scorecardresearch
Premium

આજનો ઇતિહાસ 15 જાન્યુઆરી: ઈન્ડિયન આર્મી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ કોણ હતા

Today history 15 January : આજે 15 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો 76મો આર્મી દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

indian army day | indian army | Today history 15 January | Today History | 15 January history
ઈન્ડિયન આર્મી ડે દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. (Photo – ieGujarati.com)

Today history 15 January : આજે તારીખ 15 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજના દિવસે ભારતીય આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 76મો આર્મી દિવસ છે. મુખ્ય આર્મી ડે પરેડ દિલ્હી કેન્ટોનમેન્ટના કરિઅપ્પા પરેડ મેદાનમાં યોજવામાં આવે છે અને સૈનિકોને વીરતા પુરસ્કારથી સમ્માનિત કરાય છે. આજે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવાતી, હિન્દી ફિલ્મોના અભિનેતા નીલ નીતિન મુકેશનો જન્મ દિવસનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

15 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020ICCએ ભારતીય ક્રિકેટ ટીમ (મર્યાદિત ઓવરના ફોર્મેટ)ના રોહિત શર્માને વર્ષના શ્રેષ્ઠ વનડે ક્રિકેટર તરીકે પસંદ કર્યા છે. વિરાટ કોહલીને ‘ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ધ યર’ માટે પસંદ કરવામાં આવ્યા હતા. રશિયાના વડા પ્રધાન દિમિત્રી મેદવેદેવે તેમની કેબિનેટની સાથે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય હવામાન વિભાગે તેનો 145મો સ્થાપના દિવસ ઉજવ્યો. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
  • IPS અધિકારી આનંદ પ્રકાશ મહેશ્વરીએ વિશ્વના સૌથી મોટા અર્ધલશ્કરી દળ ‘સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ’ના નવા મહાનિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • 2016 – પશ્ચિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં ઓઆગાડોગુની હોટલમાં આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત અને 56 લોકો ઘાયલ થયા હતા.
  • 2013 – સીરિયામાં અલેપ્પો યુનિવર્સિટીમાં રોકેટ હુમલામાં 83 લોકોના મોત થયા હતા અને 150 લોકો ઘાયલ થયા હતા.
  • 2010 – ત્રણ કલાકથી વધારે સમય સુધી ચાલેલું સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ. ભારતમાં તે સવારે 11:06 વાગ્યે શરૂ થયું અને બપોરે 3:05 વાગ્યે સમાપ્ત થયું. તે વલયાકાર સૂર્યગ્રહણ હતું. આ કારણે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ ઉપલા વાતાવરણ અને પૃથ્વીના વાતાવરણ પરની અસરોનો અભ્યાસ કરવા માટે છ રોકેટ લોન્ચ કર્યા.
  • 2009 – દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા તપન સિંહાનું નિધન. સ્લમડોગ મિલિયોનેર ફિલ્મને બાફ્ટા એવોર્ડની શ્રેણીઓમાં નામાંકિત કરવામાં આવી હતી.
  • 2008 – રાજ્ય સંચાલિત ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (ગેઇલ) ના બોર્ડે મહારાષ્ટ્રના દાભોલથી બેંગ્લોર સુધી ગેસ પાઇપલાઇન નાખવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ ‘ગંગા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ’નો શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન મનમોહન સિંહની ચીન મુલાકાત દરમિયાન ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા થઈ હતી. ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીથી 25 કરોડ પ્રકાશ-વર્ષ દૂર આકાશગંગાના જીવન માટે જરૂરી તત્વો શોધી કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો | 14 જાન્યુઆરીનો ઇતિહાસ : મકરસંક્રાતિ કેમ ઉજવાય છે, માઉન્ટેન મેન કોને કહેવામાં આવે છે?

  • 2007 – સદ્દામના સાવકા ભાઈ અને ઈરાકની અદાલતના ભૂતપૂર્વ વડાને ફાંસી આપવામાં આવી.
  • 2006 – બ્રિટિશ હાઈકોર્ટે ક્વાટ્રોચીના બે બેંક ખાતાઓ પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો.
  • 1999 – ‘એની ફ્રેન્ક ઘોષણા’ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ વિશ્વ નેતા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોફી અન્નાન બન્યા, પાકિસ્તાનમાં તમામ નાગરિક વહીવટી કાર્ય સેનામાં સ્થાનાંતરિત થયું.
  • 1998 – ઢાકામાં ત્રણ દિવસની ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સમિટ શરૂ થઈ.
  • 1992 – બલ્ગેરિયાએ બાલ્કન દેશ મેસેડોનિયાને માન્યતા આપી.
  • 1988 – ભારતના ભૂતપૂર્વ બોલર નરેન્દ્ર હિરવાણીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની પ્રથમ ટેસ્ટ મેચમાં 16 વિકેટ લઈને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી.
  • 1986 – સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, કેએમ કરિયપ્પા (નિવૃત્ત)ને ફિલ્ડ માર્શલનું બિરુદ આપવામાં આવ્યું.
  • 1975 – પોર્ટુગલે અંગોલાની સ્વતંત્રતા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1965 – ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સ્થાપના.
  • 1949 – કે.કે. એમ. કરિઅપ્પા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ બન્યા. ત્યારથી 15 જાન્યુઆરીને આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે. 1949માં ફિલ્ડ માર્શલ કે.કે. એમ. કરિયપ્પાએ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હતી.
  • 1934 – બિહારમાં ભયંકર ભૂકંપથી લગભગ 20 હજાર લોકોના મોત થયા.
  • 1918- યશવંત અગરવાડેકર ગોમાંતક દળના ખૂબ જ ઉગ્ર ક્રાંતિકારી હતા.
  • 1784 – એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના.
  • 1759 – લંડનમાં મોન્ટેગ્યુ હાઉસ ખાતે બ્રિટિશ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી.

આ પણ વાંચો | 13 જાન્યુઆરીનો ઇતિહાસ: ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ છે?

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • નીલ નીતિન મુકેશ (1982) – ભારતીય અભિનેતા, જે હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયક નીતિન મુકેશના પુત્ર છે.
  • સરદૂલ સિકંદર (1961) – પંજાબી ભાષાના લોક અને પોપ સંગીત સાથે સંકળાયેલા પ્રખ્યાત ગાયક અને અભિનેતા હતા.
  • ભાનુપ્રિયા (1957) – પ્રખ્યાત અભિનેત્રી.
  • માયાવતી (1956) – ભારતીય રાજકારણી, બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી.
  • સંચામન લિમ્બુ (1947) – સિક્કિમના ભૂતપૂર્વ ચોથા મુખ્ય પ્રધાન હતા.
  • હરપ્રસાદ દાસ (1946) – ઉડિયા ભાષાના પ્રખ્યાત નિબંધકાર, કવિ અને કટારલેખક છે.
  • ચુની ગોસ્વામી (1938) – પ્રખ્યાત ભારતીય ફૂટબોલર હતા.
  • વી.એસ. રમાદેવી (1934) – ભારતના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
  • જગન્નાથ પહાડિયા (1932) – રાજસ્થાનના ભૂતપૂર્વ નવમા મુખ્યમંત્રી.
  • ખાશાબા જાધવ (1926) – હેલસિંકી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ હતા.
  • બાબાસાહેબ ભોસલે (1921) – રાજકારણી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
  • જ્ઞાની ગુરમુખ સિંહ મુસાફિર (1899) – એક ભારતીય રાજકારણી અને પંજાબી ભાષાના પ્રખ્યાત લેખક હતા.
  • સૈફુદ્દીન કિચલુ (1888) – પંજાબના સ્વતંત્રતા સેનાની.
  • અશ્વિની કુમાર દત્ત (1856) – ભારતના પ્રખ્યાત રાજકારણી, સામાજિક કાર્યકર અને દેશભક્ત.

આ પણ વાંચો | 12 જાન્યુઆરીનો ઇતિહાસ : રાષ્ઠ્રીય યુવા દિવસ કોના માનમાં ઉજવાય છે? જાણો

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • 2014 – નામદેવ ધસાલ, મરાઠી કવિ, લેખક અને માનવાધિકાર કાર્યકર્તા હતા.
  • 2012 – હોમાઈ વ્યારાવાલા, ભારતના પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ.
  • 2009 – તપન સિંહા, પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક.
  • 2004 – મોહમ્મદ સલીમ, 16મી લોકસભાના સંસદ સભ્ય હતા.
  • 1998 – ગુલઝારીલાલ નંદા, ભારતના ભૂતપૂર્વ કાર્યકારી વડા પ્રધાન.
  • 1990 – આર. આર. દિવાકર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
  • 1761 – સદાશિવરાવ ભાઉ, ભારતીય ઇતિહાસમાં પ્રખ્યાત મરાઠા વીર હતા.

આ પણ વાંચો | 11 જાન્યુઆરીનો ઇતિહાસ: લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન ક્યા થયુ હતુ? રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ કેમ ઉજવાય છે?

Web Title: Today history 15 january indian army day mayawati neil nitin mukesh birthday know important events as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×