scorecardresearch
Premium

આજનો ઇતિહાસ 24 નવેમ્બર : ભારતના પ્રથમ સ્વતંત્રતા સેનાની કોણ હતા? ચલાવાડા નરસિમ્હા રેડ્ડીને કેમ ફાંસી આપવામાં આવી હતી?

Today History 24 Navember : આજે 24 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ આજે ભારતના પ્રથમ સ્વતંત્રતા સેનાની ચલાવાડા નરસિમ્હા રેડ્ડીની જન્મજયંતી છે.

24 navember | today history | Uyyalawada Narasimha Reddy | India irst Freedom Fighter | India freedom fighter Name
ચલાવાડા નરસિમ્હા રેડ્ડી ભારતના પ્રથમ સ્વતંત્રતા સેના હતા. (Photo – Syeera Narasimha Reddy Facebook )

Today History 24 Navember : આજે 24 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ આજે ભારતના પ્રથમ સ્વતંત્રતા સેનાની ચલાવાડા નરસિમ્હા રેડ્ડીની જન્મજયંતી છે. તેમણે બ્રિટિશોના જુલમોનો વિરોધ કર્યો હતો. રાજદ્રોહના આરોપમાં અંગ્રેજોએ તેમને ફાંસીની રજા આપી હતી. આજે શીખ ધર્મના નવમા ગુરુ તેગ બહાદુર (1675)ની પુણ્યતિથિ છે. વર્ષ 1871માં નેશનલ રાઈફલ એસોસિએશન (NYC)ની રચના થઈ હતી. વર્ષ 1988 પ્રથમ વખત લોકસભા સાંસદ લાલદુહોમાને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

24 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1759 – ઇટાલીમાં માઉન્ટ વેસુવિયસની ટોચ પર જ્વાળામુખી ફાટી નીકળ્યો.
  • 1859 – ચાર્લ્સ ડાર્વિનના ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ’નું પ્રકાશન.
  • 1963 – અમેરિકાના ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જોન એફ કેનેડીના હત્યારા લી હાર્વે ઓસ્વાલ્ડની હત્યા કરવામાં આવી.
  • 1871 – નેશનલ રાઈફલ એસોસિએશન (NYC) ની રચના થઈ.
  • 1926 – પ્રખ્યાત ફિલોસોફર શ્રી અરબિંદોએ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી.
  • 1966 – કોંગોની રાજધાની કિન્શાસામાં પ્રથમ ટીવી સ્ટેશન ખુલ્યું. સ્લોવાકિયાના બ્રાતિસ્લાવા નજીક બલ્ગેરિયન વિમાન ક્રેશ, 82 મુસાફરોના મોત.
  • 1986 – તમિલનાડુ વિધાનસભામાં પ્રથમ વખત ધારાસભ્યોને એક સાથે ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
  • 1988 – પ્રથમ વખત લોકસભા સાંસદ લાલદુહોમાને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા.
  • 1989 – ચેકોસ્લોવાકિયામાં તત્કાલીન સામ્યવાદી પક્ષના સમગ્ર નેતૃત્વએ સામૂહિક રાજીનામું આપીને એક નવા યુગની શરૂઆત કરી.
  • 1992 – ચીનનું ડોમેસ્ટિક પ્લેન ક્રેશ થયું, 141 લોકો મૃત્યુ પામ્યા.
  • 1998 – એમિલ લાહૌદે લેબનોનના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
  • 1999 – ભારતની કુંજુરાની દેવીએ એથેન્સમાં યોજાયેલી વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો.
  • 2001 – નેપાળમાં માઓવાદીઓએ 38 સેના અને પોલીસ કર્મચારીઓની હત્યા કરી.
  • 2006 – પાકિસ્તાન અને ચીને એક મુક્ત વેપાર ક્ષેત્ર સંધિ પર હસ્તાક્ષર કર્યા અને AWACS બનાવવા માટે પણ સંમત થયા.
  • 2007 – પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ આઠ વર્ષના વનવાસ પછી વતન પહોંચ્યા.

આ પણ વાંચો | 23 નવેમ્બરનો ઇતિહાસ : વૃક્ષોમાં પણ જીવ છે તેવું સાબિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા, બંગાળ વિજ્ઞાન સાહિત્યના પિતા કોને કહેવાય છે?

24 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • અંચિતા શિઉલી (2001) – ભારતીય વેઇટલિફ્ટર.
  • મારોતરાવ કન્નમવાર (1963) – મહારાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી હતા.
  • અરુંધતી રોય (1961) – પ્રખ્યાત અંગ્રેજી લેખિકા અને સામાજિક કાર્યકર.
  • ઈયાન બોથમ (1955) – ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન અને હવે કોમેન્ટેટર.
  • અમોલ પાલેકર (1944) – ફિલ્મ અભિનેતા અને નિર્દેશક.
  • સૈયદા અનવરા તૈમૂર (1936) – આસામના પ્રખ્યાત મુસ્લિમ મહિલા રાજકારણી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • મોહમ્મદ શફી કુરેશી (1929) – ભારતના અગ્રણી મુસ્લિમ રાજકારણીઅને બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
  • હીરા લાલ શાસ્ત્રી (1899) – રાજસ્થાનના પ્રથમ મુખ્યમંત્રી.
  • છોટુ રામ (1881) – ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજકારણી હતા.
  • કાવસાજી જમશેદજી પેટીગારા (1877) – ડેપ્યુટી કમિશનર બનનાર પ્રથમ ભારતીય.
  • ચલાવાડા નરસિમ્હા રેડ્ડી (1806) – ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની હતા.

આ પણ વાંચો | 22 નવેમ્બરનો ઇતિહાસ : ભારતના પ્રથમ મહિલા ડોક્ટરનું નામ શું છે? ઝલકારી બાઈ કોણ હતી?

ચલાવાડા નરસિમ્હા રેડ્ડી (Uyyalawada Peddamalla Reddy)

યલાવાડા નરસિમ્હા રેડ્ડી (Uyyalawada Narasimha Reddy)ની આજે જન્મજયંતિ છે. તેઓ બ્રિટિશ રાજની દમન નીતિનો વિરોધ કરનાર ભારતના પ્રથમ સ્વતંત્રતા સેનાની હતી. તેનો જન્મ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં ઉય્યાવડા ખાતે વર્ષ 1806માં 24 નવેમ્બરના રોજ થયો હતો. તેઓ પ્રથમ દેશભક્ત હતા જેમણે બ્રિટિશ શાસન સામે બળવો કર્યો હતો. નરસિમ્હા રેડ્ડીએ વર્ષ 1847માં ખેડૂતો પરના અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને અંગ્રેજો સામે લડ્યા હતા. અલ્લાગડ્ડા વિસ્તારમાંથી કર વસૂલવાની જવાબદારી તેમને તેમના દાદા પાસેથી વારસામાં મળી હતી. ખેડૂતો પર અંગ્રેજોનો અત્યાચાર વધી રહ્યો હતો. નરસિમ્હા રેડ્ડી આ જુલમ અને અત્યાચારો સામે ઉભા થયા હતા.

અંગ્રેજોએ નરસિમ્હા રેડ્ડી પર હત્યા અને રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. સોમવાર, 22 ફેબ્રુઆરી 1847ના રોજ સવારે 7 વાગ્યે જુરેટી બેંક, કોઈલકુંતલા, જિલ્લા કુર્નૂલ ખાતે નરસિમ્હા રેડ્ડીને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો | 21 નવેમ્બરનો ઇતિહાસ : આજે વિશ્વ ટેલિવિઝ દિવસ છે; પ્રથમ ફોનોગ્રાફ કોણે બનાવ્યો હતો, ભારતના પ્રથમ રોકેટનું નામ શું હતું?

24 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

ગુરુ તેગ બહાદુર (1675) – શીખ ધર્મના નવમા ગુરુ.
કાલ્બે સાદિક (2020) – ઉત્તર પ્રદેશમાં ‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ’ના ઉપપ્રમુખ અને શિયા ધાર્મિક નેતા હતા.
કૈલાશ ચંદ્ર જોશી (2019) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા.
ઉમા દેવી ખત્રી (2003) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત હાસ્ય કલાકાર.

આ પણ વાંચો | 20 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ બાળ દિવસ; ભારતના ક્યા દોડવીરને ફ્લાઈંગ શીખ કહેવામાં આવે છે?

Web Title: Today history 24 navember uyyalawada narasimha reddy first freedom fighter of india guru tegh bahadur as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×