RBI Recruitment 2025, RBI ભરતી 2025 : ભારતીય રિઝર્વ બેંક (RBI) માં નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ માટે આરબીઆઈએ મેડિકલ કન્સલ્ટન્ટ (એમસી) ની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
RBI ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અનુભવ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
RBI ભરતી 2025 માટે મહત્વની માહિતી
| સંસ્થા | ભારતીય રિઝર્વ બેંક (RBI) |
| પોસ્ટ | મેડિકલ કન્સલ્ટન્ટ |
| જગ્યા | 4 |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ફેબ્રુઆરી 2025 |
| ક્યાં અરજી કરવી | લેખમાં આપેલા સરનામા પર |
RBI ભરતી 2025 અંતર્ગત મેડિકલ કન્સલ્ટન્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| SC | 1 |
| ST | 1 |
| OBC | 0 |
| EWS | 0 |
| UR | 2 |
| કુલ | 4 |
RBI ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
- જે ઉમેદવારો આ RBI ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમની પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBBS ડિગ્રી હોવી આવશ્યક છે.
- સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
કેટલો પગાર મળશે?
આરબીઆઈની આ ભરતી હેઠળ પસંદગી પામેલા કોઈપણ ઉમેદવારને સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલા પગાર મુજબ ચૂકવણી કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
- આરબીઆઈની આ જગ્યાઓ માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણીના આધારે કરવામાં આવશે.
- માત્ર શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
- આ માટે પસંદગી પામેલા ઉમેદવારોએ મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
અરજી કેવી રીતે કરવી?
- RBI ભરતી 2025 માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ https://rbidocs.rbi.org.in/ ઉપર જઈને ફોર્મ ડાઉનલોડ કરવું
- ફોર્મમાં માંગેલી વિગતો ધ્યાન પૂર્વક ભરી અને માંગેલા દસ્તાવેજોની કોપી અટેચ કરવા
- આ લેખમાં આપેલા રસનામા પર 14 ફેબ્રુઆરી 2025 સાંજ સુધીમાં મળી જાય એ રીતે અરજી મોકલવી
અરજી કરવાનું સરનામું
પ્રાદેશિક નિયામક
માનવ સંસાધન વ્યવસ્થાપન વિભાગ,
ભરતી વિભાગ,
ભારતીય રિઝર્વ બેંક,
કોલકાતા પ્રાદેશિક કાર્યાલય,
15, નેતાજી સુભાષ રોડ,
કોલકાતા-700001
- ગુજરાતમાં અને દેશ વિદેશમા ચાલતી વિવિદ ભરતીઓ વિશે વધુ અહીં વાંચો
નોટિફિકેશન
ઉમેદાવરોને સૂચન છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.