SMC Recruitment 2025, સુરત મહાનગરપાલિકા ભરતી : સુરતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા વિવિધ પોસ્ટનું ભરતી નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યૂ ગોઠવ્યું છે. સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે ઉમેદવારોને આમંત્રીત કર્યા છે.
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાં.
સુરત મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) |
પોસ્ટ | વિવિધ પ્રોફેસર |
જગ્યા | 46 |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઇન્ટરવ્યૂ |
ઈન્ટરવ્યૂ તારીખ | 7-4-2025 |
ઈન્ટરવ્યૂ સ્થળ | સરનામું નીચે આપેલું છે |
સુરત મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગત
પોસ્ટ | જગ્યા |
પ્રોફેસર | 1 |
એસોસિએસટ પ્રોફેસર | 12 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 33 |
કુલ | 46 |
શૈક્ષણિક લાયકાત
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
પગાર ધોરણ
પોસ્ટ | પગાર(પેમેટ્રીક્સ) |
પ્રોફેસર | ₹1,44,200-₹2,18,200 |
એસોસિએટ પ્રોફેસર | ₹1,31,400-₹2,17,100 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | ₹68,900-₹2,05,500 |
વોક ઈન ઈન્ટરવ્યૂ સમયે સાથે રાખવાના દસ્તાવેજો
- ફોટો આઈડી પ્રૂફ (સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ): પાસપોર્ટ/પાન કાર્ડ/મતદાર આઈડી/આધાર કાર્ડ (કોઈપણ એક)
- શાળા છોડવાનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- ડિગ્રી પ્રમાણપત્રો, માર્ક-શીટ્સ અને MBBS અને MD/MS/DNB નું પ્રયાસ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તેમ).
- MBBS અને MD/MS/DNB માટે નોંધણી પ્રમાણપત્રો (જેમ લાગુ હોય).
- નિમણૂકની પ્રમાણિત નકલ
- હાલની સંસ્થામાં જોડાવાનો અહેવાલ (જો લાગુ હોય તો).
- વર્તમાન પગાર ધોરણ અને છેલ્લા પગારની પે-સ્લિપ (જેમ લાગુ હોય).
- ઉપરોક્ત ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે હાજર એમ્પ્લોયર પાસેથી NOC
- વર્તમાન પોસ્ટમાં જોડાતા પહેલા તમામ શિક્ષણ નિમણૂંકોનું અનુભવ પ્રમાણપત્ર(ઓ)
- અગાઉની સંસ્થા/પોસ્ટિંગમાંથી રાહત આપવાનો ઓર્ડર (લાગુ પડતું હોય તેમ).
- સંશોધન પ્રકાશન(ઓ) (લાગુ હોય તેમ).
- મેડિકલ એજ્યુકેશન ટેક્નોલોજીમાં બેઝિક કોર્સના પ્રમાણપત્રો અને Bi
- ઇન્ટરવ્યુ સમયે નામમાં ફેરફારનો પુરાવો/વૈવાહિક સ્થિતિમાં ફેરફારનો પુરાવો.
નોટિફિકેશન
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ અને સ્થળ
સુરત મહાનગરપાલિકા ભરતી માટે વોક ઈન ઈન્ટરવ્યૂ 7-4-2025 તારીખના રોજ સવારે 10 વાગ્યે રાખવામાં આવ્યું છે
સ્થળ – ન્યૂ સ્ટેન્ડિંગ કમિટિ રૂમ, ત્રીજો માળ, ન્યૂ એનેક્સે બિલ્ડિંગ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, મુગલિસારા, સુરત