scorecardresearch
Premium

Success Story: જેના પર વિશ્વાસ ન હતો તે કામથી જ આ વ્યક્તિ કમાઈ રહ્યો છે રોજના 3.5 કરોડ રૂપિયા

Astrotalk success story: આજે અમે તમને એક એવા વ્યક્તિની સફળતાની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જે જ્યોતિષમાં માનતો ન હતો પણ આજે તે જ્યોતિષમાં માને છે અને તે તેનાથી કરોડો રૂપિયા પણ કમાઈ રહ્યો છે, આજે અમે તમને એસ્ટ્રોટોકના સ્થાપક પુનીત ગુપ્તાની સફળતાની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ…

Puneet Gupta Astrotalk Profile
એસ્ટ્રોટોકના સ્થાપક પુનીત ગુપ્તાની સફળતાની વાર્તા. (તસવીર: સોશિયલ મીડિયા)

Astrotalk success story: ભારતીયો હંમેશાથી જ્યોતિષમાં ખૂબ રસ ધરાવતા રહ્યા છે. દરેક ન્યૂઝ ચેનલમાં જ્યોતિષ શો હોય છે અને ન્યૂઝ પેપર અને ન્યૂઝ વેબસાઇટમાં જ્યોતિષ સેક્શન હોય છે. ઘણા લોકો જ્યોતિષમાં માને છે અને ઘણા લોકો જ્યોતિષમાં માનતા નથી. આજે અમે તમને એક એવા વ્યક્તિની સફળતાની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જે જ્યોતિષમાં માનતો ન હતો પણ આજે તે જ્યોતિષમાં માને છે અને તે તેનાથી કરોડો રૂપિયા પણ કમાઈ રહ્યો છે, આજે અમે તમને એસ્ટ્રોટોકના સ્થાપક પુનીત ગુપ્તાની સફળતાની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ…

પુનીત ગુપ્તા કોણ છે?

પુનીત ગુપ્તા દિલ્હીના રહેવાસી છે. તે વ્યવસાયે એન્જિનિયર છે. તેણે બી.ટેક કર્યું છે, જ્યાંથી તેની કારકિર્દી શરૂ થઈ હતી. શરૂઆતના તબક્કામાં તેણે આઇટી ડેવલપર તરીકે કામ કર્યું અને પછી આઇટી સર્વિસીસ કંપની શરૂ કરી પરંતુ તેને ખરી સફળતા ત્યારે મળી જ્યારે તેણે પોતાની જ્યોતિષ-ટેક કંપની એસ્ટ્રોટોક શરૂ કરી.

પુનીત ગુપ્તાની પ્રારંભિક યાત્રા

એક મુલાકાતમાં પુનીત ગુપ્તાએ જણાવ્યું હતું કે 4 વર્ષની સખત મહેનત પછી 2013 માં પુનીતે પોતાની નોકરી છોડી દીધી અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, પરંતુ તેનું સ્ટાર્ટઅપ નિષ્ફળ ગયું. 2014 નું વર્ષ તેમના માટે ખૂબ જ ખરાબ રહ્યું પણ તેમણે પરિવારને કંઈ કહ્યું નહીં. તેઓ મિત્રોના ઘરે જમીન પર સૂતા હતા.

નિષ્ફળતામાંથી શીખ્યા

મુંબઈમાં આઈટી ડેવલપર તરીકે કામ કર્યા પછી તેમણે 2014-2016 દરમિયાન બે સ્ટાર્ટઅપ્સ અજમાવ્યા. તેમની પહેલી કંપની ફક્ત એક આઈટી-સેવાઓ કંપની હતી, જે લગભગ અઢી વર્ષ ચાલી હતી પરંતુ ભાગીદારના ગયા પછી બંધ થઈ ગઈ. આ નિષ્ફળતાએ તેમને નવું વિચારવા માટે મજબૂર કર્યા અને તેઓ સમજી ગયા કે ટેકનોલોજી + નવો સ્કોપ એ એક સારો રસ્તો છે.

આ પણ વાંચો: વિશાલ મેગા માર્ટના સ્થાપકની સફળતાની કહાની, નાનકડી દુકાન ચલાવનારે બનાવી દીધી હજારો કરોડની કંપની

ટેક્નોલોજી સાથે એસ્ટ્રોલોજીને જોડ્યું

તે સમયે જ કોઈ જ્યોતિષે તેમને એસ્ટ્રોલોજી સેક્ટરમં જોડાવાની સલાહ આપી હતી. પુનીતે તે સમયે જ્યોતિષની સલાહ માની લીધી અને આજે તે કરોડોની કમાણી કરી રહ્યા છે. વર્ષ 2017માં એક એસ્ટ્રોલોજરની સલાહથી તેમને અનુભવ્યું કે ટેક્નોલોજી સાથે એસ્ટ્રોલોજી મિક્સ કરવાથી એક મોટી તક મળી શકે છે. તેમણે પોતે એસ્ટ્રોલોજી શીખવાનો પ્રયાસ કર્યો પરંતુ અનુભવની ઉણપ હતી. ત્યારે તેમણે ટેક અને એસ્ટ્રોલોજીના કોમ્બિનેશનથી એક એક બનાવી.

તેમણે વર્ષ 2017માં પ્રોડક્ટ આઈડિએએશન શરૂ કર્યું. 2018 સુધી તેમણે 10-12 મહિનાની મહેનથી એવી MVP બનાવી. આથી યુઝર્સને વધુ વિશ્વાસ આવ્યો અને ગ્રોથ શરૂ થયો. 2019-20 સુધી ઓર્ગેનિક ગ્રોથની સાથે માર્કેટિંગ પણ શરૂ કર્યું.

શરૂઆતના પડકારો

ઘણા બધા યુઝર્સ પહેલા lawyers/astrologers પાસેથી ખોટા અનુભવને લઇ પરેશાન હતા. તેમને વિશ્વાસ અપાવવો ખુબ જ મુશ્કેલ હતો. માટે તેમણે ટેસ્ટિંગ, રેટિંગ અને ઈન્ટરવ્યૂ સિસ્ટમ ઈનિશિએટ કર્યું, ત્રણ-ચાર અલગ-અલગ પૂછપરછ બાદ જ એસ્ટ્રોલોજરને ઓનબોર્ડ કરવામાં આવ્યું.

આ પણ વાંચો: બ્યૂટી વિથ બ્રેઈનનું જોરદાર ઉદાહરણ છે આ IAS અધિકારી, બે વાર પાસ કર્યું UPSC

ટેક્નોલોજી અને એસ્ટ્રોલોજીનો કોમ્બો

તેમણે કુંડલી જનરેટિંગ અને ચેટ સિસ્ટમ માટે મજબૂત કોડ બનાવ્યો, જેથી એસ્ટ્રોલોજર અને યુઝર્સ સરળતાથી જોડાઇ શકે. Software ઈંટરફેસમાં Accuracy પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.

આટલી છે વાર્ષિક આવક

એક ઈન્ટરવ્યૂમાં પુનીત ગુપ્તાએ જણાવ્યું કે, 2018માં શરૂઆતના પહેલા મહિનામાં ડે-બેસ રેવેન્યૂ 10,000 રૂપિયા હતી. આજે કંપનીની ડે-બેસ રેવેન્યૂ રૂ.3.5 કરોડ સુધી પહોંચી ગઈ છે.

Web Title: Success story of astrotalk founder puneet gupta rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×