scorecardresearch
Premium

SMC Recruitment 2025: સુરતમાં પરીક્ષા વગર જ ₹40,000ની નોકરી મેળવવાની તક, લાયકાતથી લઈને બધું જ અહીં વાંચો

SMC ટેકનિશિયન ભરતી 2025 : સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સીટી સ્કેન M.R.I ટેક્નીશિયન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ સહિતની માહિતી અહીં વાંચો.

SMC Technician Recruitment 2025
SMC ટેકનિશિયન ભરતી 2025 – photo- freepik

SMC Technician Recruitment 2025, સુરત મહાનગરપાલિકા ભરતી 2025 : સુરત અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સુરતમાં સારા પગારની નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા SMC સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સીટી સ્કેન એમ.આર.આઈ. ટેક્નીશિયનની કુલ 4 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત સીટી સ્કેન M.R.I ટેક્નીશિયન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ સહિતની માહિતી અહીં વાંચો.

સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(SMC)
પોસ્ટ એમ.આર.આઈ. ટેક્નિશિયન
જગ્યા 04
નોકરીનું સ્થળ સ્મિમેર હોસ્પિટલ
વય મર્યાદા 45 વર્ષથી વધારે નહીં
એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ 11 જુલાઈ 2025
ઈન્ટરવ્યુ સ્થળ મધ્યસ્થ મહેકમ વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી

SMC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો

સરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટમાં સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ ટેક્નિશિયનલની કુલ 4 જગ્યાઓ કરાર આધારિત ભરવાની છે. આ માટે સંસ્થાએ 11 જુલાઈ 2025, સવારે 9થી 11 વચ્ચે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

શૈક્ષણિક લાયકાત

  • સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે કોઈપણ વિષય સાથે બીએસસી કરેલું હોવુ જોઈએ. અને બે વર્ષનો રેડિયો ઈમેજિંગ ટેક્નોલોજી અથવા બે વર્ષનો રેડિયોલોજીમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
  • અથવા રેડિયો ઈમેજિંગ ટેક્નોલોજીમાં બીએસસી કરેલી હોવું જોઈએ.
  • અથવા મેડિકલ ઈમેજિંગ ટેક્નોલોજીમાં બીએસસી કરેલું હોવું જોઈએ.
  • અથવા રેડિયોગ્રાફી એન્ડ મેડિકલ ઈમેજિંગ ટેક્નોલોજીમાં એમએસસી કરેલું હોવું જોઈએ.
  • સીસી એમઆરઆઈ સેન્ટરમાં એક વર્ષનો અનુભવ

વય મર્યાદા

આ ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર ધોરણ

  • આ ભરતી કરાર આધારિત હોવાથી આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹40,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
  • ફિક્સ વેતનથી કરાર આધારીત ભરતીના નિયમો અને શરતો આધિન ભરવામાં આવશે. અન્ય કોઈપણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ ચૂકવાવામાં આવશે નહીં.

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

વોઈક ઈન ઈન્ટરવ્યુ તારીખ સમય અને સ્થળ

લાયક અને રસ ધરાવતા ઉમદવારોએ આપેલી તારીખ સમયે સ્થળ ઉપર હાજર રહેવું.

  • ઈન્ટરવ્યુ તારીખ – 11 જુલાઈ 2025
  • ઈન્ટરવ્યુ સમય – સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી
  • ઈન્ટરવ્યુ સ્થળ – પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડીંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકા ભરતી

Web Title: Smc technician recruitment 2025 get jobs in surat know how to apply online in gujarati ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×