SSG Hospital Vadodara Recruitment, વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. સર શયાજીરાવ જનરલ હોસ્પિટલ, વડોદરા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સિવિલ હોસ્પિટલ વડોદરા દ્વારા વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.
વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, મહત્વની તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતીની માહિતી
| સંસ્થા | સર શયાજીરાવ જનરલ હોસ્પિટલ (S.S.G.Hospital) |
| પોસ્ટ | ક્લાર્ક સહિત વિવિધ |
| જગ્યા | 8 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યૂ |
| ઇન્ટરવ્યૂ તારીખ | 15-4-2025 |
| ઈન્ટરવ્યૂ સ્થળ | સિવિલ હોસ્પિટલ, વડોદરા |
વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| રેડિયોથેરાપી ટેક્નોલોજીસ્ટ(under RKS) | 2 |
| એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક સ્ટોર કિપર (under DDRS/PMRC) | 1 |
| ડેન્ટલ ટેક્નિશિયન | 1 |
| સ્પીચ થેરાપીસ્ટ | 1 |
| ઓડિયોલોજીસ્ટ | 1 |
| સ્ટાફનર્સ | 1 |
| સી.ટી.સ્કેન ટેક્નિશિયલ | 1 |
શૈક્ષણિક લાયકાત
વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવારોએ જે તે પોસ્ટની માગેલી શૈક્ષણિક લાયકાત વિશે જાણવા માટે ઉમદેવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે ઉમેદવારોની વયમર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારો 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની ઉંમરના હોવા જોઈએ.
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર(માસિક ફિક્સ) |
| રેડિયોથેરાપી ટેક્નોલોજીસ્ટ | ₹35,000 |
| એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક સ્ટોર કિપરડેન્ટલ ટેક્નિશિયન | ₹14,500 |
| ડેન્ટલ ટેક્નિશિયન | ₹20,000 |
| સ્પીચ થેરાપીસ્ટ | ₹19,000 |
| ઓડિયોલોજીસ્ટ | ₹19,000 |
| સ્ટાફનર્સ | ₹20,000 |
| સી.ટી.સ્કેન ટેક્નિશિયલ | ₹25,000 |
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતી જાહેરાત
અરજી કેવી રીતે કરવી
સિવિલ હોસ્પિટલ વડોદરા દ્વારા વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. માટે આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ નક્કી કરેલી તારીખ અને સમયે આપેલા સરનામા પર જરૂરી દસ્તાવેજો સાથે પહોંચી જવું.
ઈન્ટરવ્યૂ તારીખ-15-4-2025
રજીસ્ટ્રેશન સમય- 10:30-12:00
ઈન્ટરવ્યૂ સ્થળ – મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ, SSG હોસ્પિટલ વડોદરા