scorecardresearch
Premium

આજનો ઇતિહાસ 7 જાન્યુઆરી: મહાયાન નવું વર્ષ ક્યાં ધર્મનો તહેવાર છે, કેમ ઉજવાય છે?

Today history 7 January : આજે 7 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે મહાયાન નવું વર્ષ છે. આઝાદીની લડાઇમાં ભાગ લેનાર અને સુખ-સમૃદ્ધિનો ત્યાગ કરીને ગાંધીજીની સાદગીને અપનાવનાર જાનકી દેવી બજાજનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Mahayana New Year | Todaay history | 7 January | Baudh
ભગવાન બુદ્ધ (Photo – Freepik)

Today history 7 January : આજે તારીખ 7 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ગાંધીજીના સમર્થક અને બજાજ ગ્રૂપના સ્થાપક જમનાલાલ બજાજના પત્ની જાનકી દેવી બજાજની જન્મજયંતિ છે. તેમણે સુખ-સમૃદ્ધિ અને વૈભવી જીવનનો ત્યાગ કરીને સાદગી અપનાવી હતી. ગાંધીજી ઉપરાંત આચાર્ય વિનોદા ભાવે સાથે પણ સારા સંબંધો હતા. ઉપરાંત આજના દિવસે હિન્દી ફિલ્મોના કલાકારો – બિપાશા બાસુ, ઇરફાન ખાન, સુપ્રિયા પાઠક, રીના રોયનો પણ બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

7 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ઓનલાઇન પેમેન્ટને ઝડપી અને સુરક્ષિત બનાવવા માટે વજ્ર પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આ પ્લેટફોર્મ બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે.
  • ઈરાનની સંસદે તમામ અમેરિકી સૈનિકોને આતંકવાદી જાહેર કરતું બિલ પસાર કર્યું છે.
  • રવિન્દ્ર નાથ મહતો સર્વસંમતિથી ઝારખંડ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા.
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખાયેલ પુસ્તક ‘કર્મયોદ્ધા ગ્રંથ’નું વિમોચન કર્યું.
  • કેન્દ્ર સરકારે અનેક મીડિયા હાઉસને પ્રથમ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન’થી સમ્માનિત કર્યા. આ સન્માનનો હેતુ યોગનો સંદેશ ફેલાવવામાં મીડિયાના યોગદાનને રેખાંકિત કરવાનો છે.
  • 2015 – બે બંદૂકધારીઓએ પેરિસમાં ‘ચાર્લી એબ્દો’ મેગેઝિનની ઓફિસ પર હુમલો કર્યો, 12 લોકો માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા.
  • યમનની રાજધાની સનામાં પોલીસ કોલેજની બહાર કાર બોમ્બ વિસ્ફોટમાં 38 લોકોના મોત અને 63થી વધુ લોકો ઘાયલ થયા છે.
  • 2010 – જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ઐતિહાસિક લાલ ચોક ખાતે હોટલમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે લગભગ 22 કલાક અથડામણ ચાલી, બે આતંકવાદીઓ માર્યા ગયા.

આ પણ વાંચો | 6 જાન્યુઆરીનો ઇતિહાસ: વિશ્વ યુદ્ધ અનાથ દિવસ કેમ ઉજવાય છે? દુનિયામાં દરરોજ કેટલા બાળક અનાથ થાય છે?

  • 2009- IT કંપની સત્યમના ચેરમેન રામલેંગમ રાજુએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
  • 2008 –
  • રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે વિનોદ રાયને કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ તરીકેના શપથ લેવડાવ્યા હતા. ભારત અને મલેશિયા વાયુસેનાના પાઇલટ્સ અને યુદ્ધ જહાજના કર્મચારીઓની તાલીમ સહિત સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સંમત થયા હતા.
  • જ્યોર્જિયામાં નેઇલ મિખાઈ સાકાશવિલી દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા.
  • 2003- જાપાને વિકાસ કાર્યમાં મદદ કરવા માટે ભારતને 90 કરોડ ડોલરની મદદની જાહેરાત કરી.
  • 2000 – જકાર્તા (ઇન્ડોનેશિયા)માં 10 હજાર મુસ્લિમોએ મોલુકાસ ટાપુઓમાં ખ્રિસ્તીઓ સામે જેહાદની ઘોષણા કરી.
  • 1999 – યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટનની સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ.
  • 1989 – જાપાનના સમ્રાટ હિરોહિતોનું અવસાન થતાં અકિહિતોને નવા સમ્રાટ જાહેર કરવામાં આવ્યા.
  • 1987 – કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં ત્રણસો વિકેટ પૂરી કરી.
  • 1980 – ઈન્દિરા ગાંધીએ જંગી બહુમતી સાથે ફરી સત્તા હાંસલ કરી.
  • 1972 – સ્પેનના ઇબિઝા પ્રદેશમાં પ્લેન ક્રેશમાં ક્રૂના છ સભ્યો સહિત 108 મુસાફરો મૃત્યુ પામ્યા હતા.
  • 1959 – યુનાઇટેડ સ્ટેટ્સે ક્યુબામાં ફિડલ કાસ્ટ્રોની નવી સરકારને માન્યતા આપી.
  • 1953 – અમેરિકાના પ્રમુખ હેરી ટ્રુમેને હાઇડ્રોજન બોમ્બ બનાવવાની જાહેરાત કરી.
  • 1929 – મધર ટેરેસા કલકત્તા પહોંચ્યા અને ગરીબ અને બીમાર લોકો માટે તબીબી કામગીરી શરૂ કરી.
  • 1859 – સિપાહી વિદ્રોહમાં સામેલ થવા બદલ મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર (દ્વિતીય) વિરુદ્ધ સામે કાર્યવાહી શરૂ થઈ.
  • 1789 – અમેરિકાની જનતાએ જ્યોર્જ વોશિંગ્ટનને દેશના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટવા માટે મતદાન કર્યું.
  • 1761 – અફઘાન શાસક અહમદ શાહ અબ્દાલીએ પાણીપતની ત્રીજી લડાઈમાં મરાઠાઓને હરાવ્યા.

આ પણ વાંચો | 5 જાન્યુઆરીનો ઇતિહાસ: પ્રેમનું પ્રતિક તાજમહેલ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો જન્મદિન

મહાયાન નવું વર્ષ (Mahayana New Year)

મહાયાન નવું વર્ષ (Mahayana New Year) એ વિશ્વના વિવિધ દેશોમાં બૌદ્ધો દ્વારા ઉજવવામાં આવતી રજા છે. મહાયાન શબ્દનો અંગ્રેજીમાં અર્થ થાય છે મહાન વહાન. તે એક શબ્દ છે જેનો ઉપયોગ બૌદ્ધ ધર્મની શાખામાં અમુક બૌદ્ધ પ્રથાઓ અને ફિલસૂફીનું વર્ણન કરવા માટે થાય છે. બૌદ્ધ ધર્મની બીજી શાખા થરવાડા છે, અને તે મહાયાન બૌદ્ધ ધર્મથી મૂળભૂત રીતે અલગ છે. મહાયાન બૌદ્ધ ધર્મ સામાન્ય રીતે ઉત્તરપૂર્વ એશિયામાં, ખાસ કરીને ચીન, તિબેટ, તાઇવાન, જાપાન, કોરિયા અને મંગોલિયામાં પ્રચલિત છે. જ્યાં તેનું અનુકરણ થતુ હતુ ત્યાં તેમણે કેટલીક સ્થાનિક પરંપરાઓને તેમના રિવાજોમાં સમાવી લીધી હતી. મહાયાન ન્યુ યર પર લોકો દેવતાઓ, ખાસ કરીને બુદ્ધની પૂજા કરવામાં આવે છે. નવા વર્ષના દિવસે બૌદ્ધ લોકો મીણબત્તી પ્રગટાવવા મંદિરમાં જાય છે અને નવું વર્ષ સુખ-શાંતિમય વિતે તેવી પ્રાર્થના કરે છે.

આ પણ વાંચોઃ 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ

7 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • કૃષ્ણન શશિકિરણ (1981) – ભારતના પ્રખ્યાત ચેસની રમતના ખેલાડી.
  • બિપાશા બાસુ (1979) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી
  • ઈરફાન ખાન (1967) – ભારતીય હિન્દી સિનેમા અને ટેલિવિઝનના પ્રખ્યાત અભિનેતા હતા.
  • સુપ્રિયા પાઠક (1961) – ભારતીય ફિલ્મોની કલાકાર
  • રીના રોય (1957) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી
  • મમતા શંકર (1955) – ભારતીય ફિલ્મ અભિનેત્રી.
  • શાંતા સિન્હા (1950) – આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બાળ મજૂર વિરોધી ભારતીય કાર્યકર.
  • શોભા દે (1947) – ભારતની પ્રખ્યાત લેખિકા
  • શશિકલા કાકોડકર (1935) – ગોવાના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.
  • સુરેશ ચંદ્ર ગુપ્તા (1934) – ભારતીય વૈજ્ઞાનિક હતા.
  • ઉબેદ સિદ્દીકી (1932) – ભારતીય રાષ્ટ્રીય સંશોધન પ્રોફેસર અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના સ્થાપક-નિર્દેશક.
  • પિયરે રામપાલ (1922) – ફ્રેન્ચ વાંસળી વાદક.
  • આર. કે. બીજાપુરે (1917) – એક ભારતીય શાસ્ત્રીય વાદ્યવાદક હતા.
  • જ્યોર્જ અબ્રાહમ ગ્રિયરસન (1851) – પ્રખ્યાત ઇતિહાસકાર, અંગ્રેજી લેખક અને તપાસકર્તા.
  • જાનકી દેવી બજાજ (1893) – ગાંધીવાદી જીવનશૈલીના કટ્ટર સમર્થક હતા.

આજ પણ વાંચો | આજનો ઇતિહાસ 3 જાન્યુઆરી: ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા કોણ છે? ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે કેમ ઉજવાય છે?

જાનકીદેવી બજાજ

જાનકી દેવી બજાજનો જન્મ 7 જાન્યુઆરી, 1893ના રોજ મધ્યપ્રદેશના જરૌરા ખાતે એક સંપન્ન વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ ગાંધીવાદી જીવનશૈલીના કટ્ટર સમર્થક હતા. તેમજ ભારતના અગ્રણી કોર્પોરેટ ગ્રૂપ બજાજ ગ્રૂપના સ્થાપક જમનાલાલ બજાજના પત્ની હતા. તેમણે કુટીર ઉદ્યોગ દ્વારા ગ્રામીણ વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિયપણે ભાગ લેનાર સ્વ-સહાયક મહિલા હતા. તેમના વ્યક્તિત્વમાં વિરોધાભાસ હતો. જ્યાં જાનકી દેવી બજાજ સેવાભાવી, કરકસર કરનાર અને કઠોર મનના હતા, તો બીજી તરફ તે ખૂબ જ દયાળુ પણ હતા. જાનકી દેવી બજાજના જીવનભરની કામગીરીને સમ્માનિત કરવા માટે, ભારત સરકાર દ્વારા તેમને 1956માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક શિક્ષણના થોડાક વર્ષો બાદ જ ઘરની જવાબદારીઓ તેમના કોમળ ખંભાઓ પર આવી ગઈ. માત્ર આઠ વર્ષની નાની ઉંમરે, તેમના લગ્ન સમૃદ્ધ બજાજ પરિવારમાં જમનાલાલ બજાજ સાથે થયા હતા. લગ્ન પછી, તેમણે 1902માં જરૌરા છોડીને તેમના પતિ જમનાલાલ બજાજ સાથે મહારાષ્ટ્રના વર્ધા આવવું પડ્યું. જમનાલાલ બજાજ ગાંધીજીથી બહુ પ્રભાવિત હતા અને તેમણે તેમના જીવનમાં ગાંધીજી સાદગી અપનાવી હતી.

આ પણ વાંચોઃ 2 જાન્યુઆરી ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારનો સ્થાપનાદિન

જાનકી દેવીએ પણ સ્વેચ્છાએ પતિના પગલે ચાલીને સાદગી અપનાવી અને તેની શરૂઆત સોનાના ઘરેણાઓના દાનથી કરી હતી. જાનકી દેવીને લખેલા પત્રમાં જમનાલાલએ ગાંધીજીના જાહેર સંદેશનો સામાન્ય જનતાને ઉલ્લેખ કર્યો હતો. તે સમયે તે 24 વર્ષની હતી. સંત વિનોબા ભાવે બજાજ પરિવારના આધ્યાત્મિક ગુરુ હતા. આચાર્ય વિનોબા ભાવે જાનકી દેવીની બાળક સમાન નિશ્ચલતાથી એટલા પ્રભાવિત થયા કે તેઓ તેમના નાના ભાઈ બની ગયા.

જાનકીદેવી બજાજે સામાજીક, શિક્ષણ, અસ્પૃશ્યતા નિવારણ, સાક્ષરતાના ક્ષેત્રે ઘણુ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે.
ભારતમાં પહેલીવાર, 17 જુલાઈ, 1928 ના ઐતિહાસિક દિવસે, જાનકી દેવી તેમના પતિ અને હરિજનો સાથે વર્ધામાં લક્ષ્મીનારાયણ મંદિર પહોંચ્યા અને દરેક માટે મંદિરના દરવાજા ખોલ્યા. આવા વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા જાનકીદેવી બજાજનું 21 મે, 1979ના રોજ નિધન થયુ હતુ.

આ પણ વાંચો : 1 જાન્યુઆરીનો ઇતિહાસ: ઔરંગઝેબ સામે શરણાગતિ ન સ્વીકારનાર ક્રાતિવીર ગોકુલ સિંહ જાટનો શહીદદિન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • બલદેવ વંશી (2018) – સમકાલીન કવિ અને લેખક હતા.
  • મારિયો સોરેસ (2017) – પોર્ટુગલના ભૂતપૂર્વ પ્રમુખ
  • મુફ્તી મોહમ્મદ સઈદ (2016) – ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના ભૂતપૂર્વ નવમા મુખ્યમંત્રી હતા.
  • બિમલ રાય (1966) – હિન્દી ફિલ્મોના મહાન ફિલ્મ નિર્દેશક.

આ પણ વાંચો | 31 ડિસેમ્બરનો ઇતિહાસ ભારતને ગુલામ બનાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપના દિન

Web Title: Today history 7 january janki devi bajaj bipasha basu irrfan khan birthday know important events

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×