scorecardresearch
Premium

ગુજરાત પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર, 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી થશે શરૂ

Gujarat Police Recruitment News: ગુજરાત પોલીસ ભરતી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતીની તારીખ જાહેર કરાઈ છે.

Gujarat police bharti physical exam
ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી – (પ્રતિકાત્મક તસવીર – express photo by Arul Rohizon)

Gujarat Police Recruitment News: ગુજરાત પોલીસ ભરતી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતીની તારીખ જાહેર કરાઈ છે. આગામી 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થશે અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ તારીખની જાહેરાત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2025થી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.08/01/2025ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.01/01/2025ના રોજ કલાક 2 થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

Police Recruitment News, Lokrakshak Recruitment, Lokrakshak Recruitment 2025,
શારીરિક કસોટી તા.08/01/2025ના રોજથી શરૂ થશે. (તસવીર: સોશિયલ મીડિયા)

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈને રાજ્ય સરકારે 2 મહિના પહેલા જ હાઈકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી કેલેન્ડર રજૂ કર્યુ હતું અને હાઈકોર્ટને ખાતરી આપી હતી કે વર્ષ 2026 સુધીમાં ગુજરાત પોલીસના તમામ પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરવામાં આવેલી છે. નીરજા ગોટરૂ પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન બન્યા છે. બીજી તરફ હસમુખ પટેલના રાજીનામા બાદ ચેરમેન પદ ખાલી હતુ.

Web Title: Physical test for gujarat police recruitment will start from january 8 rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×