવો જોઈએ.
UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વિજ કંપની લિ.માં ભરતી, ઉંમર મર્યાદા
ઉત્તર ગુજરાત વિજ કંપની લિ. (UGVCL) દ્વારા બહાર પાડેલી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ એકાઉન્ટ્સ (ST)માટે ભરતી માટે ઉમેદવારોની ઉંમર વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. જોકે, મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે.
UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વિજ કંપની લિ.માં ભરતી, અરજી ફી
- અરજી ફી રૂ.250.00. રાખવામાં આવી છે
- ઉમેદવારે ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ / નેટ બેન્કિંગ દ્વારા એપ્લિકેશન ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.
- બેંક ચાર્જ ઉમેદવારે ઉઠાવવો પડશે.
- એકવાર ચૂકવવામાં આવેલી અરજી ફી કોઈપણ સંજોગોમાં રિફંડ કરવામાં આવશે નહીં અથવા પછીની કોઈપણ ભરતી પ્રક્રિયામાં સમાયોજીત કરવામાં આવશે નહીં.
- ચુકવણીની અન્ય કોઈ રીત એટલે કે, ડિમાન્ડ ડ્રાફ્ટ, મની ઓર્ડર, પોસ્ટલ ઓર્ડર, ચેક વગેરે સ્વીકાર્ય નથી.
UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વિજ કંપની લિ.માં ભરતી, નોટિફિકેશન
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, વય છૂટછાટ જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચી લેવું.
UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વિજ કંપની લિ.માં ભરતી, કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.
UGVCL Recruitment 2024: ઉત્તર ગુજરાત વિજ કંપની લિ.માં ભરતી, છેલ્લી તારીખ કઈ છે?
- અરજી કરવાની શરુઆતની તારીખ 02-01-2024
- અરજી કરવાની છેલ્લી તારીખ 22-01-2024
- ફી ભરવાની છેલ્લી તારીખ 24-01-2024