scorecardresearch
Premium

RPF Recruitment 2024 : રેલવે પ્રોટેક્શન ફોર્સમાં ભરતી, 4660 કોન્સ્ટેબલ અને SI પોસ્ટ માટે નોટિફિકેશન જાહેર

RPF Recruitment 2024 : રેલવે ભરતી બોર્ડે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સમાં સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત બહાર પાડી

RPF Recruitment 2024. jobs news in gujarati
રેલવે પ્રોટેક્શન ફોર્સમાં બંપર ભરતી

RPF Recruitment 2024: રેલવે ભરતી બોર્ડે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સમાં સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને જણાવી દઈએ કે આ ખાલી જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડીને અરજીની તારીખો જાહેર કરવામાં આવી છે. જેઓ અરજી કરવા માગે છે તેઓ RRBની અધિકૃત વેબસાઇટની મુલાકાત પર માહિતી તપાસી શકે છે. એપ્લિકેશન વિન્ડો 15 એપ્રિલથી ખુલશે અને ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 14 મે 2024 છે

રેલવે પ્રોટેક્શન ફોર્સ રિક્રુટમેન્ટ (આરપીએફ ભરતી 2024)ની તૈયારીમાં લાગેલા ઉમેદવારો અરજી શરૂ થતાંની સાથે જ સત્તાવાર વેબસાઇટ rpf.indianrailways.gov.in પર જઇને અરજી કરી શકશે.

વય-મર્યાદા

કોન્સ્ટેબલની જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે એસઆઈ પોસ્ટ્સ માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગમાંથી આવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ઉંમરની ગણતરી 1 જુલાઈ 2024ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

આ પણ વાંચો – CBSE આ વર્ષે પસંદગીની શાળાઓમાં ઓપન બુક પરીક્ષાઓ યોજશે

યોગ્યતા અને માપદંડ

આરપીએફ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 ધોરણ પાસ કરેલા હોવા જોઈએ. આ સિવાય સબ ઈન્સ્પેક્ટર (એસઆઈ) પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા

રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટરની ભરતી માટે ઉમેદવારોની પસંદગી નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. જેમાં કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT), શારીરિક કાર્યક્ષમતા ટેસ્ટ (PET), ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PET), પ્રમાણપત્રો ચકાસણી (DV), તબીબી પરીક્ષા (ME), વગેરે સામેલ હોઇ શકે છે.

Web Title: Rpf recruitment 4660 posts of constable and si notification issued ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×