scorecardresearch
Premium

પીએમ ઇન્ટર્નશિપ યોજના 2025 Online રજીસ્ટ્રેશન કરી લો નહીં તો ઉત્તમ તક ચૂકી જશો, માત્ર બે દિવસ જ બાકી!

પીએમ ઇન્ટર્નશિપ યોજના 2025 (PM Internship scheme 2025) અંતર્ગત ધો.10, ધો.12, ITI, Diploma અને સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ સાથે ઉત્તમ અવસર છે. આ યોજનામાં દર મહિને ₹ 5000 વિદ્યાર્થીને મળે છે. પીએમ ઇન્ટર્નશિપ યોજના લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે 12 માર્ચ અંતિમ તારીખ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે અહીં તમામ વિગત આપી છે તો…

PM Internship scheme 2025: પીએમ ઇન્ટર્નશિપ યોજના 2025 Online રજીસ્ટ્રેશન માટે બે દિવસ જ બાકી, ઉત્તમ તક ચૂકી ન જતા! - pm internship scheme registration std 10th 12th diploma and graduate
PM Internship Scheme માટે ઉમેદવારો પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ ની સત્તાવાર વેબસાઇટ pminternship.mca.gov.in પર જઈને ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે. (ફોટો ક્રેડિટ – ફ્રીપિકા)

પીએમ ઇન્ટર્નશિપ યોજના (PM Internship Scheme 2025) અંતર્ગત બીજા તબક્કા માટે નોંધણી ચાલુ છે. પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે નોંધણીની અંતિમ તારીખ નજીક છે. જો તમે 10મું, 12મું, ITI, પોલિટેકનિક અથવા બેચલર પાસ કર્યું છે અને હજુ સુધી તેના માટે અરજી કરી નથી, તો આ કામ ઝડપથી પૂર્ણ કરો કારણ કે હવે PM ઇન્ટર્નશિપ રજીસ્ટ્રેશન માટે માત્ર 2 દિવસ જ બાકી છે. Online રજીસ્ટ્રેશન કરી લો નહીં તો ઉત્તમ તક ચૂકી જશો, નોંધણી માટેની છેલ્લી તારીખ 12 માર્ચ, 2025 છે.

પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલું છે. જો તમે ધો.10, ધો.12, આઇટીઆઇ, ડિપ્લોમા કે ગ્રેજ્યુએટ છો અને આ માટે નોંધણી કરાવી નથી તો ફટાફટ આ કામ પતાવી લો. જરૂરી લાયકાત ધરાવતા 21 થી 24 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે. આ યોજના હેઠળ બીજા તબક્કામાં લગભગ 1 લાખ 19 હજાર ઇન્ટર્નશિપની તકો છે. લાયક ઉમેદવારો પીએમ ઇન્ટર્નશિપ સ્કીમની સત્તાવાર વેબસાઇટ pminternship.mca.gov.in પર જઈને ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે.

પીએમ ઇન્ટર્નશિપ યોજના શું છે?

પીએમ ઇન્ટર્નશિપ યોજના એ ભારત સરકારની એક પહેલ છે જે રિલાયન્સ, ટીસીએસ, ઓએનજીસી જેવા દેશના વિવિધ ક્ષેત્રોની ટોચની 500 કંપનીઓમાં યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડે છે. આ યોજના યુવાનોને અગ્રણી ભારતીય કંપનીઓ સાથે કામ કરીને અનુભવ મેળવવાની તક આપે છે, જેથી તેઓ તેમની ક્ષમતાઓમાં સુધારો કરી શકે.

આ યોજના હેઠળ ઇન્ટર્નશિપ કરવાથી, વ્યવહારુ અનુભવ ઉપરાંત, વ્યાવસાયિક સંપર્કો બનાવવાની તક પણ મળે છે. જોકે આ ઇન્ટર્નશિપ રોજગારની ગેરંટી આપતી નથી, પરંતુ તે ચોક્કસપણે રોજગારની તકો મેળવવાની ક્ષમતામાં વધારો કરી શકે છે.

પીએમ ઇન્ટર્નશિપ યોજનાના બીજા તબક્કા માટે નોંધણી ચાલુ છે. જરૂરી લાયકાત ધરાવતા 21 થી 24 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે. યોજનાના બીજા તબક્કામાં લગભગ 1,18,957 ઇન્ટર્નશિપની તકો છે. તમિલનાડુમાં સૌથી વધુ 15,785 ઇન્ટર્નશિપ તકો છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 15,187, ગુજરાતમાં 10504 અને કર્ણાટકમાં 9,928 ઇન્ટર્નશિપ તકો છે.

પીએમ ઇન્ટર્નશિપ યોજના હેઠળ, યુપીમાં 7714 ઉમેદવારો અને બિહારમાં 2,308 ઉમેદવારો માટે ઇન્ટર્નશિપની તકો ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને દેશની અગ્રણી ખાનગી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. ઇન્ટર્નશિપ દરમિયાન, ઉમેદવારોને દર મહિને ₹ 5000 સ્ટાઇપેન્ડ (પગાર) મળશે.

ગુજરાતમાં 10504 ઇન્ટર્નશિપ તકો

  • ધોરણ 10 – 802
  • ધોરણ 12 – 3361
  • આઇટીઆઇ – 1848
  • ડિપ્લોમા – 1758
  • ગ્રેજ્યુએટ – 2735

પીએમ ઇન્ટર્નશિપ યોજનાની જાહેરાત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષે 23 જુલાઈના રોજ તેમના બજેટ ભાષણમાં કરી હતી અને તે 3 ઓક્ટોબર, 2024 થી શરૂ થશે. કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ તાજેતરમાં લોકસભામાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ યોજનાએ 28,141 ઉમેદવારોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડી છે. આ ઇન્ટર્નશિપ 12 મહિના સુધી ચાલશે, જેમાં ઓછામાં ઓછો અડધો કાર્યક્રમ વ્યવહારુ કાર્ય અનુભવ પર કેન્દ્રિત હશે.

કોણ અરજી કરી શકે છે?

પીએમ ઇન્ટર્નશિપ યોજનામાં અરજી ભરવા માટે જરુરી લાયકાત

  • ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • ઉંમર 21-24 વર્ષની વચ્ચે હોવી જોઈએ (અરજીની છેલ્લી તારીખે).
  • ઉમેદવાર પૂર્ણ-સમય નોકરી કે અભ્યાસમાં રોકાયેલ ન હોવો જોઈએ.
  • ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ્સનો અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે છે.
  • ઉમેદવાર ધો.10, ધો.12 અથવા સમકક્ષ, ITI, ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન (BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma) હોવો આવશ્યક છે.

પીએમ ઇન્ટર્નશિપ યોજનામાં જોડાવાના ફાયદા

  • એક વખતની સહાય: ઇન્ટર્નશિપ દરમિયાન INR 6,000 ની એક વખતની સહાય અને વીમા કવચ.
  • વીમા કવચ: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ પણ વીમા સુરક્ષા ઉપલબ્ધ થશે.
  • તમને કયા ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપની તકો મળશે?
  • ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપની તકો આપવામાં આવશે, જેમ કે:
  • આઇટી અને સોફ્ટવેર ડેવલપમેન્ટ, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, તેલ અને ગેસ, ફાર્મા, એફએમસીજી, ટેલિકોમ, બાંધકામ, ઓટોમોબાઇલ્સ, મીડિયા, શિક્ષણ, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, કન્સલ્ટિંગ સેવાઓ, આરોગ્યસંભાળ વગેરે

એક ભૂલને કારણે વિચાર આવ્યો, આજે છે કરોડપતિ વાંચો સફળ સ્ટોરી

દરેક ઇન્ટર્નને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા કવચ મળશે, જેના માટે પ્રીમિયમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. કંપની દ્વારા વધારાનું વીમા કવચ પણ પૂરું પાડવામાં આવી શકે છે. ઇન્ટર્નશિપ પૂરી થયા પછી વીમા કવરેજ બંધ થઈ જશે.

Web Title: Pm internship scheme registration std 10th 12th diploma and graduate

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×