Today history 13 September : આજે 13 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1500મા આજના દિવસે ભારતમાં પ્રથમ યુરોપિયન ફેક્ટરી સ્થાપવામાં આવી હતી. વર્ષ 2000માં ભારતના વિશ્વનાથન આનંદે શેન્યાંગમાં પ્રથમ FIDE ચેસ વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2008માં દિલ્હીમાં ત્રણ સ્થળોએ 30 મિનિટની અંદર ચાર સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા, જેમાં 19 લોકોના મોત થયા હતા. વર્ષ 2009માં ઈસરો – નાસાનું ચંદ્ર પર બરફ શોધવાનું મિશન નિષ્ફળ ગયું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.
13 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1500 – ભારતમાં પ્રથમ યુરોપિયન ફેક્ટરી ખોલવામાં આવી. વર્ષ 1500માં 13 સપ્ટેમ્બરના રોજ, પોર્ટુગીઝ સંશોધક પેડ્રો અલ્વારેસ કેબ્રાલ કેરળના કાલિકટ ખાતે પહોંચ્યા અને એક ફેક્ટરીની સ્થાપના કરી જે ભારતમાં પ્રથમ યુરોપીયન ફેક્ટરી હતી.
- 1791 – ફ્રાન્સના રાજા લુઇસ 14માએ નવું બંધારણ અપનાવ્યું.
- 1882 – એંગ્લો-ઇજિપ્તનું યુદ્ધ: ટેલ અલ કેબીરનું યુદ્ધ લડવામાં આવ્યું.
- 1914 – પ્રથમ વિશ્વ યુદ્ધ : જર્મની અને ફ્રાન્સ વચ્ચે એસ્નેનું યુદ્ધ શરૂ થયું.
- 1922 – પોલેન્ડ સંસદ દ્વારા જિડાયનિયા પોર્ટ કન્સ્ટ્રક્શન એક્ટ પસાર કરવામાં આવ્યો.
- 1923 – સ્પેનમાં લશ્કરી બળવો. મિગેલ ડી પ્રિમો રિવેરાએ સત્તા સંભાળી અને સરમુખત્યારશાહી સરકારની સ્થાપના કરી. ટ્રેડ યુનિયનો પર 10 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
- 1947 – વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 40 લાખ હિંદુઓ અને મુસ્લિમોના પરસ્પર સ્થાનાંતરણનું સૂચન કર્યું.
- 1948- નાયબ વડા પ્રધાન વલ્લભભાઈ પટેલે સૈન્યને હૈદરાબાદમાં પ્રવેશવા અને કાર્યવાહી કરવા અને તેને ભારતીય સંઘ સાથે એકીકૃત કરવાનો આદેશ આપ્યો.
- 1968 – અલ્બાનિયા વોર્સો કરારથી અલગ થયું.
- 2000 – ભારતના વિશ્વનાથન આનંદે શેન્યાંગમાં પ્રથમ FIDE ચેસ વર્લ્ડ કપ જીત્યો.
- 2001- અમેરિકાએ પાકિસ્તાન પર ઓસામા બિન લાદેનને પકડવા દબાણ કર્યું.
- 2002 – ઈઝરાયેલે પેલેસ્ટાઈનના કબજા હેઠળની ગાઝા પટ્ટી પર હુમલો કર્યો.
- 2005 – અમેરિકાએ સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદને સમર્થન આપવા માટેના માપદંડોની જાહેરાત કરી.
- 2006 – IBSA (ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા ત્રિપક્ષીય સંગઠન) ની પ્રથમ સમિટ બ્રાઝિલની રાજધાની બ્રાસીલિયામાં શરૂ થઈ.
- 2007 – નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) ના વૈજ્ઞાનિકોએ ગુરુ કરતા ત્રણ ગણો મોટો ગ્રહ શોધ્યો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન મિખાઇલ ફેડકોવની વિનંતીને સ્વીકારીને કેન્દ્રીય કેબિનેટનું વિસર્જન કર્યું.
- 2008 – દિલ્હીમાં ત્રણ સ્થળોએ 30 મિનિટના અંતરાલમાં એક પછી એક ચાર બોમ્બ વિસ્ફોટ થયા. જેમાં 19 લોકોના મોત થયા છે અને 90 થી વધુ લોકો ઘાયલ થયા છે.
- 2009 – ઈસરો – નાસાનું ચંદ્ર પર બરફ શોધવાનું મિશન નિષ્ફળ ગયું.
- 2013 – તાલિબાન આતંકવાદીઓએ અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં અમેરિકન દુતાવાસ પર હુમલો કર્યો, જેમાં બે અફઘાન નેશનલ પોલીસ સૈનિકો માર્યા ગયા અને 20 લોકો ઘાયલ થયા.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ભારતી પવાર (1978) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- શેન વોર્ન (1969) – ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી હતા.
- રે બોડેન (1909) – અંગ્રેજી ફૂટબોલર.
- રીટા શો (1912) – અમેરિકન અભિનેત્રી.
- મહિમા ચૌધરી (1973) – ભારતીય અભિનેત્રી.
- પ્રભા અત્રે (1932) – ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયિકા.
- નાગેન્દ્ર બાલા (1926) – ભારતના મહિલા ક્રાંતિકારી.
- મેજર રામાસ્વામી પરમેશ્વરન (1946) – પરમવીર ચક્ર પુરસ્કારથી સમ્માનિત ભારતીય સૈનિક.
- એન. કિરણ કુમાર રેડ્ડી (1960) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.
- ભાગવત રાવત (1939) – પ્રખ્યાત કવિ અને નિબંધકાર.
- હેનરી કોટન (1845) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- ભવાની રોય (2021) – ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને મોહન બાગાનના ફૂટબોલર હતા.
- રઘુવંશ પ્રસાદ સિંહ (2020) – બિહારના રાજકારણી.
- રંગનાથ મિશ્રા (2012) – ભારતના ભૂતપૂર્વ 21મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- અંજાન (1997) – ભારતીય હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગીતકાર, કવિ.
- નૂર ઇનાયત ખાન (1944) – ટીપુ સુલતાનના વંશજની રાજકુમારી અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ જાસૂસ.
- જતીન્દ્રનાથ દાસ (1929) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી.
- શ્રીધર પાઠક (1928) – ભારતના પ્રખ્યાત કવિ.