scorecardresearch
Premium

Today history આજનો ઇતિહાસ 20 સપ્ટેમ્બર : રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્થાપના દિવસ; નેશનલ પંચ ડે – જે મારવાનો નહીં પણ પીવાનું હોય છે

Today history 20 September : આજે 20 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્થાપના દિવસ છે, જેને આરપીએફ રાઇઝિંગ દિવસ તરીકે ઉજવાય છે. આજે નેશનલ પંચ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

Today history | 20 september history | RPF Raising day | Railway Protection Force | Indian Railway
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ ભારતીય રેલવેનું સુરક્ષા સૈન્ય દળ છે.

Today history 20 September : આજે 20 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્થાપના દિવસ છે, જેને આરપીએફ રાઇઝિંગ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે નેશનલ પંચ ડે છે. તમને જણાવી દઇયે કે પંચ એક મુક્કો નહીં પણ એક પ્રકારનું પીણું છે. આજે ભારતના આધ્યાત્મિક નેતા શ્રીરામ શર્મા આચાર્ય અને ભારતીય ક્રિકેટર – બોલર રાજીન્દર ગોયલનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

20 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1995 – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાા 50માં અધિવેશનની શરૂઆત.
  • 1999 – રાયસા ગોર્બાચેવનું અવસાન.
  • 2000 – ક્લિન્ટન દંપતી ‘વ્હાઈટ વોટર સ્કેન્ડલ’ના આરોપમાંથી મુક્ત થયા.
  • 2001 – અમેરિકાએ 150 ફાઈટર પ્લેન ખાડી દેશમાં ઉતાર્યા.
  • 2003 – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એક પ્રસ્તાવ પસાર કરી ઇઝરાયેલને યાસિર અરાફાતની સુરક્ષાની સુનિશ્ચિત કરવા જણાવ્યું હતુ.
  • 2004 – ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન.
  • 2006 – બ્રિટનના રોયલ બોટેનિક ગાર્ડન્સના વૈજ્ઞાનિકો 200 વર્ષ જૂના બીજ ઉગાડવામાં સફળ થયા. બહેરીનમાં વિશ્વ કન્નડ કલ્ચર કોન્ફરન્સનું આયોજન. 15 વર્ષ બાદ બ્રસેલ્સમાં ભારત મહોત્સવનું આયોજન ફરી શરૂ થયું.
  • 2007 – ફ્રાન્સની સૌથી વૃદ્ધ મહિલા સિમોન કેપોનનું 113 વર્ષની વયે અવસાન થયું.
  • 2009 – મરાઠી ફિલ્મ ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’ને ઓસ્કાર એવોર્ડ્સની વિદેશી ફિલ્મ શ્રેણીમાં ભારતની એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.
  • 2012- હિન્દી, ભારતની સત્તાવાર ભાષા, વિશ્વની બીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. બહુભાષી ભારતના હિન્દીભાષી રાજ્યોની વસ્તી 46 કરોડથી વધુ છે.

આ પણ વાંચો | 19 સપ્ટેમ્બરનો ઇતિહાસ : અમેરિકાએ પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યુ, જાણો આજની તારીખની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્થાપના દિવસ (RPF Raising day)

આજે રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્થાપના દિવસ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સની સ્થાપના 20 સપ્ટેમ્બર, 1985માં કરવામાં આવી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (Railway Protection Force) એ ભારતના શ્રેષ્ઠ સુરક્ષા દળો પૈકીનું એક છે. તે એક સુરક્ષા દળ છે જે દેશમાં રેલ્વે મુસાફરોની સુરક્ષા, ભારતીય રેલ્વેની મિલકતોની સુરક્ષા અને કોઈપણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે રેલ્વે સુવિધાઓના ઉપયોગ પર દેખરેખ રાખવા માટે જવાબદાર છે. તે એક કેન્દ્રીય સૈન્ય સુરક્ષા દળ છે, જેને પેરા મિલિટરી ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની પાસે ગુનેગારોની ધરપકડ, તપાસ અને કાર્યવાહી કરવાની સત્તા છે. તે ઘણીવાર આરપીએફ તરીકે ઓળખાય છે. આ સુરક્ષા દળ ભારતીય રેલ્વે મંત્રાલય હેઠળ છે.

આ પણ વાંચો | 18 સપ્ટેમ્બરનો ઇતહાસ : આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ કેમ ઉજવાય છે? વિશ્વ વાંસ દિવસનું શું મહત્વ છે? જાણો

નેશનલ પંચ ડે (National Punch Day)

સામાન્ય રીતે પંચનું નામ આવે ત્યારે કોઇ સમિતિ કે હાથનો પંચ એવો મતલબ નીકળે છે. જો કે આ પંચ – મુક્કો મારવાનો નહીં પણ પીવાનો છે. અમે નેશનલ પંચ ડેની વાત કરી રહ્યા છે. દર વર્ષે 20 સપ્ટેમ્બર નેશનલ પંચ ડે ઉજવાય છે. પંચ એ એક પ્રકારનું પીણું છે. પંચ એ વિવિધ પ્રકારના ફળવાળું પીણું છે, જે ફળોના રસ, સોડા અને ક્યારેક આલ્કોહોલિક સ્પિરિટ સહિત વિવિધ ઘટકોને મિશ્ર કરીને બનાવવામાં આવે છે.

આ પણ વાંચો | 17 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે? જાણો તેનું મહત્વ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • નાના સાહેબ પરુલેકર (1897) – મરાઠી પત્રકાર.
  • શ્રીરામ શર્મા આચાર્ય (1911) – ભારતીય આધ્યાત્મિક નેતા.
  • અજિત રામ વર્મા (1921) – પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક હતા.
  • રાજીન્દર ગોયલ (1942) – ભારતીય ક્રિકેટર અને બોલર હતા.
  • મહેશ ભટ્ટ (1948) – હિન્દી ફિલ્મ નિર્માતા નિર્દેશક.
  • એ. નાગેશ્વર રાવ (1924) – તેલુગુ ફિલ્મ અભિનેતા અને ફિલ્મ નિર્માતા.
  • અનુપમ શ્યામ (1957) – એક ભારતીય ફિલ્મ અને ટીવી અભિનેતા હતા.
  • કૈલાશ ચૌધરી (1973) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
  • ફૈઝી (1547) – મધ્યયુગીન ભારતના વિદ્વાન સાહિત્યકાર અને પ્રખ્યાત પર્શિયન કવિ હતા.

આ પણ વાંચો | 16 સપ્ટેમ્બરનો ઇતિહાસ : વિશ્વ ઓઝોન દિવસ કેમ ઉજવાય છે, ધરતીની સુરક્ષા માટે તેનું શું મહત્વ છે? જાણો

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મોહમ્મદ બરકતુલ્લા (1927) – ભારતીય સ્વતંત્રતા સેનાની હતા.
  • નારાયણ ગુરુ (1928) – ભારતના મહાન સંત અને સમાજ સુધારક હતા.
  • એની બેસન્ટ (1933) – ભારતમાં હોમ રૂલ લીગના સ્થાપક.
  • કનકલતા બરુઆ (1942) – ભારતીય મહિલા સ્વતંત્રતા સેનાની.
  • રાજકુમારી (1999) – તમિલ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી સ્વપ્ન સુંદરી. તેમની ફિલ્મ હરિદાસ ચેન્નાઈના થિયેટરોમાં 114 અઠવાડિયા સુધી ચાલી.
  • શકીલા (2017) – હિન્દી સિનેમાની 1950-60ની પ્રખ્યાત અભિનેત્રી હતી.
  • પ્રભા ખેતાન (2009) – પ્રખ્યાત હિન્દી ભાષાના નવલકથાકાર, કવિ, નારીવાદી વિચારક અને સામાજિક કાર્યકર.

આ પણ વાંચો | 15 સપ્ટેમ્બરનો ઇતિહાસ : ભારતમાં દુરદર્શનની શરૂઆત, કોણ છે મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા જેમની યાદમાં એન્જિનિયર્સ દિવસ ઉજવાય છે

Web Title: Today history 20 september rpf raising day railway protection force national punch day as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×