scorecardresearch
Premium

GPSC Recruitment 2023 | જીપીએસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે દિવ્યાંગોને અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

GPSC Recruitment 2023 notification date and online application : કોર્ડ ઓફ કમિશન દ્વારા દિવ્યાંગો માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી હતી. નવા નોટિફિકેશન પ્રમાણે દિવ્યાંગો 10-8-2023ના રાત્રે 12 વાગ્યા સુધીમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

Today Vacancy, GPSC Recruitment 2023, GPSC bharti 2023, DySO recruitmen
GPSC Recruitment નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર ભરતી

GPSC Recruitment 2023, deputy section officer and deputy mamlatdar, last date, online application : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1, વર્ગ 2 અને વર્ગ 3ની બમ્પર ભરતી બહાર પાડી હતી. જે અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ માલતદારની કુલ 127 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. જોકે સામાન્ય ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જોકે, કોર્ડ ઓફ કમિશન દ્વારા દિવ્યાંગો માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી હતી. નવા નોટિફિકેશન પ્રમાણે દિવ્યાંગો આજે 10-8-2023 રાત્રે 12 વાગ્યા સુધીમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામનાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર
નાયબ સેક્શન અધિકારી120
નાયબ મામલતદાર07
અરજી કરવાની છેલ્લી તારીખ10 ઓગસ્ટ 2023 (રાત્રે 11.59 વાગ્યા સુધી)
પગારરૂ.1,26,600 સુધી
નોંધદિવ્યાંગ ઉમેદવારો માટે છે
વયમર્યાદા35 વર્ષથી વધારે નહીં

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી અંગે લંબાયેલી તારીખ અંગેનું નોટિફિકેશન

પ્રસ્તુ જાહેરાતમાં નામદાર કોર્ટ ઓફ કમિશન (દિવ્યાંગ વ્યક્તિઓ માટેના) ગુજરાત રાજ્યના 31-7-2023ના હુકમ અન્વયે સામાન્ય વહીવટ વિભાગ 1-8-2023ના ઠરાવથી દિવ્યાંગ વ્યક્તિઓ માટેની locomoto Disabilityમાં spinal deformity spinal lnjuryનો સમાવેશ કરવામાં આવશે. પ્રસ્તુ જાહેરાત માત્ર દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે જ છે. તેઓ હવે 10 ઓગસ્ટ 2023ના રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન અરજીઓ કરી શકશે.

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી અંગે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ નોંધ

  • Spinal Deformity (SD) અને Spinal Inury (SI) પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવી અન્ય ઉમેદવારોએ અરજી કરવી નહીં.
  • ઉપર્યુક્ત ઉમેદવારો માટે જાહેરાતની અન્ય તમામ જોગવાઈઓ 15 જુલાઈ 2023ના રોજ પ્રસિદ્ધ કરાયેલા મૂળ જાહેરાત મુજબ યથાવત રહેશે. જેની સંબંધિત ઉમેદાવરો નોંધ લેવી.

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે પગાર ધોરણ

પસંદ કરાયેલા ઉમેદવારોને પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી 39,900થી 1,26,600 રૂપિયા પે મેટ્રીક્સના લેવલ-7ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મળાપાત્ર થશે.

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ. જે ઉમેદવાર હાજર થયો હોય અથવા હાજર થવાનો ઇરાદો ધરાવતો હોય અથવા અંતિમ પરિણામની રાહ જોતો હોય જરૂરી લાયકાતનું સેમેસ્ટર/વર્ષ, અરજી કરી શકે છે, પરંતુ ઉમેદવારે લાયકાત મેળવવી પડશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં જાહેરાત મુજબ જરૂરી લાયકાત સબમિટ કરવાની રહેશે.

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે વયમર્યાદા

ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી અર્થાત 31 જુલાઈ 2023ના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને 35 વર્ષ સામાન્ય વહિવટ વિભાગના 29-9-2022ના જાહેરનામા ક્રમાંક NO/GS/11/2022/CRR/11/2021/450900/G.5 થતાં આયોગના હુકમ અતર્ગત 36 વર્ષ પુર્ણ કરેલ ન હોવા જોઈએ. ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખનાં રોજ ગણવામાં આવશે.

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે કોણ અરજી કરી શકશે?

ભારતનો નાગરિક અથવા નેપાળનો પ્રજાજન અથવા ભૂતાનનો પ્રજાજન અરજી કરી શકશે. તિબેટનો નિર્વાસિત જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી 1 જાન્યુઆરી 1962 પહેલાં ભારતમાં આવેલા હોવા જોઈએ અથવા મૂળ ભારતીય વ્યક્તિ કે જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો, સંયુક્ત પ્રજાસત્તાક તાંઝાનિયા ઝાંબિયા, મલાવી, ઝૈર, ઇથોપિયા અથવા વિયેટનામથી સ્થળાંતર કરીને આવેલા હોવા જોઈએ.

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

જાહેરાત સંદર્બમાં આયોગ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે 15 જુલાઈ 2023 બપોર 1 વાગ્યાથી 31 જુલાઈ 2023 વાગ્યા સુધી રાત્રીના 11.59 વાગ્યા સુધીમાં https://gpsc-ojas.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે વેબસાઇટ ઉપર દર્શાવ્યા પ્રમાણે એક પછી એક સ્ટેપ અનુસરવાના રહેશે.

GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે અરજી ફી ભરવી

રસધરાવતા ઉમેદવારોએ રૂ.100 અરજી ફી ભરવાની રહેશે. ઉમેદવારો અરજી ફી ભરવા માટે ઓનલાઇન અને પોસ્ટ ઓફિસમાં ભરી શકે છે.

Web Title: Today vacancy gpsc recruitment 2023 deputy section officer and deputy mamlatdar post bharti last date for divyang candidate ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×