Today History 3 December: આજે 3 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વિકલાંદ દિવસ છે, જે વિશ્વ દિવ્યાંગ દિવસ પણ કહેવાય છે. વર્ષ 1983થી દર વર્ષે આજની તારીખે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ શારીરિક ખોડખાપણ ધરાવતા વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો છે. આજે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને ભારતના મહાન સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝની જન્મજયંતિ છે. આજે ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજનો બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
3 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2012 – ફિલિપાઈન્સમાં ચક્રવાત ‘ભૂફા’ના કારણે ઓછામાં ઓછા 475 લોકોના મોત થયા.
- 2008 – મુંબઈમાં 23 નવેમ્બરની આતંકવાદી ઘટના પછી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે તેમના પદ પરથી રાજીનામું આપ્યું.
- 2004 – પોર્ટુગલની સુપ્રીમ કોર્ટમાં મોનિકાની અરજી ફગાવી દેવામાં આવી. ઈરાકમાં પોલીસ સ્ટેશન પર હુમલામાં 30 લોકો માર્યા ગયા. ભારત અને પાકિસ્તાન 40 વર્ષ પછી મુનાબાવ અને ખોખરાપાર વચ્ચે રેલ લિંક પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયા છે.
- 2002 – યુએનઇપી એ ભારત સહિત સાત ઉષ્ણકટિબંધીય દેશોમાં જૈવવિવિધતાના અભ્યાસ માટે 2 કરોડ 60 લાખ ડોલર જાહેર કર્યા.
- 2001 – ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં યાસર અરાફાતનું હેલિકોપ્ટર નષ્ટ થયુ.
- 2000 – વિઝિટ ફોક્સ મેક્સિકોના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા, ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને ટેસ્ટ મેચમાં હરાવ્યું અને સતત 12 ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો.
- 1999 – વિશ્વ વિખ્યાત ગિટારવાદક ચાર્લી લી બર્ડનું અવસાન, ચેચન્યા ગેરીલાઓએ 250 રશિયન સૈનિકોને મારી નાખ્યા.
- 1994 – તાઈવાનમાં પ્રથમ મફત સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ.
- 1989 – રશિયન પ્રમુખ મિખાઇલ ગોર્બાચેવ અને યુએસ પ્રમુખ જ્યોર્જ બુશે શીત યુદ્ધના અંતની જાહેરાત કરી.
- 1984 – ભોપાલમાં યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થવાને કારણે ઓછામાં ઓછા 3000 લોકો મૃત્યુ પામ્યા અને હજારો લોકો શારીરિક ખોડનો ભોગ બન્યા.
- 1975 – લાઓસ પ્રજાસત્તાક જાહેર.
- 1971- ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બાદ દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
- 1967 – ભારતનું પ્રથમ રોકેટ (રોહિણી RH 75) થુમ્બાથી લોન્ચ કરવામાં આવ્યું.
- ઇન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોને નજરકેદ કરવામાં આવ્યા હતા.
- 1959 – ભારત અને નેપાળે ગંડક સિંચાઈ અને પાવર પ્રોજેક્ટ પર કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 1948 – પૂર્વ ચીન સાગરમાં ચીની શરણાર્થીઓનું લઇ જઇ રહેલા જહાજ કિઆંગ્યામાં વિસ્ફોટ થતાં 1,100 લોકો મૃત્યુ પામ્યા.
- 1912 – તુર્કીએ, બલ્ગેરિયા, સર્બિયા, ગ્રીસ અને મોન્ટેગોએ શસ્ત્રવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 1910 – ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ ક્લાઉડેલ દ્વારા વિકસિત વિશ્વનો પ્રથમ નિયોન લેમ્પ, પેરિસ મોટર શોમાં પ્રથમ વખત દર્શાવવામાં આવ્યો હતો.
- 1828 – એન્ડ્રુ જેક્સન યુનાઇટેડ સ્ટેટ્સના સાતમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 1824 – અંગ્રેજોએ મદ્રાસ અને મુંબઈથી કુમુક મંગાવ્યા અને પછી કિત્તુર કિલ્લાને ઘેરી લીધો.
- 1796 – બાજી રાવ બીજાને મરાઠા સામ્રાજ્યના પેશવા બનાવવામાં આવ્યા. તેઓ મરાઠા સામ્રાજ્યના છેલ્લા પેશ્વા હતા.
- 1790 – લોર્ડ કાર્નવોલિસે મુશીર્દાબાદના નવાબ પાસેથી ફોજદારી કેસોમાં ન્યાયની સત્તા છીનવી લીધી અને સદર નિઝામત કોર્ટને કોલકાતામાં સ્થાનાંતરિત કરી.
આ પણ વાંચો | 2 ડિસેમ્બરનો ઇતિહાસ : ભોપાલ ગેસ દુર્ઘટનામાં કેટલા મોત થયા હતા? દુનિયાની સૌથી મોટી ઔદ્યોગિક પ્રદૂષણ આપત્તિ કઇ છે?
વિશ્વ વિકલાંગ દિવસ (International Day of Disabled Persons)
વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શારીરિક ખોડખાપણ ધરાવતા કે શારીરિક રીતે અસક્ષ વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુકત રાષ્ટ્રસંઘે 3 ડિસેમ્બર 1991થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સાથે મળીને વર્ષ 1983 થી 1992ને આંતરરાષ્ટ્રિય વિકલાંક દિવસ દસક જાહેર કર્યુ હતુ. ભારતમા સંગમ યોજના વિકલાંગ લોકો સંબંધિત છે. ભારતમાં શારીરિક ખોડખાપણ ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગ કહેવામાં આવે છે.
આ પણ વાંચો | 1 ડિસેમ્બરનો ઇતિહાસ: વિશ્વ એઇડ્સ દિવસ – ભારતમાં HIVના દર્દી કેટલા છે? BSFની રચના ક્યારે થઇ હતી?
3 ડિસેમ્બરની જન્મજયંતિ
- મિતાલી રાજ (1982) – ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર.
- અરૂપ બસક (1973) – ભારતની રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટીમના કોચ.
- રમાશંકર યાદવ ‘વિદ્રોહી’ (1957) – જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના લોકપ્રિય કવિ હતા.
- વિનોદ બિહારી વર્મા (1937) – ભારતીય ભાષાશાસ્ત્રી.
- શિવનારાયણ શ્રીવાસ્તવ (1913) – હિન્દી સાહિત્યના અભ્યાસી અને ચિંતનશીલ સર્જક.
- યશપાલ (1903) – પ્રખ્યાત હિન્દી વાર્તાકાર અને નિબંધ લેખક
- ખુદીરામ બોઝ (1889) – સ્વતંત્રતા સેનાની
- રમેશ ચંદ્ર મજુમદાર (1888) – પ્રખ્યાત ભારતીય ઇતિહાસકાર.
- રાજેન્દ્ર પ્રસાદ (1884) – ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
- નંદલાલ બોઝ (1882) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર
આ પણ વાંચો | 30 નવેમ્બરનો ઇતિહાસ : સેન્ટ એન્ડ્રુ ડે કોની યાદમાં ઉજવાય છે? ભારતમાં ઢીંગલીનું સંગ્રહાલય ક્યા ખુલ્યુ હતું?
3 ડિસેમ્બરની પૃણ્યતિથિ
- ધરમપાલ ગુલાટી (2020) – ભારતની અગ્રણી મસાલા કંપની એમડીએચના માલિક હતા.
- દેવ આનંદ (2011) – ફિલ્મ અભિનેતા અને નિર્માતા.
- વિષ્ણુ ડે (1982) – જ્ઞાનપીઠ પુરસ્કાર (1971) થી સન્માનિત બંગાળી સાહિત્યકાર હતા.
- મેજર ધ્યાનચંદ (1979) – ભારતના પ્રખ્યાત હોકી ખેલાડી.
- લાન્સ નાઈક આલ્બર્ટ એક્કા (1971) – પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક.
આ પણ વાંચો | 29 નવેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ, દુનિયાના કેટલા દેશોમાં ચિત્તા જોવા મળે છે?