scorecardresearch
Premium

Today history આજનો ઇતિહાસ 28 ઓગસ્ટ: રેડિયો કોમર્શિયલ ડે, શહીદ કેપ્ટન અર્જુન નય્યરની જન્મજયંતિ

Today history 28 August: આજે 28 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રેડિયો કોમર્શિયલ ડે અને મહાવીર ચક્રથી સમ્માનિત કારગિલ યુદ્ધના શહીદ સૈનિક કેપ્ટન અર્જુન નય્યરની જન્મજયંતિ છે

Today history | 28 august history | arjun nayyar
શહીદ કેપ્ટન અર્જુન નય્યર.

Today history 28 August: આજે 28 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રેડિયો કોમર્શિયલ ડે છ. તેમજ કારગિલ યુદ્ધના શહીદ સૈનિક કેપ્ટન અર્જુન નય્યરની જન્મજયંતિ છે. તેમને ભારત સરકાર તરફથી મરણોત્તર સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મહાવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આજે જયપુરના આમેર કિલ્લાના રાજા જય સિંહનું વર્ષ 1667માં અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

28 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1521 – તુર્કીના સુલતાન સુલેમાન પ્રથમના સૈનિકોએ બેલગ્રેડ પર કબજો કર્યો.
  • 1600 – મુઘલોએ અહેમદનગર પર કબજો કર્યો.
  • 1845 – પ્રખ્યાત મેગેઝિન સાયન્ટિફિક અમેરિકનની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ.
  • 1904 – કલકત્તાથી બેરકપુર સુધી પ્રથમ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું
  • 1914 – પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થયું.
  • 1916 – પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલીએ જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી.
  • 1956 – ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હટાવીને એશેઝ પર કબજો કર્યો.
  • 1972 – જનરલ ઈન્સ્યોરન્સ બિઝનેસ નેશનલાઈઝેશન બિલ પસાર થયું
  • 1984 – સોવિયેત સંઘે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1986 – ભાગ્યશ્રી સાઠે ચેસમાં ગ્રાન્ડમાસ્ટર બનનાર પ્રથમ મહિલા બન્યા.
  • 1990 – ઇરાકે કુવૈતને તેનો 19મો પ્રાંત જાહેર કર્યો.
  • 1996 – ઇંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ અને તેની પત્ની ડાયનાએ ઔપચારિક રીતે છૂટાછેડા લીધા.
  • 1999 – આસામમાં આતંકવાદીઓના જૂથ સાથેની લડાઈમાં મેજર સમીર કોટવાલ શહીદ થયા.
  • 2000 – તાઇવાનના રાષ્ટ્રપતિ ચુન શુઇ બિઆને ચીન સાથે એકીકરણ વિકલ્પની સ્વીકૃતિનો સંકેત આપ્યો, સંયુક્ત રાષ્ટ્રમાં મિલેનિયમ વર્લ્ડ રિલિજિયસ સમિટ શરૂ થઈ.
  • 2001 – ભારત-પાકિસ્તાન સરહદ પર ફાયરિંગ, પાકિસ્તાનના 8 સૈનિકોના મોત.
  • 2006 – વિશ્વની સૌથી મોટી મહિલા મારિયા એસ્ટર ડી. કેપોવિલાનું ઇક્વાડોરમાં અવસાન થયું.
  • 2008 – ભારતીય રિઝર્વ બેંકે 1999 અને 2000ની તમામ નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.
  • વડાપ્રધાન મનમોહન સિંહે બિહારમાં આવેલા પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરી હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મેગેઝિન ફોર્બ્સે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીનો સમાવેશ કર્યો.
  • 2013 – ગુજરાતના વડોદરા શહેરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થવાને કારણે 11 લોકોના મોત થયા હતા.
  • 2017- પી.વી. સિંધુએ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો | 27 ઓગસ્ટનો ઇતિહાસ: રાષ્ટ્રીય પેટ્રોલિયમ દિવસ, સુવર્ણ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબ સ્થાપિત કરાયા

રેડિયો કોમર્શિયલ ડે

રેડિયો કોમર્શિયલ ડે દર વર્ષે 28 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. રેડિયો કોમર્શિયલ ડે 28 ઓગસ્ટ, 1922ના રોજ ન્યુયોર્ક સ્ટેશન, WEAF પર પ્રસારિત થયેલ પ્રથમ રેડિયો કોમર્શિયલની વર્ષગાંઠની ઉજવણી માટે મનાવવામાં આવે છે. પ્રથમ રેડિયો કોમર્શિયલ અમેરિકન એસ્ટેટ એજન્ટ ક્વીન્સબોરો રિયલ્ટી માટે પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને યાદ કરવા તેની ઉજવણી કરાય છે.

આ પણ વાંચો |  26 ઓગસ્ટનો ઇતિહાસ: મહિલા સમાનતા દિવસ, મધર ટેરેસાની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અન્નુ રાની (1992) – કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે બ્રોન્ઝ મેડલ વિજેતા.
  • અનુજ નય્યર (1975) – મરણોત્તર સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મહાવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈન્ય અધિકારી હતા.
  • જગદીશ સિંહ ખેહર (1952) – ભારતના 44મા મુખ્ય ન્યાયાધીશ છે.
  • નરેન્દ્ર ચંદ્ર દેબબર્મા (1942) – ત્રિપુરાના સ્વદેશી પીપલ્સ ફ્રન્ટના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા રેડિયો, અગરતલાના ડિરેક્ટર હતા.
  • રાજેન્દ્ર યાદવ (1929) – પ્રખ્યાત આધુનિક લેખક
  • વિલાયત ખાન (1928) – ભારતના પ્રખ્યાત સિતારવાદક
  • એમ.જી.કે. મેનન (1928) – ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના ભૂતપૂર્વ અધ્યક્ષ.
  • ટી.વી. રાજેશ્વર (1926)- ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમના ભૂતપૂર્વ રાજ્યપાલ.
  • વિજયા દેવી (1922) – ભારતીય રાજકુમારી હતી.
  • આબિદા સુલતાન (1913) – ભોપાલના રિયાસતના રાજકુમારી અને ભારતની પ્રથમ મહિલા પાઇલટ.
  • સરસ્વતી પ્રસાદ (1932) – પ્રખ્યાત લેખક, સુમિત્રાનંદન પંતની માનસ પુત્રી.
  • ફિરાક ગોરખપુરી (1896) – પ્રખ્યાત ઉર્દૂ કવિ.
  • નારાયણ ગુરુ (1855) – ભારતના મહાન સંત અને સમાજ સુધારક હતા.

આ પણ વાંચો |  25 ઓગસ્ટનો ઇતિહાસ : રાષ્ટ્રીય નેત્રદાન સપ્તાહની ઉજવણી, ભારતમાં 1.5 કરોડ લોકો અંધ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • કપિલ દેવ દ્વિવેદી (2011) – વેદ, વેદાંગ, સંસ્કૃત, વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના વિદ્વાન.
  • શંખો ચૌધરી (2006) – ભારતીય શિલ્પકાર.
  • જયસિંહ (1667) – જયપુરના આમેર કિલ્લાના રાજા.

આ પણ વાંચો |  24 ઓગસ્ટનો ઇતિહાસ : કલકત્તાનો સ્થાપના દિન, યુક્રેનનો સ્વતંત્રતા દિવસ અને વિશ્વ ચાકુ દિવસ છે

Web Title: Today history 28 august radio commercials day arjun nayyar as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×