RBI Recruitment 2023, last date : ભારતીય રિઝર્વ બેન્કમાં નોકરી કરવા ઈચ્છા ધરાવા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તક છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં એનાલિસ્ટ, સ્પેશિયાલિસ્ટ પોસ્ટ માટે અરજી કરવાની આજે 11 જુલાઈ 2023ના રોજ છેલ્લી તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારોએ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં chances.rbi.org.in વેબસાઈટ ઉપર અરજી કરી શકે છે. આ ભરતી અભિયાનનો હેતુ સંસ્થામાં 66 ખાલી જગ્યાઓ ભરવાનો છે.
RBI Recruitment 2023 : ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થાનું નામ | ભારતીય રિઝર્વ બેન્ક |
| જગ્યા | 66 |
| પોસ્ટ | એનાલિસ્ટ, સ્પેશિયાલિસ્ટ |
| અરજી મોડ | ઓનલાઇન |
| લાયકાત | https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4277 |
| અરજી ફી | ₹ 600 |
RBI Recruitment 2023 :પાત્રતા માપદંડ
પાત્રતા માપદંડ, વય મર્યાદા દરેક પોસ્ટ માટે અલગ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
RBI Recruitment 2023 : પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી પ્રારંભિક સ્ક્રિનિંગ/શોર્ટલિસ્ટિંગ દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી અને ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
RBI Recruitment 2023 : અરજી ફી
સામાન્ય, OBC અને EWS ઉમેદવારો માટે અરજી ફી ₹600 છે. SC, ST અને PwBD ઉમેદવારો માટે, ફી ₹100 છે. આ ભરતી અભિયાનમાં ભાગ લેવા માગતા આરબીઆઈના કર્મચારીઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
RBI Recruitment 2023 : RBI ભરતી માટે કેવી રીતે અરજી કરવી
- ઉપર આપેલ લિંક ઓપન કરો.
- હવે, નોંધણી ફોર્મ લિંક પર ક્લિક કરો.
- હવે, ફોર્મ ભરો અને તમારા લૉગિન ઓળખપત્રો મેળવો.
- લોગિન કરો, ફોર્મ ભરો અને ફીની ચુકવણી કરો.
- સબમિટ કરો અને અંતિમ પૃષ્ઠની પ્રિન્ટઆઉટ લો.