scorecardresearch
Premium

SMC Bharti 2025 : સુરતમાં શિક્ષકની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાચો બધી જ માહિતી

SMC teacher bharti in gujarati : સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત શિક્ષક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

SMC Recruitment 2025, SMC teacher bharti

SMC Recruitment 2025, SMC teacher bharti, સુરત મહાનગરપાલિકા ભરતી : સુરત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા અને શિક્ષકની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મહાનગરપાલિકાએ સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ ખાતે વિવિધ વિષયો માટે શિક્ષકોની ભરતી કરવા જાહેરાત બહાર પાડી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત શિક્ષક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં વાંચો.

સુરત શિક્ષક ભરતીની મહત્વની માહિતી

સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
વિભાગસુમન માધ્યમિક શાળા સેલ
પોસ્ટશિક્ષક
જગ્યા52
નોકરીનો પ્રકાર11 માસ કરાર
વય મર્યાદામહત્તમ 40 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ20 ઓગસ્ટ 2025
ક્યાં અરજી કરવીhttps://www.suratmunicipal.gov.in/

સુરત મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગતો

સુરત મહાનગરપાલિકાએ સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ ખાતે વિવિધ વિષયો માટે શિક્ષકોની ભરતી કરવા જાહેરાત બહાર પાડી છે. જેની વિગતે વિગતો નીચેના કોષ્ટકમા આપેલી છે.

ભાષાવિષયશિક્ષકોની સંખ્યા
ગુજરાતીગણિત-વિજ્ઞાન7
સમાજવિદ્યા5
અંગ્રેજી6
ગુજરાતી3
મરાઠીગણિત-વિજ્ઞાન7
અંગ્રેજી-હિન્દી2
હિન્દીગણિત-વિજ્ઞાન7
સમાજવિદ્યા2
ગુજરાતી1
સંસ્કૃત1
અંગ્રેજી1
કમ્પ્યુટર1
ઉડીયાગણિત-વિજ્ઞાન1
અંગ્રેજી-હિન્દી1
અંગ્રેજીગુજરાતી2
સંસ્કૃત2
કમ્પ્યુટર1
સમાજવિદ્યા1
કુલ52

સુરત શિક્ષક નોકરી માટે શૈક્ષણિક લાયકાત

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષકના હેતુ માટે શિક્ષ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલા અને રાજ્ય પરીક્ષાબોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય TAT (માધ્યમિક)માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો
હવે પછી રાજ્ય પરીક્ષાબોર્ડ દ્વારા TAT (માધ્યમિક) પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો.

સુરત મહાનગરપાલિકા ભરતી, શિક્ષક નોકરી |SMC Recruitment 2025, teacher job
સુરત મહાનગરપાલિકા ભરતી, શિક્ષક નોકરી –

SMC ભરતી 2025 માટે વય મર્યાદા

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત શિક્ષકની નોકરી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરાઈ છે.
ઉમેદવારની મહત્તમ વય મર્યાદા અરજીની તારીખે ગણાશે.

પગાર ધોરણ

સુરત મહાનગરપાલિકાની આ ભરતી 11 માસ કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ ₹24,000 ફિક્સ વેતન મળશે.

મેરીટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટેની ટાટ (માધ્યમિક)ના પ્રસિદ્ધ કરવામાં આવનાર પરિણઆમના જે તે વખતે પ્રવર્તમાન વર્ષના મેરીટ લિસ્ટના આધારે લિસ્ટ તૈયાર કરવાશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

કરારનો સમયગાળો

કરારીય શિક્ષકોની કામગીરીનો કરાર 11 માસનો રહેશે. અગિયાર માસનાં કરારનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ્દ થયેલો ગણાશે.

અરજી કેવી રીતે કરવી?

  • સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરવા માટે પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જવું
  • અહીં પહેલા અરજદારે રજીસ્ટ્રેશ કરવાનું રહેશે. જો પહેલાથી જ રજીસ્ટ્રેશન કરેલું હશે તેમને જરૂર નથી
  • યુઝર આડી પાસવર્ડ સાથે લોગઈ કરીને ઓનલાઈન અરજી કરી શકાશે.

Web Title: Smc recruitment 2025 teacher bharti in surat how to apply for shikshak jobs ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×