Sarhad Dairy Bharti, સરહદ ડેરી ભરતી : કચ્છમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે કચ્છમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. કચ્છ જિલ્લા કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ. સરહદ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સરહદ ડેરીએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સરહદ ડેરી ભરતીની વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પોસ્ટની જગ્યાઓ, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત તમામ માહિતી વાંચવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સરહદ ડેરી ભરતીની અગત્યની માહિતી
| સંસ્થા | કચ્છ જિલ્લા કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ. સરહદ ડેરી |
| પોસ્ટ | વેલન્ડરથી લઈને આસિસ્ટન્ટ મેનેજર સુધી |
| જગ્યા | 13 |
| નોકરીનું સ્થળ | કચ્છ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વયમર્યાદા | વિવિધ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-1-2025 |
| ક્યાં અરજી કરવી | https://sarhaddairy.coop/en/home-1/careers/ |
સરહદ ડેરી ભરતી પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| કન્સલ્ટન્ટ | 1 |
| આસિસ્ટન્ટ મેનેજર | 2 |
| સિનિયર એન્જીનિયર | 1 |
| જુનિયર એન્જીનિયર | 1 |
| જુનિયર કેમિસ્ટ | 5 |
| જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ | 1 |
| બોઈલર ઓપરેટર | 1 |
| વેલ્ડર | 1 |
સરહદ ડેરી ભરતી માટે લાયકાત
કન્સલ્ટન્ટ
સોલ્ટ મેન્યુફેક્ચરિંગ માટે કન્સલ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર સમાન ફિલ્ડમાં 20 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
આસિસ્ટન્ટ મેનેજર અથવા સિનિયર ઓફિસર
બીવીએસસી-બેચલર ઈન એગ્રીકલ્ચર સાયન્સ – બેચલર ડિગ્રી ઈન ડેરી-ફૂડ ટેક્નોલોજી અથવા સમાન સ્ટ્રીમમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે
સિનિયર એન્જીનિયર
ઈન્સ્ટ્રુમેન્શન એન્ડ કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલી કમ્પ્યુનિકેશન સહિતની સ્ટ્રીમમાં ફસ્ટ અથવા સેકેન્ડ ક્લાસ સાથે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ
જુનિયર એન્જીનિયર
- ઈન્સ્ટ્રુમેન્શન એન્ડ કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુનિકેશન સહિતની સ્ટ્રીમમાં ફસ્ટ અથવા સેકેન્ડ ક્લાસ સાથે બેચલર ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
- ઉમેદવારને ઓછામાં ઓછો 3થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ
કેમિસ્ટ
સાયન્સ કેમેસ્ટ્રી સ્ટ્રીમમાં ફસ્ટ ક્લાસ કે સેકેન્ડ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ
જુનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ
કોમર્સમાં ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. ફ્રેસર પણ અરજી કરી શકે છે
બાઈલર ઓપરેટર
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમદેવાર પાસે સેકન્ડ ક્લાસ બોઈલર અટેન્ડન્ટનું સર્ટીફિકેટ હોવું જોઈએ અને આ ફિલ્ટમાં ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે
વેલ્ડર
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ધોરણ 10 પાસ અને વેલ્ડર કે ફિટરમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. તેમજ બે વર્ષનો એસએસ પાઈપ, એમએસ પાઈટ, એઆરસી અને ગેસ વેલ્ડિંગનો અનુભવ હોવો જોઈએ.
અરજી કેવી રીતે કરવી?
- આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમદેવારએ પોતાનો અપડેટ રેઝ્યુમ અને અનુભવના સર્ટિફિકેટ તારીખ 10-1-2025 પહેલા મોકલી આપવાની રહેશે
- આ ઉપરાંત ઉમેદવારે ઓનલાઈન અરજી career.sarhaddairy.co.in ઉપર કરવાની રહેશે.
ભરતી જાહેરાત
ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા ઉમદેવારોએ આ સમાચારમાં આપેલી ભરતી જાહેરાત જોવી અથવા સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.