scorecardresearch
Premium

RNSB Recruitment 2025 : કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં બેંકમાં નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2025 માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

RNSB ભરતી 2025 | નવીનતમ RNSB નોકરીની ખાલી જગ્યાઓ
RNSB ભરતી 2025 ની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે – photo- Social media

RNSB Recruitment 2025, રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી : સૌરાષ્ટ્રમાં રહેતા અને બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા એપ્રેન્ટીસ- પટાવાળા અને જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી)ની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. રાજકોટ નાગરિક સહકારી બેંકે આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતીની અગત્યની માહિતી

સંસ્થારાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટજુનિયર એક્ઝિક્યુટિવ, એપ્રેન્ટીસ- પટાવાળા
જગ્યાઉલ્લેખન નથી
નોકરી સ્થળસૌરાષ્ટ્ર અને કચ્છ
વય મર્યાદા30 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ3-7-2025
ક્યાં અરજી કરવીhttps://jobs.rnsbindia.com/

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ શહેરોમાં જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી), પટાવાળા, એપ્રેન્ટસની પોસ્ટ ભરવા માટે સ્નાતક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. સ્થાનિક ઉમેદવારોને પહેલા પ્રાથમિક્તા આપવામાં આવશે.

કઈ પોસ્ટ માટે ક્યાં જગ્યા

પોસ્ટસ્થળ
જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી)ઉપલેટા
જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી)પડઘરી
જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી)ભાવનગર
એપ્રેન્ટીસ- પટાવાળારાજકોટ
એપ્રેન્ટીસ- પટાવાળાભાવનગર
જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી)ગાંધીધામ

bank bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર આર્ટ્સ સિવાય કોઈપણ વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક કરેલું હોવું જોઈએ.
  • ઉમેદવાર કોમ્પ્યુટરના જ્ઞાનથી વાકેફ હોવા જોઈએ
  • કોઈપણ સહકારી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થામાં 2 વર્ષનો અનુભવ પ્રાધાન્યક્ષમ છે
  • ફ્રેશર્સ અરજી કરી શકે છે
  • જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો 30 વર્ષથી વધારે ઉંમરના ન હોવા જોઈએ.

પગાર

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદાવોરને બેન્કે નક્કી કરેલા ધારાધોરણ અને નિયમ પ્રમાણે મહેતાણું ચુકવવામાં આવશે.

  • ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી નોટીફિકેશન

કેવી રીતે અરજી કરવી

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ આપેલા સ્ટેપ અનુસરવા

  • સૌ પ્રથમ ઉમેદવારોએ બેંકની વેબસાઈટ https://rnsbindia.com/ની મુલાકાત લેવી
  • વેબસાઈટ ઉપર career નો ઓપ્શન આપેલો હશે
  • કરિયર પર ક્લિક કરવાની ભરતીની માહિતી દેખાશે
  • જ્યાં એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવું
  • અહીં ફોર્મ દેખાશે અને માંગેલી માહિતી અને જરૂરી દસ્તાવેજો અટેચ કરવા
  • ફોર્મને સબમીટ કરીને પ્રીન્ટ કાઢી લેવી

Web Title: Rajkot nagarik sahakari bank bharti 2025 get jobs peon and junior executive trainee in saurashtra nd kutch how to apply ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×