prasar bharati recruitment 2025, પ્રસાર ભારતી ભરતી 2025: જો તમે મીડિયામાં છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો, તો તમારા માટે પ્રસાર ભારતીમાં નોકરી મેળવવાની એક સારી તક આવી છે. પ્રસાર ભારતીએ ન્યૂઝ સર્વિસ ડિવિઝન (NSD) માં કોપી એડિટર, એડિટોરિયલ એક્ઝિક્યુટિવ, ગેસ્ટ કોઓર્ડિનેટર, ન્યૂઝ રીડર, ન્યૂઝ રીડર કમ ટ્રાન્સલેટર માટે નવી 106 ખાલી જગ્યા બહાર પાડી છે. પ્રસાર ભારતીએ 20 ઓગસ્ટના રોજ તેની સત્તાવાર વેબસાઇટ prasarbharati.gov.in પર આ નવી ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
પ્રસાર ભારતી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
પ્રસાર ભારતી ભરતી 2025ની મહત્વની માહિતી
| સંસ્થા | પ્રસાર ભારતી ભરતી | 
| પોસ્ટ | વિવિધ | 
| જગ્યા | 106 | 
| નોકરીનો પ્રકાર | બે વર્ષ કરાર આધારિત | 
| વય મર્યાદા | વિવિઘ | 
| ભરતી જાહેર થયાની તારીખ | 20 ઓગસ્ટ 2025 | 
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાના 15 દિવસની અંદર | 
| ક્યાં અરજી કરવી | prasarbharati.gov.in | 
પ્રસાર ભારતી નવી ખાલી જગ્યા 2025: પોસ્ટની વિગતો
ભારતના જાહેર સેવા પ્રસારણકર્તા, પ્રસાર ભારતીમાં નોકરી મેળવવાની આ સુવર્ણ તક છે. જુઓ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ બહાર પડી છે?
| પોસ્ટ | જગ્યા | 
| સહાયક AV સંપાદક | 15 | 
| કોપી સંપાદક | 18 | 
| કોપી સંપાદક (હિન્દી)13 | |
| સંપાદક એક્ઝિક્યુટિવ (અંગ્રેજી) | 5 | 
| સંપાદક એક્ઝિક્યુટિવ (હિન્દી) (ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા) | 3 | 
| ગેસ્ટ કો-ઓર્ડિનેટર | 2 | 
| ન્યૂઝ રીડર (અંગ્રેજી) | 11 | 
| ન્યૂઝરીડર કમ ટ્રાન્સલેટર (હિન્દી) | 14 | 
| ન્યૂઝરીડર કમ ટ્રાન્સલેટર (સંસ્કૃત) | 2 | 
| ન્યૂઝરીડર કમ ટ્રાન્સલેટર (ઉર્દુ) | 8 | 
| રિપોર્ટર (બિઝનેસ) | 2 | 
| રિપોર્ટર (અંગ્રેજી) | 8 | 
| રિપોર્ટર (કાનૂની) | 3 | 
| રિપોર્ટર (રમતગમત) | 2 | 
| કુલ | 106 | 
પ્રસાર ભારતી ભરતી 2025 માટે લાયકાત
આ સરકારી ભરતીમાં બધી જગ્યાઓ માટે વિવિધ લાયકાત માંગવામાં આવી છે. સ્નાતક અને ડિગ્રી / ડિપ્લોમા ઇન સાઉન્ડ / વિડીયો એડિટિંગ / પત્રકારત્વમાં કોઈપણ વિષયમાં ડિગ્રી / પીજી પત્રકારત્વ ડિગ્રી / હિન્દીમાં પત્રકારત્વ ડિગ્રી. આ ઉપરાંત, 2 વર્ષથી વધુનો કાર્ય અનુભવ (પ્રિન્ટ / ટીવી / રેડિયો / ડિજિટલ / રેડિયો) હોવો જોઈએ.
પ્રસાર ભારતી ભરતી, વયમર્યાદા, પગાર, પસંદગી પ્રક્રિયા
- વમર્યાદા- 35 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો પોસ્ટ મુજબ અરજી કરી શકે છે.
 - પગાર- પોસ્ટ મુજબ પગાર ₹30,000 થી ₹40,000 સુધીનો રહેશે.
 - પસંદગી પ્રક્રિયા- પ્રસાર ભારતી આ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ટેસ્ટ/ઇન્ટરવ્યુ લઈ શકે છે.
 
કેવી રીતે અરજી કરવી?
- ફોર્મ ભરવા માટે, ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ prasarbharati.gov.in ની મુલાકાત લેવી પડશે. આ પછી, સંબંધિત ભરતી પર જાઓ અને ઓનલાઈન અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.
 - અરજી ફોર્મ ખુલતાની સાથે જ, ઉમેદવારોએ જરૂરી માહિતી ભરવાની રહેશે.
 - તમારું નામ, માતાપિતાનું નામ, શ્રેણી વગેરે ભરો.
 - યોગ્ય કદમાં ફોટો, સહી અપલોડ કરો.
 - અંતે ફોર્મ સબમિટ કરો અને તેનું પ્રિન્ટ આઉટ લો.
 
નોટિફિકેશન
અરજી કરવાની છેલ્લી તારીખ
ઉમેદવારો જાહેરાત પ્રકાશિત 20 ઓગસ્ટ 2025ના રોજ થઈ છે. આ દિવસથી 15 દિવસની અંદર આ ભરતી માટે અરજી કરી શકશે.