scorecardresearch
Premium

આજનો ઇતિહાસ 23 ફેબ્રુઆરી : કર્મચારી ભવિષ્ય નિધિ કાયદો બન્યો, ક્રાંતિકારી સરદાર અજીત સિંહનો જન્મદિન

Today History 23 February : આજે 23 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો એમ્પ્લોયઇઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ બન્યો હતો. આજે ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી અને શહીદ ભગત સિંહના કાકા સરદાર અજીત સિંહની જન્મજ્યંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

sardar ajit singh | EPFO | PF Acts | today history | 23 february
ઇપીએફઓની પ્રતિકાત્મક તસ્વીર, ક્રાંતિકારી અજીત સિંહ (Photo – Social Media)

Today History 23 February : આજે તારીખ 23 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો એમ્પ્લોયઇઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ બન્યો હતો. આ કાયદાનો મુખ્ય હેતુ નિવૃત્તિ બાદ કર્મચારીઓને આર્થિક અને સામાજીક સુરક્ષા આપવાનો છે. વર્ષ 2005માં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ ત્રણ દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા.

આજે ભારતના પ્રખ્યાત દેશભક્ત- ક્રાંતિકારી અને શહીદ ભગત સિંહના કાકા સરદાર અજીત સિંહ તેમજ હિન્દી ફિલ્મોની અભિનેત્રી ભાગ્યશ્રીનો જન્મદિન છે.તો વિતેલા સમયની મશહુર અભિનેત્રી મધુબાલાનું વર્ષ 1969માં આજના દિવસે વર્ષ અવસાન થયું હતું. જાણો ઇતિહાસ ની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

23 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1886 – અમેરિકન રસાયણશાસ્ત્રી અને સંશોધક માર્ટિન હેલે એલ્યુમિનિયમની શોધ કરી.
  • 1940 – રશિયન સેનાએ ગ્રીસ નજીકના લાસી ટાપુ પર કબજો કર્યો.
  • 1952 – ભારતમાં કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈનો કાયદો પસાર કરવામાં આવ્યો.
  • 1970 – ગુયાના દેશ પ્રજાસત્તાક બન્યો અને આજના દિવસને ગુયાનાના રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.
  • 2003 – કેનેડાના ડેવિસને વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારીને 1983માં કપિલદેવનો રેકોર્ડ તોડ્યો.
  • 2005- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ ત્રણ દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા.
  • 2006 – ઇરાકમાં જાતીય હિંસામાં 159 લોકોના મોત થયા.
  • 2007 – પાકિસ્તાને શાહીન-2 મિસાઇલનું પરીક્ષણ કર્યું.
  • 2009 – થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એશિયન ગ્રાન્ડ પ્રી આર્ચરી ચેમ્પિયનશિપમાં ભારતીય તીરંદાજોએ ત્રણ સિલ્વર મેડલ જીત્યા.
  • 2010- ભારતના પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસૈનને કતારની નાગરિકતા આપવામાં આવી હતી.

આ પણ વાંચો |  22 ફેબ્રુઆરીનો ઇતિહાસ : કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ અને ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ

23 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ભાગ્યશ્રી (1969) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી
  • કરણ સિંહ (1982) – રાજકીય નેતા.
  • અઝીઝ અંસારી (1983) – ભારતીય/અમેરિકન હાસ્ય કલાકાર
  • બાબા હરદેવ સિંહ (1954) – ભારતના પ્રખ્યાત સંત અને સંત નિરંકારી મિશનના આધ્યાત્મિક ગુરુ હતા.
  • પી.સી. સરકાર (1913 ) – ભારતના પ્રખ્યાત જાદુગર હતા.
  • સરદાર અજીત સિંહ (1881) – ભારતના પ્રખ્યાત દેશભક્ત અને ક્રાંતિકારી હતા. તેઓ શહીદ ભગતસિંહના કાકા હતા.
  • રાધારમણ મિત્ર (1897) – બંગાળી ભાષાના પ્રખ્યાત લેખક હતા.

આ પણ વાંચો | 21 ફેબ્રુઆરીનો ઇતિહાસ : વિશ્વ માતૃભાષા દિવસ, સ્વતંત્રતા સેનાની રાણી ચેન્નમ્માનું અવસાન

23 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • યુજેન ગોટેનબર્ગ (1468) – પ્રિન્ટિંગ મશીનના શોધક.
  • મહેન્દ્રલાલ સરકાર (1904) – એક સમાજ સુધારક અને હોમિયોપેથીને પ્રોત્સાહન આપનાર ડૉક્ટર હતા.
  • વૃંદાવનલાલ વર્મા (1969) – ઐતિહાસિક નવલકથાકાર અને નિબંધકાર
  • મધુબાલા (1969) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી
  • રાજેન્દ્ર નારાયણ સિંહ દેવ (1975) – ઓડિશા રાજ્યના 6મા મુખ્ય પ્રધાન હતા.

આ પણ વાંચો | 20 ફેબ્રુઆરીનો ઇતિહાસ : અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિન, વિશ્વ સામાજીક ન્યાય દિવસ

Web Title: Today history 23 february epf act sardar ajit singh know today important events as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×