scorecardresearch
Premium

આજનો ઇતિહાસ 6 જાન્યુઆરી: વિશ્વ યુદ્ધ અનાથ દિવસ કેમ ઉજવાય છે? દુનિયામાં દરરોજ કેટલા બાળક અનાથ થાય છે?

Today history 6 January : આજે 6 જાન્યુઆરી, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today History | 6 January | World Day Of War Orphans | Orphans | 6 January History
વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) દર વર્ષે 6 જાન્યુઆરીએ ઉજવાય છે

Today history 6 January : આજે તારીખ 6 જાન્યુઆરી, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ છે અને ઈન્દિરા ગાંધીની હત્યાના દોષિત સતવંત સિંહ અને કેહર સિંહ બંનેને ફાંસી આપવામાં આવી. ઇતિહાસની તવારીખમાં નજર કરીયે તો અંધ વ્યક્તિઓના અક્ષરદાતા કહેવાતા લુઇ બ્રેઇલની પુણ્યતિથિ છે, તેમનું 6 જાન્યુઆરી 1852ના રોજ નિધન થયુ હતુ. તો ખિલજી વંશના શાસક અલાઉદ્દીન ખિલજી અને હિન્દી ફિલ્મોના કલાકાર ઓમ પુરીનો પણ આજના દિવસ જ અવસાન થયુ હતુ. તે ઉપરાંત આજે ઓસ્કર પુરસ્કાર વિજેતા જાણીતા સંગીતકાર એ.આર. રહેમાન. ક્રિકેટર કપિલ દેવ અને રંગમંચના પ્રસિદ્ધ કલાકાર વિજય તેંદુલકરનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

6 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2012 – સીરિયાની રાજધાની દમાસ્કસમાં આત્મઘાતી હુમલામાં 26 લોકોના મોત, 63 ઘાયલ થયા હતા.
  • 2008 – અમેરિકાના પશ્ચિમ કિનારે ચક્રવાતે તબાહી મચાવી છે.
  • 2007 – ઉત્તર પ્રદેશની હિન્દી સંસ્થા દ્વારા સાહિત્યના ક્ષેત્રમાં આપવામાં આવતા વાર્ષિક પુરસ્કારો હેઠળ વર્ષ 2007 માટે ભારત ભારતી સન્માન કેદારનાથ સિંહને આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
  • 2003 – રશિયાએ સંયુક્ત રાષ્ટ્રની પરવાનગી વગર જ ઇરાક સામે લશ્કરી કાર્યવાહી કરવા પર અમેરિકાને ચેતવણી આપી.
  • 2002 – ભારતે સરહદમાં ઘૂસીને પાકિસ્તાનનું જાસૂસી વિમાન તોડી પાડ્યું
  • સાર્ક સંમેલનનું સમાપન થયું, કાઠમંડુ ઘોષણાપત્રમાં આતંકવાદને ખતમ કરવા પર ભાર
  • ભારતની રાજકીય સફળતા – બ્રિટનના વડા પ્રધાન ટોની બ્લેર અને ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની વાતચીત બાદ દિલ્હીમાં થયેલી સમજૂતી પર હસ્તાક્ષર થયા.

આ પણ વાંચો | 5 જાન્યુઆરીનો ઇતિહાસ: પ્રેમનું પ્રતિક તાજમહેલ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો જન્મદિન

  • બાંગ્લાદેશના ચલણમાંથી શેખ મુજીબનું ચિત્ર હટાવવામાં આવ્યું, અમેરિકામાં વધુ એક વિમાન બિલ્ડિંગ સાથે અથડાયું.
  • 1989 – ઈન્દિરા ગાંધીની હત્યારા સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસી આપવામાં આવી.
વર્ષ 1989માં 6 જાન્યુઆરીના રોજ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરનાર હત્યારા સુરક્ષાકર્મી સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસી આપવામાં આવી હતી. અ બંને વ્યક્તિઓ ઇન્દિરા ગાંધીના અંગરક્ષક હતા. તેમણે 31 ઓક્ટોબ, 1984ના રોજ ઇન્દિરા ગાંધીની દિલ્હી સ્થિત તેમના જ નિવાસસ્થાન ગોળી મારી હતી. આ ઘટનાના પાંચ વર્ષ બાદ 6 જાન્યુઆરી 1989ના રોજ તિહારી જેલમાં સવારે 6 વાગે બંને હત્યારાઓને ફાંસી આપવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીની હત્યાના ષડયંત્રમાં સુરક્ષાક્રમી બિઅંત સિંહ પણ સામેલ હતા જો કે સામે વળતા જવાબમાં અન્ય સુરક્ષાકર્મીએ બિઅંત સિંહ પર ગોળીબાર કરતા ત્યાં જ તેનું મોત થયુ હતુ. સતવંત સિંહે તેની પાસે રહેલી ઓટોમેટિક કાર્બાઇન ગનમાંથી 30 ગોળી ઇન્દિરા ગાંધી પર છોડી હતી.
  • 1983 – આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રથમવાર પરાજય થયો.
  • 1980 – ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ પાર્ટીને સાતમી લોકસભા ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મળી.
  • 1976 – ચીને લોપ નોર વિસ્તારમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1950 – બ્રિટને ચીનની સામ્યવાદી સરકારને માન્યતા આપી.
  • 1947 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ ભારતના ભાગલાનો સ્વીકાર કર્યો.
  • 1929 – ભારતમાં ઉપેક્ષિત અને ગરીબ લોકોની સેવા કરવા માટે મધર ટેરેસા કલકત્તા (હવે કોલકાતા) પરત ફર્યા.
  • 1664 – છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર હુમલો કર્યો.

આ પણ વાંચોઃ 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ

વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans)

વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) દર વર્ષે 6 જાન્યુઆરીએ ઉજવાય છે. વિશ્વ યુદ્ધ અનાથ દિવસ પર અનાથ બાળકો દ્વારા સહન કરવામાં આવતા આઘાત વિશે જાગૃતિ લાવવા હેતુ ઘણા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. યુદ્ધ – સંઘર્ષને કારણે તેમના માતાપિતા ગુમાવનારા બાળકોની દુર્દશા વિશે જાગૃતિ લાવવા હેતુસર 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ યુદ્ધ અનાથ દિવસની શરૂઆત ફ્રેન્ચ સંસ્થા SOS Enfants en Detresses દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય સંઘર્ષથી પ્રભાવિત બાળકોને મદદ કરવાનો હતો. આ એક માનવ સામાજિક આપત્તિ છે અને કમનસીબે આ સમસ્યા વધી રહી છે. તેમજ આ દિવસની ઉજવણીનો હેતુ યુદ્ધગ્રસ્ત વિસ્તારોના અનાથ અને યુવાનોને ઉત્થાન અને સશક્તિકરણ કરવાનો છે. આ દિવસની ઉજવણી કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે યુદ્ધ કેવી રીતે અનાથને અસર કરી શકે છે તે વિશે પોતાને શિક્ષિત કરવું. યુનિસેફના પ્રાથમિક અંદાજ અનુસાર યુદ્ધ, કુદરતી આફતો, ગરીબી, રોગ, કલંક અને તબીબી કારણોસર દુનિયાભરમાં દરરોજ અંદાજે 5700 બાળકો અનાથ બને છે. વિશ્વમાં સૌથી વધુ અનાથ બાળક વાળા દેશોમાં ભારત, ચીન અને નાઈજીરિયા ટોચ પર છે, જેનું મુખ્ય કારણ તેમની વધુ વસ્તી અને ગરીબી, રોગ અને સંઘર્ષ જેવા પડકારો છે.

આ પણ વાંચોઃ 2 જાન્યુઆરી ‘ભારત રત્ન’ અને ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કારનો સ્થાપનાદિન

6 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • કિશન શ્રીકાંત (1996) – ફિલ્મ નિર્દેશક, અભિનેતા
  • મધુ કોડા (1971) – ભારતના ઝારખંડ રાજ્યના ભૂતપૂર્વ પાંચમા મુખ્યમંત્રી.
  • એ.આર. રહેમાન (1966) – ઓસ્કર પુરસ્કાર વિજેતા ભારતીય સંગીતકાર
  • જયરામ ઠાકુર (1965) – રાજકારણી અને હિમાચલ પ્રદેશના 13મા મુખ્યમંત્રી.
  • કપિલ દેવ (1959) – ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન.
  • આમીર રઝા હુસૈન (1957) – ભારતના થિયેટર અભિનેતા અને દિગ્દર્શક.
  • રવિ નાઈક (1951) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • બાના સિંહ (1949) – ભારતીય સેનાના સુબેદાર પરમવીર ચક્રથી સન્માનિત.
  • ગુલાબ કોઠારી (1949) – ભારતીય પત્રકાર, લેખક અને ‘રાજસ્થાન પત્રિકા’ના મુખ્ય સંપાદક.
  • નરેન્દ્ર કોહલી (1940) – પ્રખ્યાત લેખક.
  • કમલેશ્વર (1932) – હિન્દીના પ્રખ્યાત સાહિત્યકાર
  • વિજય તેંડુલકર (1928) – ભારતીય નાટ્યકાર અને થિયેટર કાર્યકર.
  • ભરત વ્યાસ (1918) – બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર
  • એડવર્ડ ગિરેક (1913) – પોલેન્ડના પ્રથમ સચિવ હતા.
  • જી. એન. બાલાસુબ્રમણ્યમ (1910) – ભારતીય કર્ણાટક સંગીતકાર
  • ખલીલ જિબ્રાન (1883) – વિશ્વના શ્રેષ્ઠ વિચારક અને મહાન કવિ તરીકે ખ્યાતિ મેળવનાર મહાન ફિલસૂફ.

આ પણ વાંચો : 1 જાન્યુઆરીનો ઇતિહાસ: ઔરંગઝેબ સામે શરણાગતિ ન સ્વીકારનાર ક્રાતિવીર ગોકુલ સિંહ જાટનો શહીદદિન

6 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મિનાતી મિશ્રા (2020) – ઓડિસીની પ્રખ્યાત ભારતીય નૃત્યાંગના હતા.
  • ઓમ પુરી (2017) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા.
  • ગુલામ મોહમ્મદ શાહ (2009) – જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ આઠમા મુખ્યમંત્રી હતા.
  • પ્રમોદ કરણ સેઠી (2008) – પ્રખ્યાત ભારતીય ડૉક્ટર.
  • જયદેવ (1987) – ભારતીય સંગીતકાર અને બાળ અભિનેતા.
  • પી.સી. સરકાર (1971) – ભારતના પ્રખ્યાત જાદુગર હતા.
  • અનિલ બરન રાય (1952) – બંગાળના પ્રખ્યાત સમાજવાદી કાર્યકર હતા.
  • ભારતેન્દુ હરિશ્ચંદ્ર (1885) – આધુનિક હિન્દી સાહિત્યના પ્રવર્તક, જેમણે હરિશ્ચંદ્ર મેગેઝિન, કવિવચન સુધા જેવું સામયિક બહાર પાડ્યું અને અંધેરનગરી અને ભારત દુર્દશા વગેરે જેવા ઘણા નાટકો લખ્યા.
  • લુઈ બ્રેઈલ (1852) – અંધ લોકો માટે બ્રેઈલ લિપિ વિકાસવનાર પ્રખ્યાત વ્યક્તિ
  • ત્યાગરાજા (1847) – કર્ણાટક સંગીતના પ્રખ્યાત કવિ અને સંગીતકાર.
  • અલાઉદ્દીન ખિલજી (1316) – ખિલજી વંશના શાસક સુલતાન.

આ પણ વાંચો | 31 ડિસેમ્બરનો ઇતિહાસ ભારતને ગુલામ બનાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપના દિન

Web Title: Today history 6 january india former pm indira gandhi killers hanged know today important events

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×