scorecardresearch
Premium

Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો? જાણો બધું જ

Pariksha Pe Charcha 2025 Registration Online: પરીક્ષા પે ચર્ચા 2025 માટે રજીસ્ટ્રેશન શરુ થયું છે. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ લાઇવ કાર્યક્રમમાં જોડાવા માટે કેવી રીતે અરજી કરવી? પરીક્ષા પે ચર્ચા 2025 તારીખ, સમય સહિત વિગતો અહીં જાણી શકશો

pariksha pe charcha 2025 registration online | pariksha pe charcha 2025 Date | PM Modi In pariksha pe charcha 2025
Pariksha Pe Charcha 2025 Registration Online: પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 14 જાન્યુઆર 2025 છે. (Photo: Freepik)

Pariksha Pe Charcha 2025 Registration Online: પરીક્ષા પે ચર્ચા 2025 માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. Pariksha Pe Charcha 2025 માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 છે. જે વિદ્યાર્થીઓ, શિક્ષકો, માતા પિતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનાર પરીક્ષા પે ચર્ચા 2025માં ભાગ લેવા માંગે છે તોઓ નિર્ધારિત ડેડલાઇન સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પરીક્ષા પે ચર્ચા 2025માં ભાગ લેવા ઇચ્છુકે સત્તાવાર વેબસાઇટ innovateindia1.mygov.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ

પરીક્ષા પે ચર્ચા 2025 રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થી, માતા પિતા અને શિક્ષકોના સંપૂર્ણ નામ, મોબાઇલ નંબર, ઇમેલ આઈડીની જરૂરી પડશે.

Pariksha Pe Charcha 2025 Registration : પરીક્ષા પે ચર્ચા 2025 રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા

  • પરીક્ષા પે ચર્ચા 2025 માટે રજિસ્ટ્રેશન કરવા સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ innovateindia1.mygov.in ઓપન કરો.
  • આ વેબસાઇટના હોમ પેજ પર Participate Now (પાર્ટિસિપેટ નાઉ) પર ક્લિર કરો.
  • તમે તમારી કેટેગરી અનુસાર Student (વિદ્યાર્થી) (Self Participation), Student (Participation through Teacher login), શિક્ષક (Teacher), Parent (માતા પિતા) વિકલ્પ પસંદ કરી તેની નીચે ક્લિક ટુ પાર્ટિસિપેટ પર ક્લિક કરો.
  • હવે તમારું આખું નામ, મોબાઇલ નંબર, ઇમેલ આઈડી દાખલ કરી રજિસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ અન્ય જરૂરી વિગત દાખલ કરી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરી લો.

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શું છે?

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવથી દૂર રહેવા તેમને સફળતા માટે પ્રેરિત કરવા માટે કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષક અને માતાપિતા પીએમ નરેન્દ્ર મોદીને સીધા પ્રશ્નો પુછી શકે છે.

તમને જણાવી દઇયે કે, પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ જાન્યુઆરી 2025માં નવી દિલ્હી સ્થિત ભારત મંડપમના ટાઉન હોલમાં યોજવાનું નક્કી કરાયું છે. પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમની સત્તાવાર તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે પસંદ કરાયેલા લગભગ 2500 સાથીઓ માટે શિક્ષણ મંત્રાલય તરફથી PPC કિટ પણ આપવામાં આવશે. નોંધનિય છે કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો આ આઠમો સંસ્કરણ હશે.

જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસંદ નહીં થાય તેઓ શિક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ અને યુ ટ્યુબ ચેનલ પર Live આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જોઇ શકશે. આ કાર્યક્રમ સંબંધિત વધુ જાણકારી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઇ શકો છો.

Web Title: Pariksha pe charcha 2025 registration pm modi live talk with students how to join know all details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×