scorecardresearch
Premium

Study in Abroad : મારે UK છોડવું પડ્યું, વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યો કડવો અનુભવ

Study in Abroad : વિદેશમાં અભ્યાસ કરવો બિલકુલ સરળ નથી, કારણ કે તમે તમારા નજીકના લોકોથી હજારો માઈલ દૂર છો. એકલતા, ડિપ્રેશન અને હોમસિકનેસ એ સામાન્ય પડકારો પૈકી એક છે જેનો દરેક વિદ્યાર્થી સામનો કરે છે.

Study in Abroad Indian student painful experience
વિદેશમાં અભ્યાસ કડવા અનુભવો – પ્રતિકાત્મક તસવીર – Photo – freepik

Study in Abroad, વિદેશમાં અભ્યાસ: અત્યારે યુવાઓમાં વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે કેટલાક દેશો અત્યારે મંદી સામે ઝઝૂમી રહ્યા છે. આવિ સ્થિતિમાં વિદેશમાં અભ્યાસ કરવો બિલકુલ સરળ નથી, કારણ કે તમે તમારા નજીકના લોકોથી હજારો માઈલ દૂર છો. એકલતા, ડિપ્રેશન અને હોમસિકનેસ એ સામાન્ય પડકારો પૈકી એક છે જેનો દરેક વિદ્યાર્થી સામનો કરે છે. જો કે, આ દિવસોમાં નોકરી માટેની સ્પર્ધાને કારણે વિદેશમાં અભ્યાસ કરવો પડકારજનક બની ગયો છે. આ ઉપરાંત ઘણા દેશોમાં નબળી હેલ્થકેર પણ વિદ્યાર્થીઓની સમસ્યાઓમાં વધારો કરી રહી છે. આવો જ અનુભવ બ્રિટનમાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીને થયો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર એક ભારતીય વિદ્યાર્થીએ ‘My painful experience at now as I had returned from UK’ (મારે બ્રિટનથી ભારત પરત આવવું પડ્યું હતું, કારણ કે ત્યાં મને સૌથી પીડાદાયક અનુભવ થયો હતો) નામની પોસ્ટ પોસ્ટ કરી હતી. આમાં ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું કે કેવી રીતે તેને બ્રિટનમાં વધુ સારા જીવનની અપેક્ષા હતી, પરંતુ તે નિરાશ થયો. તેને ત્યાં નોકરી ન મળી, કંપનીએ તેને વિઝા આપવાનો ઇનકાર કર્યો અને તેને ટાઇપ 1 ડાયાબિટીસ પણ થયો. હવે તે ભારતમાં નોકરી શોધી રહ્યો છે.

નોકરી મળી, પછી કંપનીએ મને વિઝા આપ્યા વગર કાઢી મૂક્યો

પોસ્ટમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે 2020માં તેણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. તેને સારી નોકરી જોઈતી હતી, પરંતુ ભારતમાં નોકરી મેળવવી મુશ્કેલ હતી. કોવિડ રોગચાળાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. તેથી તેણે બ્રિટનમાં માસ્ટર ડિગ્રી લેવાનું નક્કી કર્યું. તેને લાગ્યું કે બ્રિટનમાં તેને વધુ સારી તકો મળશે. તે બ્રિટન પહોંચ્યો અને ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું.

થોડા મહિનાઓમાં, ભારતીય વિદ્યાર્થીને પાર્ટ-ટાઈમ નોકરી પણ મળી, જે તેણે થોડા મહિનાઓ માટે કરી. પછી તેને લંડનની એક કંપનીમાં નોકરી પણ મળી ગઈ. પરંતુ તેની ખુશી લાંબો સમય ટકી ન હતી, કારણ કે કંપનીએ તેને વિઝા માટે સ્પોન્સર કરવાની ના પાડી દીધી હતી. કંપનીએ કહ્યું કે તે સિનિયર મેનેજમેન્ટમાં નથી. આ પછી કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

બ્રિટનમાં રહેવું ઘણું મોંઘું છે

ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે, “કંપની તરફથી મળેલા પગાર પર હું કોઈક રીતે પાંચ મહિના સુધી ટકી શક્યો હતો.” તેણે જણાવ્યું કે બ્રિટનમાં રહેવું મોંઘુ છે અને બચત કરવું અશક્ય બની ગયું હતું. 26 વર્ષની ઉંમરે તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થવા લાગી હતી. જ્યારે તેઓ ભારત પાછા આવ્યા ત્યારે તેમને ટાઇપ 1 ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું. વિદ્યાર્થીએ આગળ કહ્યું, “તેથી હવે હું ઈન્સ્યુલિનના ઈન્જેક્શન લઈ રહ્યો છું અને મેં ભારતમાં નોકરી શોધવાનું શરૂ કર્યું, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

Web Title: Study in abroad indian student share painful experience in uk ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×