વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ થકી 70,000થી વધારે યુવાનોને જોઇનિંગ લેટર આપ્યા હતા. રોજગાર મેળા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 20થી વધારે રાજ્યોમાં 44 જગ્યાઓ ઉપર હાજર લોકોને સંબોધિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ થકી આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે દેશ વિકસિત થવાના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે ત્યારે તમારું સરકારી નોકરીમાં આવવું મોટી તક છે. આ તમારા પરિશ્રમનું પરિણામ છે.
આગામી 25 વર્ષ દેશ માટે મહત્વપૂર્ણ
આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધિત કરતા કહ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ દરમિયાન વિકાસના પથ પર કામ કરવાનો મોકો મળવો સમ્માનની વાત છે. ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ આપણે લેવાનો છે. આગામી 25 વર્ષ ભારત માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત માત્ર 9 વર્ષોમાં દુનિયાની 10મા નંબરની અર્થવ્યવસ્થાથી 5માં નંબર પર આવી ગયો છે. આવનારા કેટલાક વર્ષોમાં ભારત દુનિયાના ટોપ 3 ઇકોનોમીમાં સામેલ થઇ જશે.
પીએમ મોદીએ એ આ દરમિયાન કહ્યું કે દેશમાં નવ મધ્યમ વર્ગનો વિસ્તાર થઇ રહ્યો છે. આનાથી રોજગારના નવા અવસરો પેદા થઈ રહ્યા છે. વધતા નવ મધ્યમ વર્ગની પોતાની આકાંક્ષાઓ છે અને તેની માંગોને પુરા કરવા માટે દેશ મોટા પ્રમાણમાં નિર્માણ કરી રહ્યો છે.
13.5 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા
પીએમ મોદીએ રોજગાર મેળાને સંબોધિત કરતા કહ્યું કે જ્યારે નિર્ણય સારા હેતુંથી લેવામાં આવે છે તો યોગ્ય નીતિઓ બનાવવામાં આવે છે. તો પરિણામ અભૂતપૂર્વ હોય છે.
નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે આશરે 13.5 કરોડ લોકો ગરીબી રેખાની બહાર નીકળી ગયા છે. જે સરકારી કર્મચારીઓના કામના કારણે છે. ફોન બેકિંગ કૌભાંડ ગત વર્ષના કૌભાંડથી હતો. પહેલી સરકાર આ કૌભાંડના કારણએ દેશની બેકિંગ વ્યવસ્થાની કમર તૂટી ગઈ હતી.