scorecardresearch
Premium

SSC CGL Recruitment 2025: સરકારી નોકરીઓની બમ્પર ભરતી, પોસ્ટ, પગાર સહિતની બધી જ માહિતી અહીં વાંચો

SSC CGL 2025 Notification Out: સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી અંતર્ગત કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચાવા.

SSC CGL 2025 Exam Registration, SSC recruitment 2025
SSC CGL 2025 Notification Out : સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી- phot-X @MRWHITE6381

SSC CGL 2025 Application Form Date, SSC CGL Recruitment 2025, સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : કેન્દ્ર સરકારમાં નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે વધુ એક સુવર્ણ તક આવી ગઈ છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા માટેની (ssc cgl 2025) કુલ 14582 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઉમેદવારો 4 જુલાઈ 2025, રાત્રે 11 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી અંતર્ગત કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચાવા.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની મહત્વની માહિતી

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટવિવિધ
પરીક્ષાકમ્બાઉન્ડ ગ્રેજ્યુએટ લેવલ
જગ્યા14582
વય મર્યાદા18થી 30 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ4 જુલાઈ 2025
ક્યાં અરજી કરવીhttps://ssc.gov.in/

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) 9 જૂને કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા 2025 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડયું હતું. SSC પરીક્ષા કેલેન્ડર 2025 મુજબ ઓનલાઈન અરજી પ્રક્રિયા 9 જૂન 2025થી શરૂ થઈ ગઈ છે, અને પાત્ર ઉમેદવારો સત્તાવાર પોર્ટલ – ssc.gov.in દ્વારા નોંધણી કરાવી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ, 2025 છે.

લેવલ – 7 – પોસ્ટ અને વિભાગ તેમજ ગ્રુપ

પોસ્ટવિભાગગ્રુપ
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરસેન્ટ્રલ સેક્રેટેરિયલ સર્વિસગ્રુપ-બી
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરઈન્ટેલિજન્સ બ્યુરોગ્રુપ-બી
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરરેલવે મંત્રાલયગ્રુપ-બી
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરAFHQગ્રુપ-બી
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરવિદેશ મંત્રાલયગ્રુપ-બી
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયગ્રુપ-બી
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરઅન્ય મંત્રાલય-સંસ્થાનોગ્રુપ-બી
ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરCBDTગ્રુપ-સી
સેન્ટ્રલ એક્સાઈઝ ઈન્સ્પેક્ટરCBDTગ્રુપ-બી
પ્રીવેન્ટીવ ઓફિસર-ઈન્સ્પેક્ટરCBDTગ્રુપ-બી
એક્ઝામીનર- ઈન્સ્પેક્ટરCBDTગ્રુપ-બી
આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસરઈડી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટગ્રુપ-બી
સબ ઈન્સ્પેક્ટરસેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનગ્રુપ-બી
ઈન્સ્પેક્ટર પોસ્ટપોસ્ટ ડિપાર્ટમેન્ટ, કમ્યુનિકેશન વિભાગગ્રુપ-બી
ઈન્સ્પેક્ટરસેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ, નાણાં મંત્રાલયગ્રુપ-બી
સેક્શન હેડડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડગ્રુપ-બી

લેવલ – 6 – પોસ્ટ અને વિભાગ તેમજ ગ્રુપ

પોસ્ટવિભાગગ્રુપ
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરઅન્ય મંત્રાલય,વિભાગ,સંસ્થાઓગ્રુપ-બી
એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટCBICગ્રુપ-બી
રિસર્ચ આસિસ્ટન્ટનેશનલ હ્યુમિટ કમિશનગ્રુપ-બી
ડિવિસનલ એકાઉન્ટન્ટC&AG ઓફિસગ્રુપ-બી
સબ ઈન્સ્પેક્ટરનેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ગ્રુપ-બી
સબ ઈન્સ્પેક્ટર-જુનિયર ઈન્ટેલિજન્સનાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરો (MHA)ગ્રુપ-બી
જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરમિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશનગ્રુપ-બી
સ્ટેટિસ્ટિકલ ઈન્વેસ્ટિગેટર-ગ્રેડ-2MHAગ્રુપ-બી
ઓફિસ સુપ્રિટેન્ડેન્ટCBDTગ્રુપ-બી

લેવલ – 5 – પોસ્ટ અને વિભાગ તેમજ ગ્રુપ

પોસ્ટવિભાગગ્રુપ
ઓડિટરC&AG હસ્તક ઓફિસોગ્રુપ-સી
ઓડિટરCGDA હસ્તક ઓફિસોગ્રુપ-સી
ઓડિટરઅન્ય મંત્રાલય-વિભાગોગ્રુપ-સી
એકાઉન્ટન્ટC&AG હસ્તક ઓફિસોગ્રુપ-સી
એકાઉન્ટન્ટકંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સગ્રુપ-સી
એકાઉન્ટન્ટ-જુનિયર એકાઉન્ટન્ટઅન્ય મંત્રાલય-વિભાગગ્રુપ-સી

લેવલ – 4 – પોસ્ટ અને વિભાગ તેમજ ગ્રુપ

પોસ્ટવિભાગગ્રુપ
પોસ્ટલ આસિસ્ટન્ટ-સોર્ટિંગ આસિસ્ટન્ટપોસ્ટ વિભાગ, કમ્યુનિકેશન મંત્રાલયગ્રુપ-સી
સિનિયર સિક્રેટરિએટ આસિસ્ટન્ટસેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓફિસોગ્રુપ-સી
સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટમિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ, રક્ષામંત્રાલયગ્રુપ-સી
ટેક્સ આસિસ્ટન્ટCBDTગ્રુપ-સી
ટેક્સ આસિસ્ટન્ટCBICગ્રુપ-સી
સબ ઇન્સ્પેક્ટરસેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ, મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સગ્રુપ-સી

પોસ્ટ વિભાગ ગ્રુપ
પોસ્ટલ આસિસ્ટન્ટ-સોર્ટિંગ આસિસ્ટન્ટ પોસ્ટ વિભાગ, કમ્યુનિકેશન મંત્રાલય ગ્રુપ-સી
સિનિયર સિક્રેટરિએટ આસિસ્ટન્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓફિસો ગ્રુપ-સી
સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ, રક્ષામંત્રાલય ગ્રુપ-સી
ટેક્સ આસિસ્ટન્ટ CBDT ગ્રુપ-સી
ટેક્સ આસિસ્ટન્ટ CBIC ગ્રુપ-સી
સબ ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ, મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ ગ્રુપ-સી

SSC CGL ભારતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

SSC ની નવી ભરતી CGL જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર (JSO) માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ જેમાં આંકડાશાસ્ત્ર વિષય તરીકે અને 12મા ધોરણમાં ગણિત વિષય હોવો જોઈએ. વિષયમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ હોવા જોઈએ. તે જ સમયે, સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર માટે, આંકડા વિષય સાથે કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

કોઈપણ પ્રવાહના સ્નાતક ઉમેદવારો અન્ય તમામ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઉમેદવારો ભરતીની સત્તાવાર સૂચનામાંથી યોગ્યતા સંબંધિત વિગતો પણ વિગતવાર ચકાસી શકે છે.

પગાર ધોરણ

લેવલપગાર
લેવલ-7₹44900-₹142400
લેવલ-6₹35400-₹112400
લેવલ-5₹29200-₹92300
લેવલ-4₹25500-₹81100

વય મર્યાદા

SSC ગ્રેજ્યુએટ ભરતી ફોર્મ ભરવા માટે, ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18વર્ષ અને મહત્તમ ઉંમર 32 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદા 1 ઓગસ્ટ 2025 ના આધારે ગણવામાં આવશે. અનામત શ્રેણીઓને નિયમો અનુસાર ઉપલા વયમાં છૂટછાટ મળશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી SSC CGL (સંયુક્ત ગ્રેજ્યુએટ લેવલ) 2025 ટાયર 1, ટાયર 2 દ્વારા કરવામાં આવશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી ફી

જનરલ / OBC / EWS ઉમેદવારોએ CGL અરજી ફોર્મ માટે 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. SC/ST/મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ssc.gov.in ની મુલાકાત લો.
  • ‘New User પર ક્લિક કરો અને રજિસ્ટર કરો.
  • રજીસ્ટ્રેશન ID અને પાસવર્ડ જનરેટ કરવા માટે તમારી મૂળભૂત વિગતો ભરો.
  • જનરેટ કરેલા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
  • સંપૂર્ણ અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ફોર્મની સમીક્ષા કરો અને તેને સબમિટ કરો
  • જો લાગુ પડતું હોય તો ફી ચૂકવો

Web Title: Ssc cgl recruitment 2025 notification out check application form eligibily exam date and last date to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×