scorecardresearch
Premium

આજનો ઇતિહાસ 15 નવેમ્બર : આજે ઝારખંડ સ્થાપના દિન છે; આદિવાસી ગૌરવ જંયતિ કોની યાદમાં ઉજવાય છે? બિરસા મુંડા કોણ હતા?

Today History 15 Navember : આજે 15 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની જન્મજયંતિ અને આદિવાસી ગૌરવ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

childrens day | 15 navember | birsa munda birthday | Janjatiya Gaurav Divas
ભારતના સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની જન્મજંયતિ 15 નવેમ્બરે ઉજવાય છે, જેને આદિવાસી ગૌરવ તરીકે ઉજવવામાં આવે છે. (Photo – Wikimedia Commons)

Today History 15 Navember : આજે 15 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના સ્વતંત્રતા સેનાની જે આદિવાસી સમુદાયમાંથી આવતા બિરસા મુંડાની જન્મજયંતિ છે. ભારતની આઝાદીની લડાઈમાં આદિવાસી સમુદાયના યોગદાનને યાદ અને સમ્માનિત કરવા હેતુ વર્ષ 2021થી ભારતમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે ઝારખંડ સ્થાપના દિન પણ છે. આજે ભારતના પ્રથમ મહિલા બેરિસ્ટર કોર્નેલિયા સોરાબજી (1866), મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

15 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

1830 – સમાજ સુધારક રાજા રામ મોહન રોય ઈંગ્લેન્ડ જવા રવાના થયા.
1920 – લીગ ઓફ નેશન્સ ની પ્રથમ બેઠક જીનીવામાં યોજાઈ.
1936 – નાઝી જર્મની અને જાપાન વચ્ચે એન્ટિ-કોમિન્ટ્રોન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
1947 – વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન સંયુક્ત રાષ્ટ્રની ખાસ સંસ્થા બની.
1949 – મહાત્મા ગાંધીની હત્યાના દોષિત નાથુરામ ગોડસે અને નારાયણ દત્તાત્રેય આપ્ટેને ફાંસી આપવામાં આવી.
1955 – પોલેન્ડ અને યુગોસ્લાવિયા વચ્ચે વેપાર કરાર થયો.
1961 – સંયુક્ત રાષ્ટ્રએ પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મૂક્યો.
1988 – પી.એલ.ઓ.ના અધ્યક્ષ યાસર અરાફતે પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યું.
1989 – વકાર યુનિસ અને સચિન તેંડુલકરે કરાચી, પાકિસ્તાનમાં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું.
1998 – યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટને એશિયન દેશો ભારત અને પાકિસ્તાનનો તેમનો પ્રવાસ રદ કર્યો.
2000 – ફિજીમાં સત્તાપલટને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું. ઝારખંડ ભારતનું 28મું રાજ્ય બન્યું.
2003 – તુર્કીના ઇસ્તંબુલમાં યહૂદી ધર્મસ્થાન પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 16 લોકોના મોત અને 150 લોકો ઘાયલ થયા.
2004 – ઓસ્ટ્રેલિયાના નામકરણની દ્વિશતાબ્દી વર્ષગાંઠ. અમેરિકાના વિદેશ મંત્રી કોલિન પોવેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
2007 – ચિલીમાં 7.7ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો. એરિયાના-5 રોકેટે બ્રિટન અને બ્રાઝિલના ટેલિકોમ્યુનિકેશન ઉપગ્રહોને અવકાશમાં મૂક્યા.
2008 – ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર વાય વેણુગોપાલ રેડ્ડીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાના સુધારાની તપાસ કરવા માટે રચવામાં આવેલ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. યોગેન્દ્ર મકબલે રાષ્ટ્રીય બહુજન કોંગ્રેસ નામથી નવો પક્ષ બનાવ્યો.
2012 – શી જિનપિંગ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા.

આ પણ વાંચો | 14 નવેમ્બરનો ઇતિહાસ : આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે; બાળ દિવસ કેમ ઉજવાય છે? ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?

આદિવાસી ગૌરવ દિવસ/ જનજાતિ ગૌરવ દિવસ/ બિરસા મુંડા જન્મજયંતિ (Janjatiya Gaurav Divas/ Birsa Munda Birthday)

ભારતમાં આદિવાસી ગૌરવ દિવસ 15 નવેમ્બરના રોજ ઉજવાય છે. ભારતમાં વર્ષ 2021થી આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. ભારતની આઝાદીની લડાઈમાં આદિવાસી સમુદાયનના યોગદાનને યાદ કરવા હેતુ આ દિવસ ઉજવાય છે. ભારતની આઝાદીના 75માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. તેમજ આ તારીખ ભારતના સ્વતંત્રતા સેનાની જે આદિવાસી સમુદાયના હતા બિરસા મુંડાની જન્મજયંતિ પણ છે. આથી આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવા બિરસા મુંડાની જન્મજયંતિ પસંદ કરવામાં આવી છે. આદિવાસી ગૌરવ દિવસ પર ભારતના સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.

આ પણ વાંચો | 13 નવેમ્બરનો ઇતિહાસ : વિશ્વ દયા દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

15 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • જ્યોતિ પ્રકાશ નિરાલા (1986) – અશોક ચક્રથી સન્માનિત ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડના શહીદ
  • સાનિયા મિર્ઝા (1986) – ભારતીય ટેનિસ ખેલાડી.
  • સુમરાઈ ટેટે (1979) – ભારતની મહિલા રાષ્ટ્રીય હોકી ટીમના સભ્ય.
  • પંકજ ચૌધરી (1964) – ભારતની 16મી લોકસભામાં સાંસદ.
  • અશ્વિની કુમાર (પોલીસ અધિકારી) (1950) – સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા.
  • રમેશ ચંદ્ર શાહ (1937) – પ્રખ્યાત હિન્દી નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર અને કુશળ વિવેચક છે.
  • ટી.એસ. મિશ્રા (1922) – આસામ રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
  • એસ. વી. કૃષ્ણમૂર્તિ રાવ (1902) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • બિરસા મુંડા (1875) – ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, આદિવાસી નેતા.
  • કોર્નેલિયા સોરાબજી (1866) – ભારતના પ્રથમ મહિલા બેરિસ્ટર હતા.

આ પણ વાંચો | 12 નવેમ્બરનો ઇતિહાસ : આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ અને રાષ્ટ્રીય પક્ષી દિવસ છે; ભારતના પક્ષી માનવ કોને કહેવાય છે?

15 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • બાબાસાહેબ પુરંદરે (2021) – મરાઠી સાહિત્યકાર, નાટ્યકાર અને ઇતિહાસ લેખક હતા.
  • સૌમિત્ર ચેટર્જી (2020) – પ્રખ્યાત બંગાળી અભિનેતા હતા.
  • કૃપાલુ મહારાજ (2013) – મથુરાના પ્રખ્યાત સંત, જેમણે પ્રખ્યાત ‘પ્રેમ મંદિર’ બનાવ્યું.
  • બંકિમ મુખર્જી (1961) – ભારતમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રથમ સામ્યવાદી નેતા હતા.
  • જયશંકર પ્રસાદ (1937) – હિન્દી સાહિત્યકાર
  • મહાત્મા હંસરાજ (1938) – પ્રસિદ્ધ આર્ય સમાજવાદી નેતા, સમાજ સુધારક અને પંજાબના શિક્ષણશાસ્ત્રી.
  • વિનોબા ભાવે (1982) – સામાજિક કાર્યકર.
  • આરસી પ્રસાદ સિંહ (1996) – ભારતના પ્રખ્યાત કવિ, વાર્તાકાર અને નાટ્યકાર.
  • કમલાબાઈ હોસપેટ (1981) – મહારાષ્ટ્રના પ્રખ્યાત સામાજિક કાર્યકર હતા.
  • કુંવર નારાયણ (2017) – હિન્દી કવિ.

આ પણ વાંચો |  11 નવેમ્બરનો ઇતિહાસ : રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કેમ ઉજવાય છે? ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોન હતા?

Web Title: Today history 15 navember janjatiya gaurav divas jharkhand foundation day birsa munda birthday

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×