scorecardresearch
Premium

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી, ઉમેદવારોએ અરજી કરતી વખતે ખાસ શું શું ધ્યાન રાખવું?

GPSC Recruitment 2023, class 1, class 2, 388 post bharti, last date, notification, last date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી સેક્શન અધિકારી તેમજ વિવિધ 388 જગ્યાઓ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

GPSC Recruitment 2023, GPSC Recruitment 2023 notificaiton, GPSC bharti 2023
જીપીએસસી ભરતી, ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

GPSC Recruitment 2023, last date, notification, online apply : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન અધિકારી તેમજ વિવિધ 388 જગ્યાઓ નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલી વિવિધ 388 જગ્યાઓની ભરતી માટે કેલાક મહત્વના મુદ્દાઓ છે જે ઉમેદવારોએ ચોક્કસ જાણવા જોઈએ. ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ઉમેદવારો માટે મહત્વની સૂચના

  • આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરાવનો આયોગને અબાધિત અધિકારી રહેશે.
  • ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઇને પ્રાથમિક કસોટી ઓએમઆર- સીબીઆરટી માધ્યમથી લેવાશે. શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. ચોક્કસ પ્રકારની શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે જાહેરાતની જોગવાઈ, જગ્યામાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો ધ્યાને લેવા.
  • ફિઝિસીસ્ટ (પેરામેડિકલ) વર્ગ-2, સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2, આસીસન્ટન્ટ ડાયરેક્ટર-રીજીયોન ફાયર ઓફિસર વર્ગ-1માં પ્રાથમિક કસોટીમાં 300 ગુણાંથી જે ગુણ મેળવેલા હશે. તેના 50 ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા ગુણના 50 ટકા ગણતરી કરીને કુલ ગુણના આધારે પસંદગી કરવામાં આવશે. એટલે કે પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ 300 અને 100 માંથી મેળવેલા ગુણનું 50-50 ટકા વેઇટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીના 100 ગુણના 100 પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા 200 ગુણના 200 પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે. (સદરહુ જાહેરાતોમાં પ્રાથમિક કસોટીમાં 15 ટકાથી ઓછા ગુણ મેળવશે તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.)
  • ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ), નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી), જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), નાયબ નિયામક (વિકસતી જાતિ), મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), સેક્શન અધિકારી (સચિવાલય), સેક્શન અધિકારી (વિધાનસભા), જિલ્લા નિરીક્ષક જમીન દફતર, નગરપાલિકા મુખ્ય અધિકારી, સરકારી શ્રમ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.), રાજ્ય વેરા અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીની ભરતી માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલી લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલી જોગવાઈઓ સંતોષવા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે 15 ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.
  • નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2, અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3, અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC), લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC), સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3ની જગ્યાઓએ પસંદગી પામેલા ઉમેદવારો ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિ.ના કર્મચારી ગણઆશે. તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહીં. સદરહુ જગ્યાઓ માટે સંબંધિત નિગમના ભરતી નિયમો અને અન્ય તમા નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે છે.
  • બધી જાહેરાતો માટે પસંદગી યાદી મેરીટના આધારે આખરી કરવામાં આવશે. આખરી પરિણામ વખતે જ ઉમેદવારે મેળવેલ આખરી ગુણ જાહેર કરાવમાં આવશે.

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નોટિફિકેશન

ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે નીચે આપેલું જીપીએસસીનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટમામલતદાર, ટીડીઓ, રાજ્ય વેરા નિરક્ષક વગેરે…
જગ્યાઓ388
શૈક્ષણિક લાયકાતવિવિદ પોસ્ટ માટે વિવિધ લાયકાત
અરજીનો મોડઓનલાઇન
અરજી કરવાની તારીખ24 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ8 સ્ટેમ્બર 2023
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, જગ્યાઓ અંગે વિગતે માહિતી

પોસ્ટનું નામખાલી જગ્યા
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 203
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 206
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 102
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ)05
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)26
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ02
નાયબ નિયામક (વિકસતી જાતિ)01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)98
સેક્શન અધિકારી (સચિવાલય)25
સેક્શન અધિકારી (વિધાનસભા)02
જિલ્લા નિરીક્ષક જમીન દફતર08
નગરપાલિકા મુખ્ય અધિકારી04
સરકારી શ્રમ અધિકારી28
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)04
રાજ્ય વેરા અધિકારી67
મામલતદાર12
તાલુકા વિકાસ અધિકારી11
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC)01
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC)10
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC)27
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC)44
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC)02

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ઉમેદવારોએ અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો

  • ઉમેદવારે કોઈપણ જાહેરાત સંબંધે એક જ અરજી કરવી
  • ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઇન અરજી કરવી. ઓનલાઇન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે
  • અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહીં અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર સિવાયનો ફોટો કે સહી હશે તો અન્ય કોઈ પુરાવા માન્ય ગણઆશે નહીં અને ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
  • ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી સમય સુધી Editable છે કન્ફર્મ થયેલી અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલી માહિતીમાં ક્ષતિ થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો તે https://gpsc-ojas.gujarat.gov.in ના “Online Application” મેનુંમાં “Edit” વિકલ્પમાં જઇને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી દિવસ અને સમય સુધીમાં કોઇપણ વિગત સુધારી શકાશે. જે બાબતે નવી અરજી કરવી નહીં. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલી અરજીપતકમાં કોઈ સુધારો વધારા થઇ શકશે નહીં.
  • આ ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલી અરજીપત્રકની નકલ અવશ્ય ડાઉનલોડ કરી સેવ કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો ફોટો અને સહીંની ચકાસણી કરી લેવી.
  • એક કરતા વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલું અરજી પત્રક માન્ય રાખવામાં આવશે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલા ફી સાથેના અરજીપત્રકને માન્ય રાખવામાં આવશે.
  • રૂબરૂ મુલાકાતને પાત્ર થયેલા કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકાત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.
    -ઉમરના પુરાવા માટે એસએસસીઈ સર્ટિફિકેટ જ રજૂ કરવું અન્ય કોઇપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ- ક- પરિશિષ્ટ-4 (ગુજરાતી) જ કરવું. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદારો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મુજબનું અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગમાં રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે.
  • બિન અનામત વર્ગના ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ 9-9-2023 સુધીમાં જે તે પોસ્ટ ઓફિસમાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઇન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રના 11.59 વાગ્યા સુધી ભરી શકશે.

Web Title: Today vacancy gpsc recruitment 2023 388 posts bharti what should the candidates be aware of ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×