Today history 11 october : આજે 11 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ છે. બાળકીઓ અને યુવતીઓના અધિકારીનું રક્ષણ અને જાગૃતિ ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાય છે. આજે બોલીવુડના શહેનશાહ અને બીગ બી તરીકે પ્રખ્યાત ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચનનો બર્થડે છે. તેમજ લોકનાયક તરીકે જાણીતા સ્વતંત્રતા સેનાની જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ છે. વર્ષ 1932માં ન્યુયોર્કમાં રાજકીય અભિયાન માટે પહેલીવાર પ્રસારણ કરવામાં આવ્યું હતું. વર્ષ 1737માં કલકત્તામાં સૌથી ખતરનાક ચક્રવાત વાવાઝોડું ત્રાટક્યું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
11 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1737 – કલકત્તામાં સૌથી ખતરનાક ચક્રવાત વાવાઝોડું ત્રાટક્યું.
- 1869 – અમેરિકન સંશોધનકર્તા થોમસ એડિસને તેની પ્રથમ શોધના પેટન્ટ માટે અરજી કરી. આ ઈલેક્ટ્રીક મશીનનો ઉપયોગ મત ગણતરી માટે કરવામાં આવ્યો હતો.
- 1881 – અમેરિકન શોધક ડેવિડ હેન્ડરસન હ્યુસ્ટને કેમેરાની પ્રથમ રોલ ફિલ્મ પેટન્ટ કરી.
- 1932 – ન્યુ યોર્કમાં રાજકીય અભિયાન માટે પહેલીવાર પ્રસારણ કરવામાં આવ્યું હતું.
- 1939 – યુએસ પ્રમુખ રૂઝવેલ્ટે આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પત્ર લખીને અમેરિકાના પરમાણુ કાર્યક્રમને ઝડપથી વિકસાવવા વિનંતી કરી.
- 1968 – અમેરિકાના પ્રથમ માનવસહિત એપોલો મિશન ‘એપોલો 7’નું પ્રક્ષેપણ પ્રથમ વખત ભ્રમણકક્ષામાંથી પ્રસારિત થયું.
- 1984 – અમેરિકન અવકાશ વૈજ્ઞાનિક કેથરીન ડી. સુલિવાન અવકાશમાં ચાલનારી પ્રથમ મહિલા અવકાશયાત્રી બની. તે સ્પેસ શટલ ચેલેન્જરમાં સવાર હતી.
- 1994 – યુએસમાં કોલોરાડો સુપ્રીમ કોર્ટે રાજ્યમાં ગે વિરોધી અધિકારોને ગેરબંધારણીય જાહેર કર્યા.
- 2000 – દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ દ્વારા હેન્સી ક્રોન્યે પર આજીવન પ્રતિબંધ.
- 2001 – ત્રિનિદાદમાં જન્મેલા ભારતીય મૂળના બ્રિટિશ લેખક વિદ્યાધર સૂરજ પ્રસાદ નાયપાલને વર્ષ 2001 માટે નોબેલ સાહિત્ય પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી હતી.
- 2002 – નેપાળના રાજા જ્ઞાનેન્દ્રએ લોકેન્દ્ર બહાદુરની વડાપ્રધાન પદે નિમણુંક કરાઇ હતી.
- 2005 – ત્રીજા અવકાશ પ્રવાસી ગ્રેગરી ઓલ્સન પૃથ્વી પર પરત ફર્યા.
- 2007 – બ્રિટિશ નવલકથાકાર ડોરિસ લેસિંગની વર્ષ 2007 માટે સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.
- 2008 – વડાપ્રધાન મનમોહન સિંહે નૌગાંવ સ્ટેશનથી કાશ્મીરની ખીણમાં દોડતી પ્રથમ ટ્રેનને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવી.
આ પણ વાંચો | 10 ઓક્ટોબર : વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ કેમ ઉજવાય છે? માનસિક તંદુરસ્તીનું જીવનમાં મહત્વ જાણો
આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ (International Day of the Girl Child)
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl Child) દર વર્ષે 11 ઓક્ટોબરે ઉજવાય છે. આ દિવસ બાળકીઓ- યુવતીઓને તેમના અધિકારો પ્રાપ્ત કરવા અને અધિકારોનું રક્ષણ કરવા માટે ઉજવાય છે. ઈતિહાસમાં પહેલીવાર વર્ષ 1995માં બીઇજિંગ ડિક્લેરેશન એન્ડ પ્લેટફોર્મ ફોર એક્શને બાળકી-યુવતીઓના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તો વર્ષ 2011માં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 11 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસના રૂપમાં ઉજવવાનું નક્કી કર્યુ હતુ. આ દિવસ લિંગ સમાનતા અને બાળકીઓ દ્વારા રોજિંદા જીવનમાં સામનો કરતી સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2023ના આતંરરાષ્ટ્રીય બાલિકા દિવસની થીમ – ‘બાળકીઓના અધિકારોમાં રોકાણ: આપણું નેતૃત્વ, આપણું કલ્યાણ’ છે.
આ પણ વાંચો | 9 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ ટપાલ દિવસ અને ભારતીય પ્રાદેશિક સેના દિવસ કેમ ઉજવાય છે? ટેરિટોરિયલ આર્મી કોને કહેવાય છે?
11 ઓક્ટોબરની જન્મજયંતિ
- મિથલેશ ચતુર્વેદી (1954) – ભારતીય ફિલ્મ અને ટીવી અભિનેતા હતા.
- સતીશ શર્મા (1947) – કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી હતા.
- જયપ્રકાશ નારાયણ (1902) – પ્રખ્યાત રાજકારણી અને લોકનાયક તરીકે જાણીતા સ્વતંત્રતા સેનાની.
- મગનભાઈ દેસાઈ (1889) – ગાંધીવાદી વિચારક અને શિક્ષણશાસ્ત્રી હતા.
- નાનાજી દેશમુખ (1916) – ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના મજબૂત આધારસ્તંભ અને જાણીતા સામાજિક કાર્યકર.
- બી. બી. ગુરુંગ (1929) – સિક્કિમના ભૂતપૂર્વ ત્રીજા મુખ્યમંત્રી હતા.
- કમલ કિશોર ગોએન્કા (1938) – હિન્દી લેખક.
- તરુણ ગોગોઈ (1936)- આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
- અમિતાભ બચ્ચન (1942) – ભારતીય અભિનેતા
- વિજય પી. ભટકર (1946) – ભારતીય વૈજ્ઞાનિક.
- નિર્ભય શર્મા (1946) – ભારતીય સેનાના પૂર્વ લેફ્ટનન્ટ જનરલ.
- માતા પ્રસાદ (1924) – ભારતીય રાજકારણી અને અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
- હરીશ ચંદ્ર મહેરોત્રા (1923) – ભારતના ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા.
- કાઝી લેન્દુપ દોરજી (1904) – સિક્કિમના ભૂતપૂર્વ પ્રથમ મુખ્યમંત્રી.
આ પણ વાંચો | 8 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતીય વાયુસેના કેટલી શક્તિશાળી છે, વિશ્વ ઓક્ટોપસ દિવસ કેમ ઉજવાય છે?
11 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- સિસ્ટર નિવેદિતા (1911) – વિવેકાનંદના સાથીદાર, શિક્ષક અને સામાજિક કાર્યકર.
- બરકતુલ્લા ખાન (1973) – રાજસ્થાનના ભૂતપૂર્વ છઠ્ઠા મુખ્યમંત્રી હતા.
- દીના પાઠક (2002) – હિન્દી ફિલ્મની અભિનેત્રી.
- ગુલશન રાય (2004) – હિન્દી ફિલ્મ નિર્માતા અને વિતરક હતા.
આ પણ વાંચો | 7 ઓક્ટોબરનો ઇતિહાસ : ગુરુ ગોવિંદ સિંહનું અવસાન કયા થયુ હતુ? વિશ્વ કપાસ દિવસ કેમ ઉજવાય છે?