scorecardresearch
Premium

Success Story: સફળતાનો કોઈ શોર્ટકટ નથી, બે તસવીરોમાં જુઓ 17 વર્ષની મહેનતનું ફળ

soumendra jena success story: સૌમેન્દ્ર જેના નાણાકીય ક્ષેત્રે જાણીતા કન્ટેન્ટ સર્જક છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર લગભગ ચાર લાખ સિત્તેર હજાર સબસ્ક્રાઈબર્સ છે.

who is soumendra jena, soumendra jena success story,
સૌમેન્દ્ર જેના નાણાકીય ક્ષેત્રે જાણીતા કન્ટેન્ટ સર્જક છે. (તસવીર: @soamjena/X)

Success Story: સૌમેન્દ્ર જેના ઓડિશાના રાઉરકેલા શહેરનો વતની છે. હાલમાં તેઓ દુબઈમાં રહે છે. સૌમેન્દ્ર જેનાએ તાજેતકમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે જે તેમના જીવનના બે અલગ-અલગ પાસાઓ દર્શાવે છે. ફોટાઓમાંથી એક રાઉરકેલામાં તેનું જૂનું, નાનું ઘર દેખાય છે. જ્યારે બીજા ફોટોમાં દુબઈમાં તેનો આલીશાન બંગલો અને કાર જોવા મળી રહી છે. આ ફોટોના કેપ્શનમાં જેન્નાએ કહ્યું કે આ 17 વર્ષની દિવસ-રાતની મહેનતનું પરિણામ છે.

સૌમેન્દ્ર દ્વારા શેર કરેલી પોસ્ટ

સૌમેન્દ્ર જેનાએ તેમની પોસ્ટને કેપ્શન આપ્યું, ‘આ મારું જૂનું ઘર હતું – રાઉરકેલા, ઓડિશાનું એક નાનું શહેર, જ્યાં મારો જન્મ થયો, ઉછર્યો અને ધોરણ 12 (1988-2006) સુધી ભણ્યો. 2021માં ફરી ત્યાં ગયો. આજે મારી પાસે દુબઈમાં એક ઘર છે, જે 17 વર્ષની દિવસ-રાતની મહેનતનું પરિણામ છે. તમને શું લાગે છે?’ સૌમેન્દ્ર જેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ પોસ્ટ શેર કરી છે.

સૌમેન્દ્ર જેનાની સફળતાની યાત્રાને ઘણા લોકોએ વખાણી છે. એક યુઝરે લખ્યું, “સપના સાકાર થાય છે, સફળતા માત્ર સખત મહેનતથી જ મળે છે અને કોઈ શોર્ટકટ નથી; સૌમેન્દ્ર, અભિનંદન.” અન્ય એક યુઝરે લખ્યું, “તમારી શરૂઆતનું જીવન બતાવવા માટે હિંમતની જરૂર પડે છે. ખુશી છે કે તમે તમારા પુત્ર સાથે ત્યાં ગયા છો, તેના માટે એક મહાન પાઠ છે!”

આ પણ વાંચો: કેનેડામાં કાયમી નાગરિકતા કેવી રીતે મેળવવી? ચાર નવા રૂટ ખુલ્યા! જાણો

સૌમેન્દ્ર જેના શું કરે છે

સૌમેન્દ્ર જેના નાણાકીય ક્ષેત્રે જાણીતા કન્ટેન્ટ સર્જક છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર લગભગ ચાર લાખ સિત્તેર હજાર સબસ્ક્રાઈબર્સ છે. સોશિયલ મીડિયા દ્વારા તેઓ નાણાકીય વિષયોને સરળ શબ્દોમાં સમજાવે છે, રોકાણ સલાહ પ્રદાન કરે છે અને લોકોને યોગ્ય નાણાકીય નિર્ણય લેવામાં મદદ કરે છે.

જેન્ના તેના જીવનની સફરને પ્રેરણા તરીકે ટાંકે છે. તેઓ કહે છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. સતત મહેનત અને સાચી દિશામાં પ્રયત્નો આપણને આપણી સફળતા તરફ લઈ જશે.

Web Title: Soumendra jena success story see 17 years of hard work in two pictures rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×