scorecardresearch
Premium

આજનો ઇતિહાસ 23 નવેમ્બર : વૃક્ષોમાં પણ જીવ છે તેવું સાબિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા, બંગાળ વિજ્ઞાન સાહિત્યના પિતા કોને કહેવાય છે?

Today History 23 Navember : આજે 23 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ આજે ભારતના મહાન વૈજ્ઞાનિક ભૌતિકશાસ્ત્ર જગદીશ ચંદ્ર બોઝની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

23 navember | today history | Jagdish Chandra Bose | Bengali Science Fiction Father
જગદીશ ચંદ્ર બોઝ ભારતના મહાન ભૌતિકશાસ્ત્ર અને વૈજ્ઞાનિક હતા. (Express Photo)

Today History 23 Navember : આજે 23 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ આજે ભારતના મહાન વૈજ્ઞાનિક ભૌતિકશાસ્ત્ર જગદીશ ચંદ્ર બોઝની પૃણ્યતિથિ છે. તેઓ ભારતના બ્રિટિશરાજ વખતના મહાન વૈત્રાનિક હતા. તેમણે કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેડિયોવેવ અને માઇક્રોવેવ ઓપ્ટિક્સ, રેકોર્ડર વગેરેની શોધ કરી વનસ્પતિમાં માનવીની માફક સંવેદના હોય છે તે સાબિત કરી સમગ્ર દુનિયાને આશ્ચર્ય સર્જયું હતુ. તેમને બંગાળી વિજ્ઞાન સાહિત્યના જનક કહેવામાં આવે છે. વર્ષ 1983માં ભારતમાં પ્રથમ વખત કોમનવેલ્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતુ. આજે આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબા (1926) અને હિન્દી ફિલ્મ અભિનેત્રી પ્લેબેક સિંગર ગીતા દત્ત (1930)નો બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

23 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1165 – પોપ એલેક્ઝાન્ડર તૃયતી દેશનિકાલ પછી રોમ પરત ફર્યો.
  • 1744 – બ્રિટિશ વડા પ્રધાન જ્હોન કાર્ટરે રાજીનામું આપ્યું.
  • 1890 – ઇટાલીમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ.
  • 1892 – લોમાની કોંગોના યુદ્ધમાં બેલ્જિયમે અરેબિયાને હરાવ્યું.
  • 1904 – સેન્ટ લુઇસ, અમેરિકામાં ત્રીજી ઓલિમ્પિક ગેમ્સનું સમાપન થયું.
  • 1946 – વિયેતનામના હૈફ્યોંગ શહેરમાં ફ્રેન્ચ નૌકાદળના જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી, છ હજાર લોકો મૃત્યુ પામ્યા.
  • 1983 – ભારતમાં પ્રથમ વખત કોમનવેલ્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું.
  • 1984 – લંડનના સૌથી વ્યસ્ત ઓક્સફર્ડ સર્કસ સ્ટેશન પર લાગેલી આગમાં લગભગ એક હજાર લોકો ફસાઇ ગયા હતા.
  • 1996- એક હાઇજેક કરાયેલું ઇથોપિયન વિમાન હિંદ મહાસાગરમાં પડી ગયું હતું કારણ કે તેનું બળતણ સમાપ્ત થઈ ગયું હતું. આ પ્લેનમાં ક્રૂ સહિત કુલ 175 લોકો સવાર હતા, જેમાંથી ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હતા.
  • 1997 – સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા નીરદ સી ચૌધરીએ તેમના જીવનના 100 વર્ષ પૂર્ણ કર્યા.
  • 2002 – નવી દિલ્હીમાં જી-20 બેઠક શરૂ થઈ. નાઈજીરીયામાં પ્રસ્તાવિત મિસ વર્લ્ડ સ્પર્ધાને લંડન શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • 2006 – અમેરિકાએ રશિયન જેટ મેન્યુફેક્ચરિંગ કંપની સુખોઈ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો.
  • 2007 – ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો.
  • 2008- જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં 65% મતદાન થયું હતું.
  • 2009 – ફિલિપાઇન્સમાં 32 મીડિયા વ્યક્તિઓની હત્યા.

આ પણ વાંચો | 22 નવેમ્બરનો ઇતિહાસ : ભારતના પ્રથમ મહિલા ડોક્ટરનું નામ શું છે? ઝલકારી બાઈ કોણ હતી?

23 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • નવકૃષ્ણ ચૌધરી (1901) – ઓરિસ્સાના બીજા મુખ્યમંત્રી હતા.
  • કૃષ્ણ ચંદર (1914) – પ્રખ્યાત હિન્દી અને ઉર્દુ લેખક હતા.
  • સત્ય સાંઈ બાબા (1926) – આધ્યાત્મિક ગુરુ
  • ગીતા દત્ત (1930) – હિન્દી ફિલ્મ અભિનેત્રી અને પ્લેબેક સિંગર
  • નીરદ ચંદ્ર ચૌધરી (1897) – બંગાળી અને અંગ્રેજી ભાષાના લેખક અને વિદ્વાન.

આ પણ વાંચો | 21 નવેમ્બરનો ઇતિહાસ : આજે વિશ્વ ટેલિવિઝ દિવસ છે; પ્રથમ ફોનોગ્રાફ કોણે બનાવ્યો હતો, ભારતના પ્રથમ રોકેટનું નામ શું હતું?

23 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • તરુણ ગોગોઈ (2020) – આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
  • વિશ્વ મોહન બડોલા (2020) – ફિલ્મ અભિનેતા અને ટીવી કલાકાર હતા.
  • સખારામ ગણેશ દેઉસ્કર (1912) – ક્રાંતિકારી લેખક, ઇતિહાસકાર અને પત્રકાર.
  • પ્રકાશવીર શાસ્ત્રી (1977) – સંસદના લોકસભા સભ્ય અને સંસ્કૃત વિદ્વાન તેમજ આર્ય સમાજના નેતા તરીકે પ્રખ્યાત.
  • રામ ઉગ્રહ પાંડે (1971) – મહાવીર ચક્રથી સન્માનિત બહાદુર શહીદ સૈનિક.
  • જગદીશ ચંદ્ર બોઝ (1937) – વૈજ્ઞાનિક
  • રોલ્ડ ડાહલ (1990) – 20મી સદીના પ્રખ્યાત લેખક.

આ પણ વાંચો | 20 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ બાળ દિવસ; ભારતના ક્યા દોડવીરને ફ્લાઈંગ શીખ કહેવામાં આવે છે?

Web Title: Today history 23 navember jagdish chandra bose bengali science fiction father as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×