scorecardresearch
Premium

Today history આજનો ઇતિહાસ 12 સપ્ટેમ્બર: રશિયાએ લુના-2 રોકેટ લોન્ચ કર્યુ, દુનિયાનું પ્રથમ ટાઇપરાઇટર વેચાયું

Today history 12 September : આજે 12 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1959માં રશિયાએ ચંદ્ર પર પહોંચવા માટે લુના-2 રોકેટ લોન્ચ કર્યુ હતું

Today history | 12 september history | russia luna 2
રશિયાએ વર્ષ 1959માં ચંદ્ર પર પહોંચવા લુના-2 અવકાશયાન લોન્ચ કર્યુ હતુ. (Express Photo)

Today history 12 September : આજે 12 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1959માં તત્કાલિન સોવિયેત સંઘ રશિયાએ ચંદ્ર પર પહોંચવા માટે લુના-2 રોકેટ લોન્ચ કર્યુ હતું. વર્ષ 1873માં દુનિયાનું પ્રથમ ટાઇપરાઇટર ગ્રાહકોને વેચવામાં આવ્યું હતુ. આજે સ્વતંત્રતા સેનાની અને ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

12 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1217 – ફ્રાન્સના પ્રિન્સ લુઇસ અને ઇંગ્લેન્ડના રાજા હેનરી ત્રીજાએ શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • 1398 – તૈમૂર લેંગ સિંધુ નદીના કિનારે પહોંચ્યો.
  • 1635 – સ્વીડન અને પોલેન્ડે યુદ્ધવિરામ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • 1786 – લોર્ડ કોર્નવોલિસ ગવર્નર જનરલ બન્યા.
  • 1873 – પ્રથમ ટાઇપરાઇટર ગ્રાહકોને વેચવામાં આવ્યું.
  • 1928 – ફ્લોરિડામાં ભયંકર તોફાનને કારણે 6000 લોકો મૃત્યુ પામ્યા.
  • 1944 – અમેરિકન સૈનિકો પ્રથમ વખત જર્મનીમાં પ્રવેશ્યા.
  • 1948 – પાકિસ્તાનના નેતા મોહમ્મદ અલી ઝીણાના મૃત્યુના એક દિવસ પછી, ભારતીય સેનાએ હૈદરાબાદ રાજ્ય સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી.
  • 1959 – તત્કાલીન સોવિયત સંઘ રશિયા એ ચંદ્ર પર પહોંચવા ‘લુના 2’ રોકેટ લોન્ચ કર્યું.
  • 1966 – ભારતીય તરવૈયા મિહિર સેન ડાર્ડેનેલ્સ સ્ટ્રેટને પાર કર્યો.
  • 1968 – અલ્બેનિયાએ વોર્સો કરારથી અલગ થવાની જાહેરાત કરી.
  • 1987 – ઇથોપિયામાં બંધારણ અપનાવવામાં આવ્યું.
  • 1990 – અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, સોવિયેત યુનિયન, પૂર્વ અને પશ્ચિમ જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ જર્મનીને એક કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1991 – સ્પેસ શટલ STS-48નું પ્રક્ષેપણ (ડિસ્કવરી 14).
  • 1997 – 435 મિલિયન માઈલની સફર બાદ ‘માર્સ ગ્લોબલ સર્વેયર’ અવકાશયાન મંગળની ભ્રમણકક્ષામાં પહોંચ્યું, સંયુક્ત રાષ્ટ્રના કાર્યના વાર્ષિક અહેવાલમાં 48 વર્ષમાં પહેલીવાર કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
  • 1998 – કુઆલાલંપુરમાં 16મી કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત થઈ.
  • 2000 – ન્યુયોર્કમાં આંતરરાષ્ટ્રીય આયુર્વેદ પરિષદનો પ્રારંભ; ભારત, ઈરાન અને રશિયા વચ્ચે નોર્થ-વેસ્ટ ઈન્ટરનેશનલ સી રૂટ માટે મહત્વના કરાર પર કરાર.
  • 2001 – અમેરિકાએ આતંકવાદ સામે યુદ્ધ જાહેર કર્યું.
  • 2002 – માઓવાદીઓએ નેપાળમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો, યુએનના સભ્યપદ માટે તાઈવાનના પ્રયાસો નિષ્ફળ.
  • 2004 – ઉત્તર કોરિયાએ તેનો પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.
  • 2006 – અમેરિકાએ F-16 ફાઇટર એરક્રાફ્ટ ડીલમાં પાકિસ્તાનને છૂટછાટ આપવાની જાહેરાત કરી. સીરિયાની રાજધાની દમાસ્કસમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો થયો છે.
  • 2007 – રશિયાએ બિન-પરમાણુ વેક્યૂમ બોમ્બ (ઇકો-ફ્રેન્ડલી બોમ્બ)નું પરીક્ષણ કર્યું.
  • 2008- સહારા ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને તેનો નોન-બેંકિંગ નાણાકીય વ્યવસાય બંધ કર્યો.
  • 2009- ભારતીય મહિલા ટીમ છેલ્લા રાઉન્ડમાં અમેરિકાને 3-1થી હરાવી વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં સાતમા સ્થાને રહી.
  • 2012 – Apple એ iPhone 5 અને iOS 6 લોન્ચ કર્યા.
  • 2015- દસમી વિશ્વ હિન્દી પરિષદ 10 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર 2015 દરમિયાન ભારતમાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં યોજાઈ હતી.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • સત્યેન્દ્ર નારાયણ સિંહ (1917) – ભારતીય રાજકારણી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • ફિરોઝ ગાંધી (1912) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને કોંગ્રેસના નેતા અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પતિ.
  • બલદેવ પ્રસાદ મિશ્રા (1898) – પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર, ન્યાયશાસ્ત્રી અને જાહેર સેવક હતા.

આ પણ વાંચો | 11સપ્ટેમ્બરનો ઇતિહાસ : રાષ્ટ્રીય વન શહીદ દિવસ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલાની 23મી વર્ષગાંઠ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મહંત અવૈદ્યનાથ (2014) – ભારતીય રાજકારણી અને ગોરખનાથ મઠના ભૂતપૂર્વ વડા.
  • નોર્મન બોરલોગ (2009) – નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન કૃષિ વૈજ્ઞાનિક.
  • હિતેન્દ્ર દેસાઈ (1993) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી.
  • રંજન (1983 ) – પ્રખ્યાત ભારતીય અભિનેતા, ગાયક, પત્રકાર અને લેખક.
  • રંગેયા રાઘવ (1962) – કલાકાર
  • ચંદ્રધર શર્મા ગુલેરી (1922) – પ્રખ્યાત સાહિત્યકાર
  • જયકિશન (1971) – પ્રખ્યાત સંગીતકાર (શંકર જયકિશન)

Web Title: Today history 12 september russia luna 2 launch moon mission as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×