scorecardresearch
Premium

GPSC Exam Date: જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ સમાચાર, પ્રાથમિક કસોટીની તારીખો જાહેર

GPSC Exam Date: ગુજરાતમાં જીપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. જીપીએસસી દ્વારા 9 પરીક્ષાઓની સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે.

GPSC annunciation, GPSC exam
જીપીએસસીની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર (photo – X @GPSC_OFFICIAL)

GPSC Exam Date: ગુજરાતમાં જીપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. જીપીએસસી દ્વારા 9 પરીક્ષાઓની સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી લઈ 20 એપ્રિલ સુધી અલગ-અલગ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોગ દ્વારા નીચે મુજબની 1 થી 9 પરની જાહેરાતોની પ્રાથમિક કસોટીના સામાન્ય અભ્યાસ (પેપર-1 ભાગ-1)નો અભ્યાસક્રમ સમાન હોઈ સામાન્ય અભ્યાસ(પેપર-1 ભાગ-1) માટે નીચે કોલમ-4 માં દર્શાવ્યા મુજબ તારીખ નિયત કરવામાં આવી છે. જ્યારે ક્રમ 1 થી 9 પરની જાહેરાતો અન્વયે સંબંધિત વિષય (પેપર-1 ભાગ-2)ની પરીક્ષા બપોરે 3 થી 5 દરમિયાન અગાઉ પ્રસિધ્ધ કર્યા મુજબ જ નીચે કોલમ-5 માં દર્શાવેલ તારીખોએ યોજાશે.

Web Title: Preliminary test dates announced for candidates preparing for gpsc rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×