Sabarkantha Recruitment, સાબરકાંઠા ભરતી : સાબરકાંઠા જિલ્લામાં રહેતા અને નોકરી શોધતા ઉમેદવારોને હિંમતનગરમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને વોક ઈન ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
સાબરકાંઠા ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થા | જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 4 |
નોકરીનું સ્થળ | જિલ્લા બાળ સુરક્ષા એકમ, સરકારી બાળ સંભાળ ગૃહ, હિંમતનગર |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
વયમર્યાદા | 21થી 40 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઇન્ટરવ્યુ |
ઇન્ટરવ્યૂ તારીખ | 21 ઓગસ્ટ 2024 |
સાબરકાંઠા ભરતી માટે પોસ્ટની વિગતો
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સકરારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા, હિંમતનગર ખાતે ખાલી પડેલી જગ્યાઓ ફિક્સ પગારથી અને તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ભરવાની છે.
સ્થળ | પોસ્ટ | જગ્યા |
જિલ્લા બાળ સુરક્ષા એકમ | કાઉન્સેલર | 1 |
સરકારી બાળ સંભાળ ગૃહ | રસોઈયા | 1 |
સરકારી બાળ સંભાળ ગૃહ | હેલ્પર કમ નાઇટ વોટમેન | 1 |
સરકારી બાળ સંભાળ ગૃહ | હાઉસ કીપર | 1 |
સાબરકાંઠા ભરતી માટે શૈક્ષણ લાયકાત
જિલ્લા બાળ સુરક્ષા એકમ, હિંમતનગર – કાઉન્સેલર ભરતી માટે ઉમેદવારોએ સોશિયલ વર્ક/સોશિયોલોજી / સાયકોલોજી / પબ્લિક હેલ્થ /માન્ય યુનિવર્સિટીમાંથી કાઉન્સેલિંગનો પીજી ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત સરકાર અથવા એનજીઓમાં સંલગ્ન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ જરૂરી છે.
સરકારી બાળ સંભાળ ગૃહ હિંમતનગર ખાતે રસોઈયા, હેલ્પર કમ નાઇટ વોચમેન અને હાઉસ કીપરની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ઓછામાં ઓછા ધોરણ 10 પાસ હોવો જોઈએ.
સાબરકાંઠા ભરતી માટે પગાર
પોસ્ટ | પગાર |
કાઉન્સેલર | ₹18,536 |
રસોઈયા | ₹ 12,026 |
હેલ્પર કમ નાઇટ વોટમેન | ₹ 11,767 |
હાઉસ કીપર | ₹ 11,767 |
સાબરકાંઠા ભરતી માટે ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ
આ માટે ઉમેદવારે સરકારી બાળ સંભાળ ગૃહ, શક્તિનગર સોસાયટી, પરબડા રોડ, મહેતાપુરા, હિંમતનગર જિ. સાબરકાંઠા સરનામાએ વોક ઈન ઇન્ટરવ્યૂ માટે તારીખ 21 ઓગસ્ટ 2024ના રોજ પહોંચવું. રજીસ્ટ્રેનશનનો સમય સવારે 10 વાગ્યાથી લઈને 11.30 વાગ્યા સુધી રાખ્યો છે.
ભરતીની જાહેરાત
આ પણ વાંચો
- આણંદમાં સરકારી કરેચીમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, ₹ 60,000 પગાર, જાણો બધી માહિતી
- કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી : ગુજરાતમાં એક્સ આર્મીમેન માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- ગુજરાતમાં ₹ 40,000 પગારની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારો માટે ખાસ નોંધ
નિયત રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારનો ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. તેમજ ઇન્ટવ્યુ-પસંદગી માટે જરૂરી નિમ લાયકાત ધરાવતા ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે. નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી ધ્યાને લેવામાં આવશે હીં.
ઉક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ, હિંમતનગર, જિ સાબરકાઠાને આધિન રહેશે.