Today history 22 August: આજે 22 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે છે. અનાજમાંથી બનતુ દૂધ એ ગાય-ભેંસના દૂધનો એક ઉત્તર વિકલ્પ બની શકે છે. વર્ષ 1639માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તમિલનાડુની રાજધાની ચેન્નાઈની સ્થાપના કરી. વર્ષ 1921માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વિદેશી કપડાની હોળી કરી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.
22 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1320 – ગાઝી મલિકે નસીરુદ્દીન ખુસરોને હરાવ્યો
- 1639 – બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તમિલનાડુની રાજધાની ચેન્નાઈ (તે સમયે મદ્રાસ)ની સ્થાપના કરી.
- 1848 – અમેરિકાએ ન્યૂ મેક્સિકો પર કબજો કર્યો.
- 1849 – ઇતિહાસમાં પ્રથમ હવાઈ હુમલો – ઑસ્ટ્રિયાએ ઇટાલિયન શહેર વેનિસ પર ચાલક વિનાના ફુગ્ગા વડે હુમલો કર્યો.
- 1851 – ઓસ્ટ્રેલિયામાં સોનાની ખાણી મળી આવી.
- 1894 – નેટાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના 22 ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી.
- 1910 – જાપાને પાંચ વર્ષ સુધી કોરિયાનું રક્ષણ કર્યા પછી તેના પર કબજો કર્યો.
- 1914 – બ્રિટિશ અને જર્મન સૈનિકો વચ્ચે પ્રથમ લડાઇ બેલ્જિયમમાં થઇ.
- 1921 – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વિદેશી કપડાની હોળી કરી
- 1978 – કેન્યાના પ્રથમ રાષ્ટ્રપતિ જોમો કેન્યાટ્ટાનું 83 વર્ષની વયે અવસાન થયું.
- 1979 – રાષ્ટ્રપતિ નીલમ સંજીવા રેડ્ડીએ લોકસભા ભંગ કરી
- 2002 – કાઠમંડુમાં સાર્ક વિદેશ મંત્રીઓની કોન્ફરન્સ યોજાઈ, નેપાળમાં હવાઈ દુર્ઘટનામાં 16 લોકો માર્યા ગયા.
- 2007 – ઇજિપ્તના પુરાતત્વવિદોએ પશ્ચિમી રણના સિવા પ્રદેશમાં આશરે 20 લાખ વર્ષ જૂના માનવ પગના નિશાન શોધી કાઢ્યા. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સમારકામના બે સપ્તાહના મિશન પછી સ્પેસ શટલ એન્ડેવર ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતે સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
- 2008 – મધ્યપ્રદેશ સરકારે વનવાસીઓ માટે સામાન્ય વન ગુનાના કેસો અને વળતરની વસૂલાત નાબૂદ કરવાનો નિર્ણય લીધો.
- 2012 – સીરિયાના ગૃહ યુદ્ધમાં 47 લોકો માર્યા ગયા. કેન્યામાં બે આદિવાસી જૂથો વચ્ચેના યુદ્ધમાં 48 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો | 21 ઓગસ્ટનો ઇતિહાસ : વિશ્વ ઉદ્યોગસાહસિક દિવસ, ભારતમાં ભારતની વન્યજીવ સંરક્ષણ કાયદો પસાર થયો
વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે (World Plant Milk Day)
વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે 22 ઓગસ્ટે ઉજવાય છે. પ્લાન્ટ મિલ્ક એ દૂધ – ભેંસના દૂધનો એક ઉત્તમ અને ટકાઉ સ્ત્રોત સાબિત થઇ શકે છે. અનાજ કે છોડમાંથી બનાવવામાં આવતું દૂધ એક ટકાઉ અને હાથવગુ વિકલ્પ બની શકે છે. પ્લાન્ટ મિલ્ક સુરક્ષિત રીતે તમારા શરીરને મુખ્ય પોષક તત્ત્વો અને ખનિજ તત્વો પૂરા પાડે છે. વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે આપણને પ્લાન્ટ મિલ્કના ફાયદાઓ યાદ કરાવે છે. પ્રાણીઓ પર થતા અત્યાચાર અને ક્રૂરતા બંધ કરવા તેમજ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં પ્લાન્ટ મિલ્ક મદદ કરી શકે છે.
પ્લાન્ડ બેઝ્ડ મિલ્ક એ લેક્ટોઝ-મુક્ત છે અને ગાયના દૂધનું શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક ડે ઉજવવાની શરૂઆત વર્ષ 2017માં થઇ હતી. આ દિવસ 2018માં PBN અને ProVeg વચ્ચેનો એક સહયોગી પ્રયાસ હતો, આ ઝુંબેશ વિશ્વભરના લાખો લોકોને ડેરી દૂધમાંથી પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક તરફ ફંટાવવા પ્રોત્સાહિત કરે છે.
આ પણ વાંચો | 20 ઓગસ્ટનો ઇતિહાસ: રાજીવ ગાંધી જન્મજયંતિ – સદભાવના દિવસ; ભારતીય અક્ષય ઉર્જા દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- હરિશંકર પરસાઈ (1924) – સાહિત્યકાર
- ચિરંજીવી (1955) – પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને રાજકારણી
- રેવા પ્રસાદ દ્વિવેદી (1935) – કાશીના મહાન વિદ્વાન હતા.
- આનંદ કુમાર સ્વામી (1877) – ભારતના જાણીતા કલાકાર અને વિચારક.
- ગિરિજાકુમાર માથુર (1919) – પ્રખ્યાત કવિ અને નાટ્યકાર.
- સોંભુ મિત્રા (1915) – ફિલ્મ અને રંગમંચના કલાકાર, દિગ્દર્શક અને નાટ્યકાર હતા.
- ઇલ્યાસ આઝમી (1934) – અગિયારમી લોકસભાના સભ્ય.
આ પણ વાંચો | 19 ઓગસ્ટનો ઇતિહાસ: વિશ્વ ફોટોગ્રાફી દિવસ – એક તસવીર સો શબ્દોની ગરજ સારે છે; વિશ્વ માનવતા દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સૈયદ શાહિદ હકીમ (2021) – ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર હતા.
- ગુરુદાસ કામત (2018) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને પ્રખ્યાત રાજકારણી હતા.
- ઋષંગ કીશિંગ (2017) – મણિપુરના ભૂતપૂર્વ છઠ્ઠા મુખ્ય પ્રધાન હતા.
- યુ. આર. અનંતમૂર્તિ (2014) – જ્ઞાનપીઠ એવોર્ડથી સમ્માનિત કન્નડ ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર, વિવેચક અને શિક્ષણવિદ હતા.
- આર. ગુંડુ રાવ (1993) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
- સૈયદ ફઝલ અલી (1959) – એક ભારતીય ન્યાયાધીશ હતા જેઓ આસામ અને ઓડિશાના રાજ્યપાલ હતા.
- વોરન હેસ્ટિંગ (1818) – બ્રિટિશ રાજમાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ.
આ પણ વાંચો | 18 ઓગસ્ટનો ઇતિહાસ : સુભાષ ચંદ્ર બોઝની પુણ્યતિથિ, અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ